GSTV

ખુશખબર / સરકારે ફરી શરૂ કરી છે રાશનકાર્ડ ધારકોને મફતમા અનાજ આપવાની યોજના, જાણો કેવી રીતે મળશે આ યોજનાનો લાભ…?

ration

Last Updated on October 23, 2021 by Zainul Ansari

કોરોના મહામારીના કારણે લોકોને ઘણુ બધુ નુકશાન પહોંચ્યુ છે. ઘણા લોકોએ આ મહામારીમા પોતાના સ્વજનો ગુમાવ્યા છે તો ઘણા લોકોએ પોતાના ધંધા અને નોકરી ગુમાવ્યા છે. આ કારણોસર જે ઘરોમા કોઈ એક વ્યક્તિ જ કમાવનાર હોય તેની તો આવકનો સ્ત્રોત જ ખતમ થઇ ગયો છે અને તેનો પરિવાર એક-એક રૂપિયાનો મોહતાજ બની ગયો છે. ત્યારે હાલ સરકાર આવા લોકોની મદદે આવી છે અને આ લોકોને મફતમા રાશન પૂરુ પાડવાનું કાર્ય કરી રહી છે.

રાશનકાર્ડ

જાણો ક્યારે અને કેટલુ અનાજનું થશે વિતરણ?

લોકડાઉનમા રાશન માટે લોકોએ અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આ સમસ્યાઓને ધ્યાનમા રાખીને સરકાર દ્વારા હાલ એક ખુબ જ મહત્વપૂર્ણ નિર્ણય લેવામા આવ્યો છે અને જે લોકો પાસે રાશનકાર્ડ નથી તે લોકોને પણ મફતમા રાશન આપવા માટે આપવાની યોજના બનાવી છે. આ યોજના અંતર્ગત હાલ આવનાર સમયમા જ ફ્રી રાશન વિતરણનો બીજો તબક્કો પણ ટૂંક સમયમા જ શરુ થશે. તો ચાલો આ અંગે હજુ થોડી વધુ માહિતી મેળવીએ.

એક કાર્ડ પર કેટલુ રાશન મળશે?

યુપીમા 31 ઓક્ટોબર સુધી દરેક રાશનકાર્ડધારકને 3 કિલો ઘઉં અને 2 કિલો ચોખા આપવામા આવશે. જ્યારે અંત્યોદય રાશનકાર્ડ ધારકને એક કાર્ડ દીઠ 20 કિલો ઘઉં અને 15 કિલો ચોખા આપવામા આવશે. તમે પણ કોરોના ગાઇડલાઇનનું પાલન કરીને રાશનની દુકાને જઈને તમને સરકાર તરફથી મળતા આ રાશનનો લાભ લઇ શકો છો. રાશનકાર્ડ ધરાવતો દરેક વ્યક્તિ સવારના 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી રાશનની દુકાને જઈને ઘઉં અને ચોખા લઇ શકે છે.

રાશન

ક્યાં સુધી મળશે રાશન ?

કોરોના સંકટમા સરકાર તરફથી ગરીબ લોકોની જરૂરિયાતોને ધ્યાનમા રાખીને આ યોજના શરુ કરવામા આવી હતી. આ યોજના અંતર્ગત રાશનકાર્ડ ધારકોને ત્રણ કિલો ઘઉં અને બે કિલો ચોખા આપવામા આવે છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા હોવ તો 31 ઓક્ટોબર સુધીમાં લઇ શકો છો. 31 ઓક્ટોબર સુધી તમને સરકાર મફતમા અનાજ આપશે.

Read Also

Related posts

Engagement / શાર્દુલ ઠાકુરે ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ; ફોટો-વિડીયો આવ્યા સામે, લગ્નના પ્લાનનો પણ થયો ખુલાસો

Vishvesh Dave

NHAI Recruitment / ગ્રેજ્યુએટ્સ માટે ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણમાં નોકરી કરવાની સુવર્ણ તક, ફટાફટ કરો અરજી

Zainul Ansari

ઓલ્ડ ઇઝ ગોલ્ડ / તમારી પાસે પણ છે આ 2 રૂપિયાનો સિક્કો? તો તમે પણ થઇ શકો છો માલામાલ, જાણો કેવી રીતે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!