રવીપાક લેતા ખેડૂતોને સરકારે આપ્યો હાશકારો, ખેડૂતોએ આ નિયમનું કરવાનું રહેશે પાલન

રવિપાક પકવતા ખેડૂતોને સરકારે રાહત આપવાનો પ્રયાસ કર્યો છે. રવિ પાક માટે સરકારે નર્મદાનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે. તે માટે ખેડૂતોએ પાંચ નવેમ્બર સુધીમાં સંબંધિત કચેરીએ અરજી આપવાની થશે. સરકાર દ્વારા નર્મદા કમાન્ડ એરિયામાં પાણી આપવામાં આવશે. જે તે કેનાલ કમાન્ડ એરિયાના 50 ટકા ખેડૂતો અરજી કરે તો પાણી આપવામાં આવશે.

આ સિવાય રવિપાક કયા વિસ્તારમાં તૈયાર થયો અને કેટલુ પાણી જોઈએ તે માટેનો ડેટા એકઠો કરવાની પણ કવાયત કરવામાં આવશે. ગુજરાતમાં રવી સિઝનમાં 35 લાખ હેક્ટરમાં ખેતી થાય છે. જેમાં ઘઉં  મહત્વનો પાક છે. ગત વર્ષે ઉનાળું સિઝનમાં સિંચાઈ માટે પાણી અપાયું ન હતું.

રાજ્યમાં 12થી 13 લાખ હેક્ટરમાં ઉનાળુ સિઝનમાં ખેતી થાય છે. રાજ્યમાં 26 ટકા ઓછો વરસાદ વચ્ચે ગુજરાત સરકારે ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. રવી સિઝનમાં ઘઉં, ચણા અને રાઈ જેવા પાકને સરકારના આ નિર્ણયથી મોટું જીવતદાન મળી જશે.

આ સ્થિતિઓ વચ્ચે એ વાસ્તવિકતા છે કે, સરકારે કચ્છ જિલ્લાના 10 તાલુકા સહિત રાજ્યના 16 તાલુકાના આશરે 1337 ગામોને અછતગ્રસ્ત જાહેર કર્યાં છે, જ્યાં ઘાસચારો અને પાણી તથા રોજગારીની વ્યવસ્થા થઇ રહી છે. અન્ય તાલુકાઅો પ્રત્યે સરકારે ભેદભાવ દાખવતાં રૂપાણી સરકાર સામે ગુજરાતમાં ભારે અસંતોષનો માહોલ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter