GSTV

BJP નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત પર ઉઠયા સવાલ તો સંજય રાઉત બોલ્યા, “અમે દુશ્મન નથી”

શિવસેના સાંસદ સંજય રાઉતે આખરે કબુલ્યું છે કે તેમને શનિવારે મુંબઈની એક હોટલમાં BJP પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ કેટલાંક મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. તેઓ પૂર્વ સીએમ છે અને તે ઉપરાંત તેઓ મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા છે અને BJPના બિહારના પ્રભારી છે. જણાવી દઈએ કે રાઉત અને ફડણવીસ વચ્ચે મુલાકાત બાદ મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં અટકળો તેજ થઇ ગઈ હતી.

સંજય રાઉતે આપ્યું નિવેદન

સંજય રાઉતે આ મુલાકાત પર જણાવ્યું હતું કે અમારી વચ્ચે વૈચારિક મતભેદ હોઈ શકે પરંતુ અમે દુશ્મન નથી. સીએમને અમારી બેઠક વિષે જાણકારી હતી. રાઉતે મુંબઈની એક હોટલમાં ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. રાઉત ગત વર્ષે વિધાનસભા ચૂંટણી બાદ સત્તા વહેંચણીની ફોર્મ્યૂલાને લઈને BJP વિરોધી વલણને લઈને ખાસ્સા ચર્ચામાં આવ્યા હતા,

હું તે એનડીએને એનડીએ નથી માનતો: રાઉત

રાઉતે જણાવ્યું કે શિવસેના અને અકાલીદળ એનડીએના મજબૂત સ્તંભ હતા. શિવસેનાને મજબૂરીમાં એનડીએમાંથી બહાર થવું પડ્યું હતું. હવે અકાલી દળ પણ બહાર નીકળી ગયું છે. એનડીએને હવે નવા સાથીદારો મળી ગયા છે. હું તેમને શુભેચ્છાઓ આપું છું. જે ગઠબંધનમાં શિવસેના અને અકાલી દળ નથી તેને હું એનડીએ નથી માનતો.

BJP નેતા દેવેન્દ્ર ફડણવીસ

આ મુલાકાત રાજકીય નથી : ભાજપ પ્રવક્તા

તો, મહારાષ્ટ્ર ભાજપના મુખ્ય પ્રવક્તા કેશવ ઉપાધ્યાયએ જણાવ્યું કે આ મુલાકાતનો કોઈ રાજકીય અર્થ નથી. તેમને ટ્વીટ કરતા કહ્યું કે રાઉતે સામના માટે ફડણવીસના સાક્ષાત્કાર લેવાની ઈચ્છા વ્યકત કરી હતી અને આ મુદ્દે ચર્ચા કરવા માટે આ મુલાકાત કરવામાં આવી હતી.

સામના માટે સાક્ષાત્કાર

પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે ફડણવીસે રાઉતને જણાવ્યું કે તેઓ બિહારમાં ચૂંટણી પ્રચાર કરી પરત ફર્યા બાદ તેમને મળશે. આ મુલાકાતનો કોઈ રાજકીય સંદર્ભ નથી. શિવસેના અને BJP ગત વર્ષે વિધાનસભા ચૂંટણી સાથે મળીને લડી હતી. પરંતુ, ચૂંટણી બાદ સત્તામાં ભાગીદારીને લઈને ઉદ્ધવ ઠાકરે એ ભાજપ છોડી દીધું હતું અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

ડુંગળીની કિંમતોને નિયંત્રણ કરવા માટે સરકારે 15 ડિસેમ્બર સુધી આપી આયાત નિયમોમાં ઢીલ

Mansi Patel

દુશ્મનોની અભેદ ટેંકને 10 કિ.મી. દૂરથી તોડી પાડે તેવી ઘાતક મિસાઈલ ભારત વિકસાવી રહ્યું છે, ભારતીય આર્મી સજ્જ

Dilip Patel

યુઝર્સ પર કમ્પ્યુટર હાઈજેક થવાનો ભય વધ્યો, ગૂગલે જાહેર કર્યા PATCH

Karan
Do NOT follow this link or you will be banned from the site!