GSTV
Home » News » મોદી સરકારના મંત્રીએ મંદી અને ફિલ્મોની કમાણીને જોડતુ નિવેદન પાછુ ખેંચ્યુ

મોદી સરકારના મંત્રીએ મંદી અને ફિલ્મોની કમાણીને જોડતુ નિવેદન પાછુ ખેંચ્યુ

કેન્દ્રના કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે પોતાનુએ નિવેદન પાછુ લીધુ છે જેમાં તેમણે દેશની મંદીની સ્થિતિને ફિલ્મોની કમાણી સાથે સાંકળી હતી.

ફિલ્મો 120 કરોડથી વધુ કમાણી કરે તો ક્યાં છે મંદી?

રવિશંકર પ્રસાદે ગઈકાલે કહ્યુ હતુ કે, ત્રણ હિન્દી ફિલ્મો એક જ દિવસમાં 120 કરોડ રૂપિયા કમાણી કરતી હોય તો મંદી ક્યાં છે? આ નિવેદનના પગલે વિરોધી પાર્ટીઓને ભાજપ પર અને સરકાર પર નિશાન તાકવાનો મોકો મળી ગયો હતો. કોંગ્રેસે તો કહ્યુ હતુ કે, રવિશંકર પ્રસાદે પહેલા અર્થતંત્રનો અભ્યાસ કરવો જોઈતો હતો અને પછી આ નિવેદન આપવુ જોઈતુ હતુ.

નિવેદન પાછુ ખેંચ્યું

જોકે એ પછી પ્રસાદે પોતાનુ નિવેદન પાછુ ખેંચ્યુ છે. તેમણે કહ્યુ છે કે, ફિલ્મોની કમાણીને મંદી સાથે જોડતુ મારૂ નિવેદન તથ્યોની રીતે જોવામાં આવે તો સાચુ છે. મેં નિવેદન આપ્યુ હતુ કારણકે હું મુંબઈમાં હતો. મને ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર ગર્વ છે. જેનાથી લાખો લોકોને રોજગાર મળે છે અને ઈન્ડસ્ટ્રી ટેક્સના સ્વરુપમાં દેશના વિકાસમાં યોગદાન આપે છે.

મારા નિવેદનને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું

પ્રસાદે સાથે સાથે એમ પણ કહ્યુ હતુ કે, મારા નિવેદનને તોડી મરોડીને રજુ કરાયુ છે. મોદી સરકાર હંમેશા આમ જનતાની ભાવનાઓનુ સન્માન કરે છે. મારી વાતચીતનો વિડિયો સોશ્યલ મીડિયા પર મોજુદ છે. આમ છતા એક સંવેદનશીલ વ્યક્તિ હોવાના નાતે હું નિવેદન પાછું લઉં છું.

Read Also

Related posts

અહેમદ પટેલની મુસિબત વધી, 400 કરોડના હવાલા કૌભાંડમાં આઈટી કરશે પૂછપરછ

Karan

કોંગ્રેસમાં ગૃહયુદ્ધ વધ્યું, કદાવર નેતાએ મોદી સરકારનું ખુલ્લેઆમ કર્યું સમર્થન

Mansi Patel

પાકિસ્તાનને આ બે દેશોએ બચાવ્યું, ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવાના ઈમરાનના ઉધામા ન ફળ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!