GSTV
Business Trending

સરકારે રાશનને લઈને બનાવ્યા આ નવા નિયમો, રાશનની દુકાનમાં હવે નહીં થાય છેતરપીંડીઃ રાશનકાર્ડ ધારકો ખાસ જોઈ લે

જો તમે રાશનકાર્ડ ધારક છો અને સરકારી રાશનનો લાભ લઈ રહ્યા હોવ તો આ સમાચાર ખાસ વાંચજો. સરકારે રાશન લાભાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને જરૂરી નિયમો બનાવ્યા છે. વાસ્તવમાં, રાશનના દુકાનદાર ઘણી વખત વજનમાં ગડબડ કરીને ઓછું રાશન આપે છે. તેથી, સરકારે હવે રાશનની દુકાનો પર ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ ફરજિયાત બનાવ્યું છે.

રાશન

વિભાગે લાગુ કર્યા છે જરૂરી નિયમો

નોંધનીય છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત રાશનના લાભાર્થીઓને રાશનની યોગ્ય માત્રા મળે, એના માટે કેન્દ્ર સરકારે રાશનની દુકાનો ઉપર ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ ઉપકરણોને ઈલેક્ટ્રોનિક સ્કેલ સાથે જોડવાનું ફરજિયાત બનાવ્યું છે. સરકારે લાભાર્થીઓ માટે ખાદ્યાન્ન તોલવા સમયે રાશનની દુકાનોમાં પારદર્શિતા વધારવા અને વજનની ઘટની ચોરીને રોકવા માટે આ પગલું ભર્યું છે.

સરકારના જણાવ્યા અનુસાર, લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા સંચાલનની પારદર્શિતામાં સુધારના માધ્યમથી કાયદાની કલમ 12 હેઠળ અનાજ તોલમાં સુધારો કરીને પ્રક્રિયાને આગળ વધારવાનો પ્રયાસ છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ, સરકાર દેશના લગભગ 80 કરોડ લોકોને અનુક્રમે 2-3 રૂપિયા પ્રતિ કિલોના સબસિડીવાળા દરે વ્યક્તિ દીઠ પાંચ કિલોગ્રામ ઘઉં અને ચોખા (ખાદ્ય અનાજ) આપી રહી છે.

જાણો શું બદલાયું?

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, ઈપીઓસ ઉપકરણો દ્વારા રાશન આપનારા રાજ્યોને પ્રોત્સાહિત કરવા માટે ક્વિન્ટલ દીઠ રૂ. 17.00 ના વધારાના નફા સાથે બચતને પ્રોત્સાહન આપવા માટે ફૂડ સિક્યુરિટી 2015 ના પેટા-નિયમ (2) ના નિયમ 7 માં સુધારો કરવામાં આવ્યો છે. નવા નિયમ હેઠળ, પોઈન્ટ ઓફ સેલ ડિવાઈસની ખરીદવા માટે અને તેની જાળવણી ખર્ચ માટે અલગ માર્જિન આપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu

સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Zainul Ansari

બોલિવુડ/ અક્ષય કુમારની આ ફિલ્મ સામે કરણી સેનાનો વિરોધ, નિર્માતાઓ જોડે ફિલ્મના ટાઈટલ બદલવાની કરી માંગ

Binas Saiyed
GSTV