GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

બાપ રે આવી ઐયાશી, એક રાતમાં સીએમના ભાણેજે 8 કરોડ ઉડાવી દીધા

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથના ભાણેજ રતુલ પુરીએ અમેરિકાની એક નાઇટક્લબમાં એક રાતમાં 7.8 કરોડ રૂપિયા ખર્ચ્યા હોવાની વિગત ઇ.ડી.(એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)ની તપાસમાં બહાર આવ્યું છે. રતુલ પુરી સામે ચાલી રહેલા મની-લોન્ડરિંગ કેસમાં તેના નાણાંકીય વ્યવહારોની વિગતો તપાસતા આ વાત બહાર આવી છે અને ચાર્જશીટમાં પણ આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઇ.ડી.ની ચાર્જશીટમાં લખવામાં આવ્યું છે રતુલ પુરીના નાણાકીય વ્યવહારોની ચકાસણી કરતા બહાર આવ્યું છે કે ભારતની અને વિદેશની વૈભવી હોટેલોમાં રોકાવાના બિલ પેેટે જંગી રકમોના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે.

અમેરિકાના પ્રોવોકેટર નામના નાઇટ ક્લબમાં એક જ રાતમાં રતુલ પુરીએ 11 લાખ ડૉલર એટલે કે 7.8 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. ચાર્જશીટમાં તેના સાથીદારો ઉપરાંત તેની કંપની મોઝરબિયરનું પણ નામ છે. ઇ.ડી.નો દાવો છે કે રતુલ પુરીએ વર્ષ 2011થી  2016 દરમિયાન વૈભવી જીવન જીવવા અને ઠાઠમાઠ માટે રૂપિયા 45 લાખ ડૉલર એટલે કે 32 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા.

ચાર્જશીટમાં કરવામાં આવેલા અંદાજ મુજબ રતુલ પુરીએ આશરે રૂપિયા આઠ હજાર કરોડનું મની લોન્ડરિંગ કર્યુ છે.  ઇ.ડી.નો એવો પણ આક્ષેપ છે કે મોઝરબિયર કંપનીને બેન્કો તરફથી મળેલી લોનની રકમ તેની સબસિડરી કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ પ્રકારની ટ્રાન્સફર દ્વારા મની લોન્ડરિંગ થઇ શકે તેમાટે નકલી કંપનીઓ બનાવવામાં આવી હતી. ચાર્જશીટમાં 12 જેટલી નકલી કંપનીઓના નામ છે જેમાં લોનની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.

Read Also


Related posts

અમારી સાથે 30 ધારાસભ્યો, અશોક ગહેલોત ફ્લોર ટેસ્ટ સાબિત કરે

Pravin Makwana

લક્ઝુરિયસ કાર ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ, દિલ્હી ક્રાઇમ બ્રાંચે વડોદરામાં ઓપરેશન પાર પાડ્યું

Nilesh Jethva

લદ્દાખના ચુશૂલમાં કાલે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરિય વાતચીત, લેફ્ટિનેંટ જનરલ સ્તરની બેઠક

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!