GSTV

મારી થાળી કોઇએ તૈયાર કરીને પીરસેલી નથી, મારી થાળી મેં જાતે રાંધી, રવિ કિશને આપ્યો જયાને વળતો જવાબ

રવિ

ભોજપુરી ફિલ્મોના સુપર સ્ટાર અને ભાજપના સાંસદ રવિ કિશને પીઢ અભિનેત્રી કમ સાંસદ જયા બચ્ચનના એક વિધાનનો જડબાતોડ જવાબ આપતાં કહ્યું હતું કે મારી થાળી કોઇએ તૈયાર કરીને પીરસેલી નથી, મારી થાળી મેં જાતે રાંધી હતી. શિવસેના અને કંગના રનૌત વચ્ચે ચાલી રહેલી લમણાફોડના સંદર્ભમાં રાજ્યસભાના સાંસદ જયા બચ્ચને આજે સવારે કહ્યું હતું કે જે લોકોને બોલિવૂડે નામ આપ્યું છે એ લોકો આજે બોલિવૂડને ગટર કહે છે. જે થાળીમાં જમ્યાં એ થાળીમાં ગંદકી કરે છે.

જયા બચ્ચન પર ભડક્યો રવિ કિશન

આ શબ્દો સાંભળીને રવિ કિશન ઊકળી ઊઠ્યો હતો. એણે કહ્યું કે હું જયાજી પાસે આવી આશા રાખતો નહોતો. હું સેન્ટ્રલ હોલમાં જયાજી સામા મળે ત્યારે એમના ચરણ સ્પર્શ કરું છું. મને એમ કે મારી વાતને એ સમર્થન આપશે. મેં  ફક્ત એટલી માગણી કરી હતી કે બોલિવૂડમાં ડ્રગના કનેક્શન હોય તો એની વિગતવાર તપાસ થવી ઘટે છે કારણ તે ડ્રગ યુવા પેઢીને બરબાદ કરી રહી હતી.

દુનિયાભરની સૌથી મોટી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને એક સુનિશ્ચિત યોજના દ્વારા ખતમ કરવામાં આવી રહી હતી. જયાજીએ મારું વક્તવ્ય સાંભળ્યું નથી. મારો હેતુ ફિલ્મોદ્યોગને બચાવવાનો છે. મેં જે અવાજ ઊઠાવ્યો એમાં અમને સિનિયર સ્ટાર્સના સાથ સહકારની જરૂર હતી. ભલે જયાજીનો પક્ષ અમારા પક્ષ કરતાં જુદો હોય, ભલે એમના પક્ષના નીતિનિયમો અને વિચારો જુદાં હોય, દેશના યુવાનોને ડ્રગના સેવન દ્વારા ખોખલા ન કરી શકીએ.  ભલે મારી જિંદગી જોખમમાં આવી પડે. હું દેશના યુવાનોને ખોખલા નહીં થવા દઉં.

રવિ કિશને વધુમાં કહ્યું કે ફિલ્મોદ્યોગ અબજો રૂપિયાનું ટર્ન ઓવર કરે છે. મેં ગઇ કાલે જે વાત કરી એમાં મને સિનિયર કલાકારોના સપોર્ટની જરૂર હતી. એને બદલે મને જલિલ કરવામાં આવ્યો. આજ સુધીમાં મેં પણ 650 ફિલ્મો કરી છે અને કોઇના સપોર્ટ વિના આ સ્થઆને પહોંચ્યો છું. હું પણ જબરદસ્ત સંઘર્ષ કરીને ટોચ પર પહોંચ્યો છું.

Read Also

Related posts

ફિફાના રેન્કિંગમાં ભારતીય ફૂટબોલ ટીમ 109મા સ્થાને, બેલ્જિયમ મોખરે

Mansi Patel

ફફડાટ/ કોરોના વેક્સિન નહીં શોધાય તો વકરશે: 400 કરોડ લોકોને લાગશે ચેપ, 30 કરોડનાં થશે મોત

Ankita Trada

અમદાવાદની ખારીકટ કેનાલમાં ફેક્ટરીનું ગંદુ પાણી છોડાતા સ્થાનિકો પરેશાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!