GSTV
Home » News » લગ્ન પહેલાં જ બે બાળકોની બની ચૂકી હતી માતા, અભિનેતા સાથે રહી ગઇ અધુરી પ્રેમ કહાની

લગ્ન પહેલાં જ બે બાળકોની બની ચૂકી હતી માતા, અભિનેતા સાથે રહી ગઇ અધુરી પ્રેમ કહાની

એક સમયની ટોપની અભિનેત્રી રવિનાટંડન કરોડોનાં દિલો પર રાજ કરતી હતી. જ્યારે અભિનેત્રી રવિના ટંડન હાલ લાંબા સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર છે. અને તે અભિનેત્રી હોવાની સાથે મોડલ અને નિર્માતા પણ છે. ત્યારે રવિનાને બોલીવૂડમાં ર૭ વર્ષ થઇ ચુકયા છે.

આટલા વર્ષો પછી પણ તેનો કરિશ્મા હજુ એવો ને એવો જ છે. અને કરોડો લોકોના દિલમાં હજુ પણ રાજ કરે છે. જ્યારે રવિનાની ફિલ્મો જેટલી ચર્ચાનો વિષય છે, તેટલો જે તેના અક્ષયકુમાર સાથેના સંબંધો પણ છે. હવે જાણીએ રવિના અને અક્ષયકુમારની અધુરી રહી ગયેલી પ્રેમકહાની વાત. ઉલ્લેખનીય છે કે એક સમય એવો હતો કે જયારે રવિનાનું દિલ અક્ષયકુમાર માટે ધબકતું હતુ. ત્યારે એવું કહેવાતું હતું કે તેમના પ્રેમ સંબંધની શરૂઆત ૧૯૯૪માં રીલીઝ થયેલી મોહરા ફિલ્મના શૂંટીગ દરમ્યાન થઇ હતી.

જ્યારે આ ફિલ્મ સુપરહીટ થઇ હતી. ત્યારે બંનેની જોડીને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મ બાદ બંને કેટલીય વખત એકબીજાના હાથમાં હાથ નાખી જોવા મળયા હતા. અને એ વખતે એવી પણ વાતો થવા લાગી હતી કે બંને હવે ગમે તે સમયે તેમના લગ્નની જાહેરાત કરી શકે છે.

એક સમયે તો રવિનાએ ફિલ્મો સાઇન કરવાનું પણ બંધ કરી દીધું હતું. ત્યારે ૧૯૯૯માં એક ખાનગી મેગેઝીની એક મુલાકાતમાં રવિનાએ એવું જણાવ્યું હતું કે અક્ષયે મને કીધું છે કે ફિલ્મના અંતિમ શૂટીંગ પછી તે મારી સાથે લગ્ન કરી લેશે પરંતુ એવું થયું નહી. ત્યારે તે સમયે એવી વાતો પણ વહેતી થઇ હતી કે અક્ષય રવિનાની સાથે શિલ્પા શેટ્ટી સાથે પણ પ્રેમમાં છે.

જ્યારે આ સંબધથી રવિના ખૂબ જ પરેશાન થઈ ગઇ હતી. અને તેનાજ કારણે જ તેણે અક્ષય સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. ત્યાર બાદ રવિનાએ અનિલ થડાણી સાથે લગ્ન કરી લીધા. જ્યારે રવિનાટંડન અનિલ થડાણીની બીજી પત્ની છે. બંનેએ રાજસ્થાનમાં રર ફેબ્રુઆરી ર૦૦૪માં લગ્ન કરી લીધા હતા. લગ્ન પહેલા રવિનાએ બે બાળકીઓને દત્તક લીધી હતી. અને તેમના નામ પૂજા અને છાયા છે. લગ્ન બાદ રવિનાને અનિલથી બે બાળકો રશા અને રણવીર છે. જો કે રવિનાનો બે દિકરીઓ પ્રત્યેનો પ્રેમ ઓછો થયો નથી.

READ ASLO

Related posts

કાશીનો પ્રસાદ મને શક્તિ આપે છે: PMનાં આગમનથી સમગ્ર વારાણસી કેશરીયા નગરી બની

Riyaz Parmar

5 વર્ષમાં PM મોદીએ વારાણસીની કાયાપલટ કરી નાંખી, આ છે વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ

Riyaz Parmar

વિશ્વ પ્રસિદ્ધ ઘડિયાળ કંપની ટગ હુયર અમદાવાદમાં, નવી એડિશન લોન્ચ

Path Shah