GSTV
Home » News » હિંમત પાટીદારની હત્યામાં નવો વળાંક, 20 લાખના વીમા માટે કરી દીધુ આ કારસ્તાન

હિંમત પાટીદારની હત્યામાં નવો વળાંક, 20 લાખના વીમા માટે કરી દીધુ આ કારસ્તાન

મધ્ય પ્રદેશમાં RSS કાર્યકર્તાની હત્યાનાં બનાવે સનસનાટી ફેલાવી છે. ત્યારે આ મામલે નવો વળાંક આવ્યો છે. મધ્યપ્રદેશનાં રતલામમાં સંઘ કાર્યકર હિંમત પાટીદારની હત્યા કેસમાં પોલીસને નવી કડી મળી છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ હિંમતે જાતે પોતાની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું.તેણે પોતાનાં ગામની એક વ્યક્તિની હત્યા કરીને ખુદ લાપતા બની ગયો હતો. લાશની ઓળખ છુપાવવા માટે હિંમતે લાશનો ચહેરો બાળી નાંખ્યો હતો.

પોલીસે મૃતદેહનો DNA ટેસ્ટ કરાવતા સમગ્ર વિગતો બહાર આવી હતી. મૃતક હિંમત પાટીદાર નહિ પરંતુ તેનાં જ ગામનો રહેવાસી મદન માલવિયા હોવાનું બહાર આવ્યું. જો કે પોલીસે મૃતક મદન માલવીયાને હિંમતની હત્યાનો આરોપી માનીને તેને શોધી રહી હતી. પોલીસને મદન પર શંકા એટલા માટે હતી કે તે પાટીદારની હત્યા બાદ લાપતા થયો હતો. પરંતુ ડીએનએ તપાસમાં ખબર પડી કે મૃતક મદન માલવીયા જ હતો.

જો કે મદન માલવીયાનો મૃતદેહ મળી આવતા પોલીસે અલગ એંગલ થી તપાસ શરૂ કરી તો સત્ય સામે આવ્યું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે સંઘનાં પૂર્વ કાર્યવાહક હિંમત પાટીદાર 20 લાખનાં દેવામાં ડુબી ગયો હતો. દેવાને કારણે તેણે પોતાની હત્યાનું ખતરનાક તરકટ રચ્યું. તેની સાથે અદાવત રાખવા વાળા ગામનાં જ મદન માલવીયાને બરહેમીપૂર્વક કતલ કરી નાંખ્યો.

રતલામ એસપી ગૌરવ તિવારીએ જણાંવ્યું કે તપાસમાં ખબર પડી છે કે, હિંમતે ડિસેમ્બર 2018માં 20 લાખ રૂપિયાનો વિમો ઉતરાવ્યો હતો. તેની ઉપર 10 લાખ રૂપિયાનું દેવું હતું. આ કારણ થી જ તેણે ષડયંત્ર રચીને મદન નામની વ્યક્તિની હત્યા કરી નાંખી. બાદમાં લાશની ઓળખ છુપાવવાનો પ્રયત્ન કર્યો.

ગત સપ્તાહે બુધવારનાં રોજ હિંમત પાટીદારનાં ખેતરમાં થી એક લાશ મળી આવી હતી. જેનો ચહેરો બાળી નાંખવામાં આવ્યો હતો. મૃતદેહ પાસેથી જ હિંમત પાટીદારનું મોટરસાઈકલ મળી આવ્યું હતું. ત્યારબાદ પોલીસને બોલાવીને લાશની ઓળખ કરવામાં આવી. હિંમત પાટીદારનાં પિતા લક્ષ્મીનારાયણ અને તેનાં પિતરાઈ સુરેશે લાશ ઓળખી બતાવી. હિંમત પાટીદારની હત્યાનાં સમાચાર મળતા જ હિન્દુવાદી સંગઠનોએ ઉહાપોહ મચાવ્યો હતો.

જો કે પોલીસ તપાસમાં ખબર પડી કે તેના ગામનો અન્ય યુવાન મદન માલવિયા ગાયબ છે. ત્યાર બાદ પોલીસે મદનને હત્યાનો આરોપી સમજીને તેની શોધખોળ શરૂ કરી. મહત્વનું છે કે ડીએનએ તપાસને અંતે આ હત્યાકેસની સત્ય હકીકત બહાર લાવી દીધી.

કોંગ્રેસ સાધ્યુ નિશાન

આ હત્યા કેસમાં ભાજપે કમલનાથ સરકાર પર રાજકિય હત્યાનો આરોપ લગાવ્યો હતો. જો કે પોલીસ તપાસમાં સાચી હકિકત બહાર આવતા કોંગ્રેસે પણ ભાજપ પર પલટવાર કર્યો છે. કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર સુલજાએ ટ્વીટ કરતા જણાંવ્યું કે, “મંદસૌરમાં ભાજપ કાર્યકરે જ ભાજપ નેતાની હત્યા કરી. ભોપાલમાં ભાજપ પદાધિકારી જુગાર રમતા પકડાયા. રતલામમાં RSS કાર્યકર હિંમત પાટીદારની હત્યામાં નવો વળાંક, DNA રિપોર્ટમાં ખુલ્યું લાશ હિંમત પાટીદારની નથી.”

Related posts

વર્ષો સુધી ફિલ્મોથી દુર હતી આ એક્ટ્રેસ, લગ્ઝરી કાર છોડી ઓટોમાં સફર કરતા દેખાઈ

Kaushik Bavishi

યુવકને ફસાવીને પહેલા બનાવ્યા શારીરીક સંબંધ, પછી વિડીયો બનાવીને કર્યું એવું કે…

GSTV Desk

22 વર્ષની યુવતીને થયો પ્રેમ, 6 વખત સેક્સ કર્યા બાદ ખ્યાલ આવ્યો કે…

Mayur
Do NOT follow this link or you will be banned from the site!