GSTV

ખૂબ જ અગત્યના સમાચાર/ જો આ કાર્ડ આપની પાસે નથી તો પછી ભૂલી જાવ કે મોદી સરકાર રૂપિયા આપશે, વર્ષે દરેકને મળે છે 6 હજાર રૂપિયા

બિઝનેસ

Last Updated on November 19, 2021 by Pravin Makwana

સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નિયમોમાં ફેરફાર કર્યો છે. પીએમ કિસાન યોજનામાં થતી છેતરપિંડી માટે સરકારે આ કાર્ડ ફરજિયાત બનાવ્યું છે. હવે ખેડૂતોએ અન્ય દસ્તાવેજો સાથે રેશનકાર્ડ આપવાના રહેશે. આ વિના હપ્તો મળશે નહીં.

રેશનકાર્ડ નંબર આવ્યા બાદ જ પતિ કે પત્ની અથવા તે પરિવારના કોઈપણ એક સભ્યને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળી શકશે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, યોજના હેઠળ નવા રજીસ્ટ્રેશન પર રેશન કાર્ડ નંબર આપવો ફરજિયાત રહેશે. આ સિવાય દસ્તાવેજની સોફ્ટ કોપી બનાવીને પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે.

money

હવે આ દસ્તાવેજો આપવા પડશે

જો તમે પીએમ કિસાન યોજના હેઠળ પ્રથમ વખત નોંધણી કરાવો છો, તો અરજદારે રેશન કાર્ડ નંબર અપલોડ કરવાનો રહેશે. આ સિવાય પીડીએફ પણ અપલોડ કરવાની રહેશે. હવે આધાર કાર્ડ, બેંક પાસબુક અને રાશન કાર્ડની હાર્ડ કોપી ફરજિયાત સબમિટ કરવાની સુવિધા દૂર કરવામાં આવી છે. તેનાથી સ્કીમ હેઠળ કરવામાં આવતી છેતરપિંડી ઓછી થશે. ઉપરાંત, નોંધણી પહેલા કરતા વધુ સરળ બનશે.

ખેડૂતો

આ તારીખે હપ્તો આવશે

સરકારે PM કિસાન (PM કિસાન સન્માન નિધિ યોજના) યોજનાનો 10મો હપ્તો બહાર પાડવાની તારીખ નક્કી કરી છે. હપ્તા ટ્રાન્સફર કરવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતોએ આ યોજનામાં અગાઉથી નોંધણી કરાવી લેવી જોઈએ જેથી કરીને તેઓ 10મા હપ્તાનો લાભ લઈ શકે. કેન્દ્ર સરકાર 15 ડિસેમ્બર, 2021 સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 10મો હપ્તો બહાર પાડવાની યોજના બનાવી રહી છે. સરકારે ગયા વર્ષે 25 ડિસેમ્બર 2020ના રોજ ખેડૂતોને નાણાં ટ્રાન્સફર કર્યા હતા.

બેંક

યોજના હેઠળ રકમ

પીએમ કિસાન યોજના હેઠળ દેશભરના કરોડો ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. સરકાર આ રકમ ખેડૂતોના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરે છે. જો તમે પણ ખેડૂત છો પરંતુ આ યોજનાનો લાભ લઈ શકતા નથી, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે PM કિસાન સન્માન નિધિમાં તમારું નામ પણ નોંધાવી શકો છો, જેથી તમે સરકારની યોજનાનો લાભ લઈ શકો.

READ ALSO

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!