GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

જય જગન્નાથ / રથયાત્રાને લઈ ટ્રાફિક વિભાગનું વિશેષ આયોજન, આ રસ્તાઓ રાતથી કરવામાં આવશે બંધ

રથયાત્રા

જગન્નાથજીના ૧૪૫મી રથયાત્રા દરમિયાન ટ્રાફિક વિભાગે વિશેષ આયોજન કર્યું છે. જેમાં રથયાત્રાના રૂટને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. આ સાથે રથયાત્રાના રૂટનો રસ્તો રાતથી બંધ કરવામાં આવશે અને જ્યાં સુધી રથયાત્રા નીજમંદિરે ન પહોંચે ત્યાં રસ્તો બંધ રહેશે. આ ઉપરાંત, કાલુપુર રેલવે સ્ટેશન પર આવવા માટે વિવિધ પોઇન્ટ પરથી ઇ રીક્ષા તેમજ એએમટીએસની બસ પણ ઉપલબ્ધ કરાવવા આયોજન કરાયું છે.

રથયાત્રા

જગન્નાથજી મંદિરથી જમાલપુર, વૈશ્ય સભા, ખમાસા, ગોળલીમડા, આસ્ટોડીયા ચકલા, મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડીયા,ખાડીયા ચાર રસ્તા,પાંચ કુવા, કાલુપુર સર્કલ, કાલુપુર ઓવરબ્રીજ,સરસપુર દરવાજા, જોર્ડન રોડ, શાહપુર દરવાજા, શાહપુર ચકલા, રંગીલા ચોકી, આર સી હાઇસ્કૂલ, ધી કાંટા, માણેક ચોક શાક માર્કેટ , દાણાપીઠ અને ખમાસાનો રૂટ તારીખ ૩૦ના રાતના ૧૨ વાગ્યાથી ૧લી જુલાઇએ રથયાત્રા નીજ મંદિરે પરત ન ફરે ત્યાં સુધી નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે.

જો કે કાલુપુર રેલવે સ્ટેશન પર આવતા અને જતા પેસેન્જરોને મુશ્કેલી ન પડે તે માટે ઇ રીક્ષા અને બસની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારી લીથો બીઆરટીએસ કેબીનથી કાલુપુર જવા માટે ચાર ઇ રીક્ષા, પ્રેમ દરવાજાથી કાલુપુર જવા માટે ચાર ઇ રીક્ષા અને કાલુપુર રેલવે સ્ટેશન પર અન્ય ચાર રીક્ષા પણ મુકવામાં આવશે. જ્યારે પશ્ચિમ વિસ્તારમાંથી આવતા મુસાફરોને સ્વામીનારાયણ કોલેજ બીઆરટીએસથી કાલુપુરની બીઆરટીએસ મળી શકશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

તહેવાર ટાણે મેઘ વર્ષા/ સૌરાષ્ટ્રમાં શ્રાવણે શ્રીકાર : બે દિવસમાં 1થી 5 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક ડેમ છલકાયા

Bansari Gohel

પેલોસીની યાત્રા પછી ચીનનો તાઈવાન પર વધ્યો આક્રોશ, સ્વતંત્રતા સમર્થક સાત તાઇવાની નેતાઓ પર મૂક્યો પ્રતિબંધ

Binas Saiyed

નશાનો કારોબાર/ મોક્સી કંપનીમાંથી 15 વર્ષ પહેલા પણ ઝડપાયું હતું કરોડોનું ડ્રગ્સ, આંતરરાષ્ટ્રીય પેડલર થઇ ગયો હતો ફરાર

Bansari Gohel
GSTV