GSTV

કામના સમાચાર/હજુ સુધી રેશન કાર્ડ આધાર સાથે નથી કરાવ્યું લિંક, ફટાફટ કરી લો નહિ તો થઇ જશે બંધ

રેશન

Last Updated on February 15, 2021 by Mansi Patel

કોરોના કાળમાં ગરીબોને કેન્દ્ર સરકાર ફ્રી રાશન આપી રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ ફ્રીમાં અનાજ આપવાની સ્કીમ બંધ થઇ ગઈ છે. પરંતુ કેટલાક રાજ્યોમાં ફ્રીમાં રાસન હજુ પણ આપવામાં આવી રહ્યું છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ફ્રી રાશન આપવાની યોજના વર્ષ 2021 સુધી વધારી દેવામાં આવી છે. તો બીજી બાજુ રાજસ્થાનમાં બેસહારા અને જરૂરિયાતમંદ પરિવાર જે ખાદ્ય સુરક્ષા યોજનામાં સામેલ નથી, એમને એક વાર ફરી નિઃશુલ્ક 10 કિલો ઘઉં અને પ્રતિ રેશન કાર્ડ 2 કિલો ચણા વિતરણ કરવાનું કામ રાજ્ય સરકાર કરી રહી છે. આ વિતરણ રાશનની દુકાન પર શરુ કરી દેવામાં આવ્યું છે.

અહીં અમે તમને રેશન કાર્ડથી સંબંધિત કેટલીક ખબર અને વાત જણાવશું જે તમારા કામની છે. કેન્દ્ર સરકારના નિર્દેશ પર ઘણા રાજ્યોમાં રેશન કાર્ડને આધાર અથવા બેન્ક ખાતા સાથે લિંક કરવાનું કામ ચાલી રહ્યું છે. એટલું જ નહિ નવા રેશન કાર્ડ સાથે જુના રેશન કાર્ડમાં નામ જોડવું અને હટાવવાનું કામ ચાલી રહ્યું છે.

આ રાજ્યોમાં કામ ચાલુ

જો તમારો રાશન કાર્ડ આધાર અથવા બેન્ક ખાતા સાથે હજુ સુધી લિંક થયું ન હોય અથવા કેટલાક દિવસથી તમારો રેશન કાર્ડ સસ્પેન્ડમાં જતો રહ્યો છે તો તમે ખાસ સાવધાન થઇ જાઓ. 31 માર્ચ સુધી પોતાનો રેશન કાર્ડ અપડેટ કરાવી લેવો. અહીં જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા, બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ અને દિલ્હી-NRCમાં રેશન કાર્ડ અપડેટ કરવાને લઇ કામ ચાલુ છે. બિહાર સરકારે ખાદ્ય તેમજ ઉપભોક્તા સરંક્ષણ વિભાગે આ સબંધમાં સૂચના જારી કરી છે. બિહારમાં 31 માર્ચ સુધી આધારથી રેશન કાર્ડ લિંક નથી થયો તો તમારો રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે.

31 માર્ચ અંતિમ ડેટ

દેશના ઘણા રાજ્યોને આપૂર્તિ કાર્યાલયોમાં જઈ અથવા ઘરે બેઠા ઓનલાઇન રેશન કાર્ડ લિંક કરી શકો છો. કેન્દ્ર સરકારના નિર્દેશ પર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ રેશન કાર્ડ પર તમામ પરિવાહિક સદસ્યોના આધાર નામાબર હવે જરૂરી છે. 31 માર્ચ 2021 એની અંતિમ તારીખ છે. આ તારીખ પછી તમારો કાર્ડ બ્લોક થઇ જશે.

ટોલ ફ્રી નંબર

તમે ટોલ ફ્રી નંબર 18003456194 અથવા 1967 નંબર પર કોલ કરી જાણકારી લઇ શકો છો. આ નંબર પર તમને રેશન કાર્ડ અંગે તમામ જાણકારી આપવામાં આવશે.

Read Also

Related posts

Fraud / ૪૩ વર્ષ પહેલાં શેર ખરીદીને ભૂલી ગયા પિતા, તેનું મૂલ્ય 1,448 કરોડ થઈ ગયું

Damini Patel

ચીનની સૌથી મોટી રીયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે નાદારીના આરે, રૂ.23 લાખ કરોડનું દેવું

Damini Patel

ખીરની રેસિપી : પિતૃપક્ષ પર ભોગ લગાવવા માટે ખીર છે લોકપ્રિય મીઠાઈ, આજે જ જાણો રેસિપી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!