GSTV

રવિ શાસ્ત્રીએ ભારતીય ક્રિકેટ ટીમના નવા ફેબ-5 જાહેર કર્યા, ઓસી.ને તેના ઘરમાં આપીશું ધોબી પછાડ

Last Updated on November 24, 2020 by Karan

ભારતીય ક્રિકેટમાં એક સમય હતો જ્યારે ફેબ-4 અને ફેબ-5 વિશે ચર્ચા થતી રહેતી હતી. આ ખેલાડીઓમાં રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણને સામેલ કરાતા હતા તો કેટલાક લોકો તેને ફેબ-5 બનાવીને તેમાં વીરેન્દ્ર સેહવાગ કે અનીલ કુંબલેને પણ સામેલ કરતા હતા. ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયામાં છે અને ત્યાં તેઓ વન-ડે તથા ટેસ્ટ સિરીઝ રમવાની તૈયારી કરી રહી છે.

17મી ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે

27મી નવેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે લિમિટેડ ઓવરની સિરીઝનો પ્રારંભ થશે અને 17મી ડિસેમ્બરથી ટેસ્ટ સિરીઝનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ટીમ ઇન્ડિયાના ચીફ કોચ રવિ શાસ્ત્રીએ ના ફેબ-5ની જાહેરાત કરી છે. તેણે એમ પણ કહ્યું છે કે આ ફેબ-5 આ વખતે કાંગારું ટીમને તેમના જ ઘરમાં પરાસ્ત કરી દેશે.

જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાઝ અને નવદીપ સૈનીનો સમાવેશ

રવિ શાસ્ત્રીએ જે ફેબ-5 પસંદ કર્યા છે તેમાં જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, મોહમ્મદ સિરાઝ અને નવદીપ સૈનીનો સમાવેશ થાય છે. ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પહેલી ટેસ્ટ રમ્યા બાદ ભારત પરત આવી જનારો છે. તેની પત્ની અનુષ્કા શર્મા બાળકને જન્મ આપનારી છે તેથી તે બાકીની મેચોમાં રમવાનો નથી.

અમે અહીં અમારી નૈસર્ગિક રમત રમવા આવ્યા છીએ

આ સંજોગોમાં ભારતીય ટીમ પર દબાણ આવી જશે તેની વાતો થઈ રહી છે પરંતુ કોચ રવિ શાસ્ત્રીનું માનવું છે કે આમાં દબાણની વાત જ ક્યાં આવે છે. અમે અહીં અમારી નૈસર્ગિક રમત રમવા આવ્યા છીએ. મે ખેલાડીઓને હરીફ ટીમનો આદર કરવા કહ્યું છે પરંતુ નીડર બનીને રમવાનું પણ કહ્યું છે.

અમારી પાસે ફેબ્યુલસ ફાઇવ એટલે કે ફેબ-5 છે

શાસ્ત્રીએ ઉમેર્યું હતું કે અમારી પાસે ફેબ્યુલસ ફાઇવ એટલે કે ફેબ-5 છે. બુમરાહ, શમી, સિરાઝ,ઉમેશ યાદવ અને નવદીપ સૈની. આ પાંચ બોલર છે. સૈની ઝડપી છે. બુમરાહ તેના કામમાં બેસ્ટ છે. શમી રમવા માટે આતુર છે. સિરાઝમાં ઘણી પ્રતિભા છે. મને ખાતરી છે કે આ  તમામ મળીને ઓસ્ટ્રેલિયન ટીમને તેમની જ ધરતી પર ફરી એક વાર પરાસ્ત કરી દેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

શેરબજારમાં ટ્રેડિંગ કરી રહ્યા છો તો આ કામ આજે પતાવી દેજો, જો નહીં કર્યું તો સોમવારે શેરની લે વેચ નહીં કરી શકોઃ જાણો ડિટેઈલ્સ

Harshad Patel

ગંભીર સ્થિતિ/ કોરોના બાદ મ્યૂકરમાઈકોસિસના કેસોમાં ગુજરાત દેશમાં બીજા સ્થાને, મોદી સરકારે આંકડાઓનો કર્યો ખુલાસો

Harshad Patel

પોર્ન રેકેટ ચલાવવાના આરોપમાં એક્ટ્રેસની ધરપકડ, મોડલ્સ પાસે જબરદસ્તી કરાવતી હતી એડલ્ટ વિડીયોમાં કામ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!