GSTV
Gujarat Government Advertisement

કોરોના દર્દીઓની મદદ માટે સ્ટાર ખાન ત્રિપુટી નહીં પરંતુ આ હીરોઈને લંબાવ્યો હાથ, આટલા ઓક્સિજન સિલેન્ડર્સની કરી દીધી સગવડ

Last Updated on May 4, 2021 by Harshad Patel

કોરોના વાયરસ મહામારીમાં બોલિવૂડના સિતારાઓ પણ મદદે આવી રહ્યા છે. બોલીવુડની રવિના ટંડને જરૂરિયાતમંદ લોકો માટે મદદનો હાથ લંબાવ્યો છે. રવિનાએ કોરોના દર્દીઓ માટે 100 ઓક્સિજન સિલિન્ડરની સાથે મદદ માટે આગળ આવી છે. આ વાતની જાણકારી એક્ટ્રેસે પોતે જ કરી છે. આ ઉપરાંત તેણે પોતાની એક પોસ્ટમાં ઓક્સિજન સિલિન્ડરોની કાળાબજારી પર પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે.

સોશ્યલ મીડિયા પોસ્ટમાં કેટલાય નંબરો શેર કરીને લોકોની મદદ માટે અપીલ

રવીનાએ પોતાના સોશ્યલ મીડિયા પોસ્ટમાં કેટલાય નંબરો શેર કરીને લોકોની મદદ માટે અપીલ કરી છે. સાથોસાથ રવિના મદદ કરનારા લોકોનો આભાર વ્યક્ત કરતાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર જાણકારી આપી રહી છે. એક્ટ્રેસના દરેક પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

દિલ્હી મોકલવા માટે 100 ઓક્સિજન સિલિન્ડર તૈયાર

રવિના ટંડને આગળ કહ્યું છે કે હોસ્પિટલ બહુ વધારે પૈસા વસૂલી રહ્યા છે. એટલા માટે અમે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી રહ્યા છીએ. જે સીધા જરૂરિયાત મંદ લોકોને પહોંચાડી શકાય છે. દિલ્હી મોકલવા માટે 100 ઓક્સિજન સિલિન્ડર તૈયાર છે. તે આગળ લખે છે કે અમે અને અમારી ટીમ ઓક્સિજન કીટથી લઈને ઓક્સિજન કોન્સન્ટ્રેટર સુધી તમામ પ્રકારના સંસાધનો પહોંચાડવાના પ્રયાસો કરી રહ્યા છીએ. સંક્રમણ રોકવા માટે અમે પોલિસ અને એનજીઓ ના સંપર્કમાં છીએ. અમે આ મુશ્કેલ સમયમાં લોકોને મદદ કરવા અપીલ કરીએ છીએ.

સામાન્ય માણસની દુર્દશા કલ્પનાથી બહાર

એક્ટ્રેસે સિલેન્ડરો ની કાળાબજારી પર શર્મનાક કરાર આપ્યો છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે મને આશા છે કે આ કાળાબજારીઓને પકડીને તપાસના દાયરામાં લાવવા જોઈએ. તે ગીધ જેવા છે અને અમને ખઈ જાય છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં રવિનાએ લખ્યું, આજકાલ જે પણ થઈ રહ્યું છે તેના પર વિશ્વાસ કરવું મુશ્કેલ છે. આ એક વિનાશ જેવું છે. અમીર લોકો ઈન્જેક્શન અને ટ્રીટમેન્ટ માટે પૈસા ચૂકાવી રહ્યા છે. પરંતુ સામાન્ય માણસની દુર્દશા કલ્પનાથી બહાર છે. આ નિરાશ કરી દેનારી અને દિલ તોડી નાંખનારી શરમનાક દૃશ્ય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સાચવજો/ ” આ ઇજ બેન છે જેને હરાવવા આપડા રાજાશ્રીએ”… આ પ્રકારની કરી પોસ્ટ અને પોલીસ ઉઠાવી ગઈ

Bansari

મ્યુકરમાઈકોસિસ/ અમદાવાદ અને સુરતમાં 400 કેસ : કોરોના કરતાં પણ ખતરનાક છે રોગ, હવે રોજ વધશે 100 કેસ

Damini Patel

તાલાલા: પેસેન્જર પાસીંગ હોવા છતાં નિયમ વિરૂધ્ધ ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા દરરોજ કેરીનાં હજારો બોકસની હેરફેર, નાના માલવાહકોનો ધંધો ઠપ્પ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!