ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરીઝની બીજી ટેસ્ટ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. BCCI ચીફ જય શાહે બોર્ડની વેબસાઈટ પર જણાવ્યું કે ઈશાંત શર્મા, રવિન્દ્ર જાડેજા અને અજિંક્ય રહાણે ઈજાના કારણે મુંબઈ ટેસ્ટની ભારતીય પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ ગયા છે.