GSTV

Tokyo Olympics / રેસલર રવિ દહિયાએ ઇતિહાસ રચ્યો, ફાઇનલમાં એન્ટ્રી મારતા ભારતને અપાવી શકે છે વધુ એક મેડલ

Last Updated on August 4, 2021 by Dhruv Brahmbhatt

રેસલર રવિકુમારએ ઇતિહાસ રચી દીધો છે. તેઓએ પુરૂષોના ફ્રીસ્ટાઇલ 57 kg વર્ગમાં કઝાકિસ્તાનના સનાવય નૂરિસ્લામને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. રવિએ આ સાથે જ સિલ્વર મેડલ પાક્કો કરી લીધો છે. રવિકુમાર શરૂઆતના મુકાબલામાં પાછળ પડી ગયા હતાં. ત્યારે 5-9થી પાછળ ચાલી રહ્યાં હતાં. જો કે, રવિ પાસે વાપસીનો મોકો હતો કારણ કે રેસલિંગમાં આ લીડ વધારે નથી હોતી. અહીં દર સેકન્ડમાં હાલત બદલાઇ જાય છે.

ભાલા ફેંક સ્પર્ધામાં નીરજ ચોપડાનું શાનદાર પ્રદર્શન

ભારતીય બોક્સર લવલીના બોરગોહેનએ સેમીફાઇનલમાં તુર્કીની મુક્કેબાજ બુસેનાજ સુરમેનેલી વિરૂદ્ધ હારનો સામનો કરવો પડ્યો છે. લવલીનાને બુસેનાજએ 5-0થી પરાજય આપ્યો છે. આ હાર બાદ તેઓએ માત્ર બ્રોન્ઝ મેડલથી જ સંતોષ કરવો પડ્યો. સેમીફાઇનલ મુકાબલામાં ભલે લવલીના હારી ગઇ છે પરંતુ તેઓએ નંબર 1 બોક્સરને તગડી ટક્કર આપી છે. એ સિવાય ભાલા ફેંક સ્પર્ધામાં નીરજ ચોપડાએ શાનદાર પ્રદર્શન કર્યું. તેઓએ જેવેલિન થ્રોની ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી લીધું છે. તેઓએ પ્રથમ જ પ્રયાસમાં 86.65 મીટર દૂર ભાલો ફેંક્યો હતો. તે પોતાના ગ્રુપમાં પ્રથમ સ્થાન પર રહ્યાં.

(નીરજ ચોપડા)

ભારતના ખાતામાં આવશે 4 મેડલ

રવિકુમાર દહિયાની જીત સાથે ભારતના ખાતામાં 4 મેડલ થઇ ગયા છે. રવિકુમાર સિવાય મીરાબાઇ ચાનુએ વેટલિફ્ટિંગમાં, પીવી સિંધુએ બેડમિન્ટનમાં અને લવલીના બોરગોહેનએ બોક્સિંગમાં મેડલ હાંસલ કર્યા છે.

લવલીના
(લવલીના)

લવલીનાએ વર્લ્ડ ચેમ્પિયન સામે ઘણો સંઘર્ષ કર્યો

લવલીના બોરગોહેને તેની સેમિફાઇનલ મેચમાં વર્લ્ડ ચેમ્પિયન તુર્કીના બુસેનાઝ સુરમેનેલી સામે હારી ગઇ છે. લવલીનાનો 0-5થી પરાજય થયો હતો. લવલીના ત્રણેય રાઉન્ડ 0-5થી હારી ગઈ. આ હાર સાથે, લવલીનાના અભિયાનનો અંત આવી ગયો છે. તેણે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડશે. લવલીના મેચ હારી ગઈ, પરંતુ તેણે વર્લ્ડ ચેમ્પિયન બુસેનાઝ સુરમેનેલીને જોરદાર ટક્કર આપી. લવલીનાએ સુરમેનેલીને ઘણા દમદાર પંચ પણ ફટકાર્યા હતા, પરંતુ આ ટર્કિશ દિગ્ગજ બોક્સર પાસે લવલીનાના દરેક પંચનો જવાબ હતો.

READ ALSO

Related posts

Big Breaking / વડાપ્રધાન મોદીના જન્મદિવસે ભારતની અનોખી સિદ્ધિ, રસીકરણમાં ચીનને પછાડી ભારતે બનાવ્યો વિશ્વવિક્રમ

Zainul Ansari

GST Council Meeting / ઘણી જીવન રક્ષક દવાઓને GSTમાંથી મુક્તિ, પેટ્રોલ-ડીઝલ પર લીધો આ નિર્ણય

Zainul Ansari

મોદી જન્મદિવસે ભેટ આપવાનું ચૂક્યા/ પેટ્રોલ રૂપિયા 28 અને ડીઝલ રૂપિયા 25 સસ્તું કરવાની હતી મોટી તક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!