GSTV
Home » News » શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

શું રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફને હટાવવાની તૈયારી થઈ રહી છે, બીસીસીઆઈએ આપ્યો આ સંકેત

હાલમાં વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં મળેલી હાર બાદ કેટલીય પ્રકારની વાતો સામે આવી રહી છે. જેમ કે વનડે અને ટેસ્ટ ટીમ માટે અલગ કેપ્ટ્ન વગેરે વગેરે જેવી વાતો સામે આવી રહી છે. આ મામલે એવું લાગી રહ્યું છે કે બીસીસીઆઈ રવિ શાસ્ત્રી અને સપોર્ટ સ્ટાફની ફેરબદલી તો નથી કરવા જઈ રહ્યું. જણાવી દઈએ કે, રવિ શાસ્ત્રી સહિત બોલીંગ કોચ ભરત અરૂણ, સહાયક કોચ સંજય બાંગર અને ફિંલ્ડીગ કોચ શ્રીધરનો વર્લ્ડ કપ પછી 45 દિવસનો કાર્યકાળ વધારી દીધો હતો. આ 45 દિવસમાં 3 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ચાલવાવાળા વેસ્ટઈન્ડીઝના પ્રવાસનો સમાવેશ થાય છે.

રવિવારે સીઓએના અઘ્યક્ષ વિનોદ રાયે જણાવ્યું હતું કે ટીમ ઈન્ડીયાની વિશ્વકપના પ્રદર્શનની સમીક્ષા થશે. તો સમાચારે સોમવારે જોર પકડ્યું કે રોહિત અને વિરાટ વચ્ચે કપ્તાની વહેંચી શકાય છે. તો બીજી તરફ કોચને લઈને પણ બીસીસીઆઈએ પોતાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

જેને લઈને બીસીસીઆઈ ભારતના મુખ્ય કોચ અને સપોર્ટ સ્ટાફના સભ્યો સહિત બધા માટે ટૂંક સમયમાં જ અરજી બહાર પાડી શકે છે. આનો મતલબ એ છે કે, વેસ્ટઈન્ડિઝના પ્રવાસ બાદ રવિ શાસ્ત્રીએ ફરીવાર અરજી કરવી પડશે. જો કે ટ્રેનર શંકર બાસુ અને ફિઝિયો પૈટ્રિક ફરહાર્ટના ગયા બાદ નવા લોકોની ભરતી નક્કી જ છે. બીસીસીઆઈના અધિકારીના જણાવ્યા પ્રમાણે આવતા એક કે બે દિવસમાં ભરતી માટેની જાહેરાત બોર્ડની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. સપોર્ટ સ્ટાફ ઉપરાંત ટીમ મેનેજર માટે પણ અરજી મંગાવવામાં આવી શકે છે.

READ ALSO

Related posts

ફ્લિપકાર્ટના સેલમાં Apple iPhone XS પર મળી રહ્યુ છે બંપર ડિસ્કાઉટ, જાણો તેના ફીચર્સ

Mansi Patel

ચેકને લઇને RBIએ બદલી નાંખ્યો નિયમ, આ તારીખ સુધીમાં બદલાવી લો ચેકબુક નહીંતર…

Bansari

ટ્રંપ-મોદીનાં મેગા શોમાં બૉલીવુડ સ્ટાર્સને અપાયું આમંત્રણ, આ કલાકારો આવશે અમદાવાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!