GSTV

માંડ માંડ બચ્યા કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ, તાર સાથે હેલિકોપ્ટર અથડાતા પાંખિયું તૂટ્યું

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ એક વિમાન દુર્ઘટનામાં માંડ માંડ બચ્યા છે. હકીકતમાં આ ઘટના એવી છે કે, બિહાર વિધાનસભા ચૂંટણી અભિયાન દરમિયાન પટના એરપોર્ટ પરથી તેમનું હેલિકોપ્ટર તાર સાથે અડથાયુ હતું. જેના કારણે તેમના હેલીકોપ્ટરની બ્લેડ તૂટી ગઈ હતી. આ દરમિયાન તેમની સાથે મંગલ પાંડે અને સંજય ઝા પણ હાજર હતા.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ સાથેની દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે પટના એરપોર્ટ પરથી તેમનું હેલીકોપ્ટરનો એક પંખો નિર્માણાધીન સ્થળ પર ઓવરહેડ વાયરિંગ સાથે ટકરાઈ ગયુ હતું. જેના કારણે તેમના હેલીકોપ્ટરનો એક પંખો તૂટી ગયો હતો. જો કે, આ દુર્ઘટનામાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને કોઈ ઈજા થઈ નથી. રવિશંકર પ્રસાદ આ દુર્ઘટનામાં સુરક્ષિત છે.

આ ઘટના આજે સાંજે થઈ હતી, જ્યારે કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ ચૂંટણી અભિયાનમાંથી પટના પાછા આવ્યા હતા. આ દરમિયાન હેલીકોપ્ટર લેંડીંગ કરતા હેલિકોપ્ટરનો પંખો તાર સાથે ટકરાઈ ગયો હતો. જેના કારણે આ દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં તેમના હેલીકોપ્ટરના બે પાંખિયા પણ તૂટી ગયા હતા.

READ ALSO

Related posts

મધ્યપ્રદેશ પેટા ચૂંટણીને લઈને શિવરાજ સિંહ ચૌહાણે જનતાને આપ્યું કોરોના વેકસીનનું ‘ગાજર’

pratik shah

બિહારને સંભાળવા ગયેલા ભાજપના ફડણવીસ ફસાયા, મહારાષ્ટ્રમાં મોટા નેતાએ વિખવાદોના કારણે રાજીનામું આપ્યું

Dilip Patel

ધંધામાં આર્થિક તંગીમાં કે ઘર ખરીદવા માટે લોન લેતા પહેલા આ વાતનું રાખજો ધ્યાન

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!