GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

હેપ્પી બર્થ ડે : ભારતીય ક્રિકેટરથી કોમેન્ટેટર અને હવે કોચ તરીકે પણ એવી જ લોકપ્રિયતા

Video

રવિ શાસ્ત્રીનો આજે બર્થ ડે છે. આજે તેની ઉંમર 58 વર્ષની થઈ છે. રવિ શાસ્ત્રી એવા મહારથી છે જેની ઓળખની જરૂર નથી. 1980ના દાયકામાં એક શ્રેષ્ઠ ઓલરાઉન્ડર તરીકે કામયાબી હાસંલ કર્યા બાદ 1990ના દાયકાના પ્રારંભમાં કોમેન્ટેટર બન્યા અને તેમાં પણ પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કરી અને હવે ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે પણ એવી જ નામના હાંસલ કરી છે. કોમેન્ટેટર તરીકે તો રવિ શાસ્ત્રી અત્યંત લોકપ્રિય હતા. પછી તે યુવરાજસિંઘની છ બોલમાં છ સિક્સરની રજૂઆત કરવાની હોય કે 2011ના વર્લ્ડ કરપની વાનખેડે ખાતેની ફાઇનલમાં ધોનીએ વિનિંગ સિક્સર દ્વારા ભારતને ચેમ્પિયન બનાવ્યું તે વાત હોય રવિ શાસ્ત્રી હંમેશાં છવાયેલા રહ્યા છે. આ બંને પ્રસંગ વખતે માઇક રવિ શાસ્ત્રીના હાથમાં હતું.

રવિ શાસ્ત્રીએ 21 ફેબ્રુઆરી 1981 ના દિવસે ન્યૂઝીલેન્ડ સામે પોતાની પ્રથમ ટેસ્ટ રમ્યા હતા. બોલર તરીકે ટીમમાં સ્થાન હાંસલ કર્યા બાદ થોડા જ સમયમાં તે ઉપયોગી ઓલરાઉન્ડર બની ગયા.80 ટેસ્ટમાં 11 સદી ને 12 અડધી સદી સાથે 3380 રન ફટકાર્યા હતા તો સાથે સાથે 151 વિકેટ પણ ઝડપી હતી. આ ઉપરાંત 104 વન-ડેમાં ચાર સદી સાથે 3108 રન પણ તેમના નામે બોલે છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી નોંધાવનારા રવિ શાસ્ત્રીએ બરોડાના તિલકરાજની બોલિંગમાં એક ઓવરમાં છ સિક્સર ફટકારીને ગેરી સોબર્સના રેકોર્ડની બરાબરી કરી હતી.

એક કોચ તરીકે પણ રવિ શાસ્ત્રીને સફળતા મળી છે પરંતુ તેનો મોટા ભાગનો શ્રેય વિરાટ કોહલીની કપ્તાનીને આપવામાં આવે છે. 2017માં તેઓ પહેલી વાર ટીમ ઇન્ડિયાના કોચ બન્યા અને 2019માં આ કાર્યકાળ લંબાવવામાં આવ્યો હતો. તેમના કોચિંગ કાળમાં જ ભારતે પહેલી વાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતી હતી. આ ઉપરાંત સાઉથ આફ્રિકાના પ્રવાસમાં ભારતે 5-1થી વન-ડે સિરીઝ પણ જીતી હતી. આ જ ગાળામાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડમાં પણ ભારતે ટી20 સિરીઝ જીતી હતી.

Read Also

Related posts

રાજકોટ : ડોંડી ડેમ ઓવરફ્લો થતાં નવ દરવાજા ખોલવામાં આવ્યા, ન્યારી ડેમ-2 સતત બીજા દિવસે ઓવરફ્લો

Nilesh Jethva

કોરોનાથી જંગ જીતી ઘરે પરત આવતા વ્યક્તિનુ સ્વાગત કરવુ પડ્યુ ભારે, આ રીતે વધી મુશ્કેલી

Ankita Trada

શેરડીનાં ખેડૂતોના બાકી 20 હજાર કરોડ ચૂકવવા માટે મોદી સરકાર લેશે આ મોટો નિર્ણય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!