GSTV
Home » News » રવિ શાસ્ત્રીને ઓસ્ટ્રેલિયામાં આ ખેલાડીની કમી મહેસૂસ થાય છે, જાણો શું કહ્યું

રવિ શાસ્ત્રીને ઓસ્ટ્રેલિયામાં આ ખેલાડીની કમી મહેસૂસ થાય છે, જાણો શું કહ્યું

ભારતીય ટીમ વિદેશી ધરતી પર ખરાબ પ્રદર્શનના કલંકને નાથવામાં અત્યાર સુધી નિષ્ફળ રહી છે, પરંતુ મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનું માનવુ છે કે જ્યારે મોટાભાગની ટીમ વિદેશી ધરતી પર સારું પ્રદર્શન કરવામાં નબળી પુરવાર થઈ રહી છે તો પછી કોઈ પણ એક ટીમને નિશાન બનાવવું કેટલા અંશે યોગ્ય છે.

ભારતે 2018માં દક્ષિણ આફ્રિકા (1-2) અને ઈંગ્લેન્ડ (1-4) સામેની તેમની ધરતી પર હારનો સામનો કરવો પડ્યો છે. આવુ ત્યારે થાય છે, જ્યારે માનવામાં આવતુ હતુ કે આ વિરાટ કોહલીની ટીમની પાસે પોતાનો રેકોર્ડ સુધારવાની સુંદર તક હતી. ઓસ્ટ્રેલિયામાં સીરીઝ જીતવી ભારત માટે કેટલી મહત્વપૂર્ણ છે, આ પ્રશ્ન પૂછતા શાસ્ત્રીએ કહ્યું, ‘તમારે પોતાની ભૂલો પરથી શીખવુ પડશે. જ્યારે તમે વિદેશી પ્રવાસે જાઓ છો અને જ્યારે તમે વિદેશી પ્રવાસ કરનારી ટીમોને જુઓ છો આવી ઘણી ટીમો છે, જે વિદેશમાં પ્રશંસનીય પ્રદર્શન કરી શકી નથી.’

તેમણે કહ્યું, ‘ઓસ્ટ્રેલિયાએ 1990ના સમયમાં અને આગામી દાયકામાં આવુ કર્યુ હતું. દક્ષિણ આફ્રિકા પણ કંઈક આવુ કરવામાં સફળ રહી હતી અને આ બંને સિવાય છેલ્લા પાંચ થી છ વર્ષમાં તમે જણાવો કે કઈ ટીમે વિદેશી ધરતી પર સારું પ્રદર્શન કર્યુ છે. તો પછી ભારતનું નામ કેમ ઉછાળવામાં આવી રહ્યું છે?’

શાસ્ત્રીએ કહ્યું, ‘અમે મોટી તકનો લાભ ઉઠાવવાની વાત કરી છે. જો તમે ટેસ્ટ મેચોને જુઓ તો તેનું પરિણામ તમને વાસ્તવિક કહાની જણાવશે. કેટલીક ટેસ્ટ મેચ ખૂબ જ નજીકથી રમાય છે અને થોડા સમયને અમે ગુમાવ્યો, જેને કારણે અંતમાં અમારે શ્રેણી ગુમાવવાનો વારો આવ્યો.’ શાસ્ત્રીએ આ માનવાથી ઈનકાર કર્યો છે કે છેલ્લા થોડા મહિનામાં જે થયુ તેનાથી ઓસ્ટ્રેલિયા ટીમે પોતાની તાકાત ગુમાવી દીધી છે. તેમણે કહ્યું, મને લાગે છે કે જો તમારી અંદર એક વખત સંસ્કૃતિ આવી જાય તો તે હંમેશા રહે છે. હંમેશાથી હું માનુ છું કે ઘરના મેદાનમાં કોઈ ટીમ નબળી નથી.

શાસ્ત્રીએ ચેતવણી આપતા કહ્યું, ‘અમે મેદાન પર પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઈચ્છીએ છીએ. બીજી બાજુ કરતા અમે પોતાનું ધ્યાન રમત પર કેન્દ્રીત કરવા માંગીએ છીએ.’ ભારતીય કોચે વિશ્વાસ સાથે કહ્યું કે ભારતના ઝડપી બોલરોને ઓસ્ટ્રેલિયાની પિચ પર બોલિંગ કરવાની ખૂબ મજા આવશે. તેમણે કહ્યું, મને લાગે છે કે જો આ ભૂતકાળની પિચની જેમ જ છે તો ફાસ્ટ બોલરને આ પિચ પર બોલિંગ કરવામાં ખૂબ મજા આવશે.

શાસ્ત્રીએ સંકેત આપ્યો છે કે ઈજાગ્રસ્ત હાર્દિક પંડ્યાની ગેરહાજરીથી તેમણે વધુ મહત્વના બોલરને રમવા માટેની તક ગુમાવી દીધી. આ પૂર્વ ઓલરાઉન્ડરે કહ્યું, ‘અમને એક ખેલાડીની અછત પડશે અને તે હાર્દિક પંડ્યા છે, જે ઈજાગ્રસ્ત છે. હાર્દિક પંડ્યા અમને બોલર અને બેટ્સમેનના રૂપમાં સંતુલન આપે છે. જેના કારણે અમારે વિશેષ બોલરને મેદાનમાં ઉતારવો પડશે. આશા સેવતા શાસ્ત્રીએ કહ્યું કે પંડ્યા જલ્દી ફિટ થાય અને જો ઝડપી બોલરોએ સારું પ્રદર્શન કર્યુ તો અમને તેની કમી મહેસૂસ થશે નહીં.

READ ALSO

Related posts

લો બોલો શાકભાજી વેચનારાઓ 2 વર્ષથી ચલાવતા હતા નકલી પોલીસ સ્ટેશન, પછી ઝડ્પાયા તો….

pratik shah

8 કલાક જેલમાં રહેવા NSUIના કાર્યકર્તાઓને એક પણ કોંગી નેતા છોડાવવા ન આવતા રાજકારણ ગરમાયું

Nilesh Jethva

વિરાટ કોહલીનો ધમાકો, પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગનો રેકોર્ડ કર્યો બ્રેક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!