GSTV
Home » News » જામીન પર રહેનાર લોકોને ‘મેં ભી ચોકીદાર’ જન આંદોલન બનતા મુશ્કેલીઃ રવિશંકર

જામીન પર રહેનાર લોકોને ‘મેં ભી ચોકીદાર’ જન આંદોલન બનતા મુશ્કેલીઃ રવિશંકર

RAVI-SHANKAR-PRASAD

કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે હું પણ ચોકીદાર અભિયાન અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કોંગ્રેસ પર  આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે, દેશમાં ચોકીદાર અભિયાન આજે જન આંદોલન બન્યું છે. દેશના તમામ લોકો ચોકીદાર અભિયાન સાથે જોઈ રહ્યા છે. પરંતુ કેટલાક લોકો જામીન પર છે તેઓ ચોકીદાર અભિયાનથી પરેશાન થયા છે.

જેમણે દેશના કરોડો ગરીબોને લૂંટ્યા છે તેઓ ચોકીદાર અભિયાનનો વિરોધ કરી રહ્યા છે. રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં મોટા કૌભાંડ કરવામાં આવ્યા અને દેશની ગરીબ જનતાને લૂંટવામાં આવી. ત્યારે ભાજપે 500 સ્થળ પર વીડિયો કોન્ફરન્સ દ્વારા પીએમ મોદીના હું પણ ચોકીદાર અભિયાનની શરૂઆત કરાવવાનો નિર્ણય લીધો છે.

રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, જે લોકો જેએનયુમાં ટુકડા ગેંગને સમર્થન આપે છે તેઓ ભાજપ પર ટિપ્પણી કરી રહ્યા છે. જેથી રાહુલ ગાંધી દેશની જનતા પાસે માફી માગે.

રવિશંકર પ્રસાદે પ્રિયંકા ગાંધીની ટિપ્પણી અંગે જણાવ્યું હતું કે, દેશમાં ચોકીદાર ગરીબ માટે નહીં પણ દેશને લૂંટનારા માટે છે. જેમનો જન્મ ધનાઢ્ય પરિવારમાં થયો હોય તેમને ચોકીદાર કોને જોઈએ તે  અંગે જાણ હોતી નથી.

Read Also

Related posts

આંતકવાદ સાફ કરવાની બૂમો પાડનાર BJPએ આતંકવાદના આરોપીને ટિકિટ આપી!

Alpesh karena

એક થપ્પડે ખરાબ કરી નાખ્યું આ અભિનેત્રીનું જીવન, ઘરમાંથી મળી ત્રણ દિવસ જુની સડેલી લાશ

Arohi

મોરબીમાં ઉદ્યોગકારોને પડ્યા પર પાટુ લાગવા જેવી સ્થિતિ

Alpesh karena