GSTV

સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જૂન જેવા ખતરનાક લુકમાં જોવા મળ્યો ઑલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, બીડી પીતા તસવીર શેર કરીને આપી આ ચેતવણી

જાડેજા

Last Updated on January 13, 2022 by Bansari

ભારતના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સોશિયલ પર ખૂબ જ એક્ટિવ રહે છે. ઘણીવાર તે પોતાના લુકને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે. આ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. જેમાં તે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન જેવા ખતરનાક લુકમાં જોવા મળી રહ્યો છે. જી હા, તેણે આ લુક તાજેતરમાં રિલીઝ થયેલી અલ્લુ અર્જુનની સુપરહિટ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’માંથી લીધો છે. તેણે પોતાના ફોટો સાથે અલ્લુ અર્જુનનો ફોટો પણ શેર કર્યો છે.

રવિન્દ્ર જાડેજાનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તસવીરમાં જાડેજા અલ્લુ અર્જુનની જેમ બીડી પીતો જોવા મળે છે. જોકે, તેણે પોતાની પોસ્ટમાં ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’નો એક ડાયલોગ પણ લખ્યો છે અને ચેતવણી પણ લખી છે. ફોટો શેર કરતી વખતે, જાડેજાએ ચેતવણીમાં લખ્યું કે તે માત્ર ચિત્રમય પ્રતિનિધિત્વ માટે છે. સિગારેટ, બીડી અને તમાકુનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેનાથી કેન્સર થાય છે. તેનું સેવન ન કરો. જો કે જાડેજાનો આ લુક ફેન્સને પસંદ આવી રહ્યો છે. લોકો ધડાધડ કમેન્ટ કરીને તેના વખાણ કરી રહ્યા છે.

આ પહેલા જાડેજાને આ ફિલ્મ એટલી પસંદ આવી હતી કે તેણે આ ફિલ્મના ડાયલોગ્સ બોલતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે અને તે ફિલ્મ ‘પુષ્પા’નો ફેમસ ડાયલોગ બોલતો જોવા મળે છે. પુષ્પા મૂવી 17મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી.

તમને જણાવી દઈએ કે લેફ્ટ આર્મ સ્પિનર ​​કુલદીપ યાદવે આ પોસ્ટ પર જાડેજાની મજાક ઉડાવી હતી. જાડેજાની પોસ્ટ પર કોમેન્ટ કરતાં કુલદીપે લખ્યું, ‘આગલી ફિલ્મની રાહ જોઈ રહ્યો છું…!’ કુલદીપની કમેન્ટનો જવાબ આપતા ભારતીય ઓલરાઉન્ડરે પણ લખ્યું કે હા શૂટિંગ NCAમાં થશે.

GSTV

Read Also

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!