GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

Rathyatra : જુઓ રથયાત્રામાં ગજરાજને કંટ્રોલમાં રાખવા કેવી તૈયારીઓ હોય છે?

અષાઢી બીજે નીકળતી રથયાત્રામાં ભગવાનની સાથે જ હોય છે ભજનમંડળી, અખાડા, સુશોભીત ટ્રક્સ અને 18 જેટલા ગજરાજા આ ગજરાજો શોભા પણ વધારે છે અને ક્યારેક મુશ્કેલી પણ સર્જે છે. તેથી જ ગજરાજોએ પણ આપવી પડે છે રથયાત્રામાં સામેલ થવા માટે પરીક્ષા.

જય જગન્નાથ… આવો જ નાદ અષાઢી બીજના દિવસે નીકળતી રથયાત્રામાં સાંભળવા મળે છે. લાખો ભક્તોની વચ્ચે સૌ પ્રથમ ભગવાનના ત્રણ રથ અને આ રથની સાથે જ શોભામાં અભિવૃદ્ધિ કરે છે ગજરાજા, ચાંદની, ચંચલ, લક્ષ્મી, રાજુડી, રૂપા, ભોલા, સોનુ અને ગુલાબનો સમાવેશ થાય છે.

આ ગજરાજોને રથયાત્રામાં જોડાવવા માટે વિશેષ આમંત્રણ આપવામાં આવે છે. જો કે આ ગજરાજ રથયાત્રામાં જોડાય ત્યાર પહેલા સુરક્ષાની દ્રષ્ટિએ તેમની એક પરીક્ષા લેવામાં આવે છે. મેડિકલ પરીક્ષણ થાય છે. નર-માદા હાથી શારિરીક દ્રષ્ટિએ ફીટ હોય તો જ તેમને યાત્રામાં સામેલ કરવામાં આવે છે. તેમજ મેડિકલ પરીક્ષણમાં ફીટ થનાર ગજરાજની યાદી પોલીસને સોંપવામાં આવે છે. ત્યારબાદ આ હાથીઓને યાત્રામાં જોડાવવાની મંજૂરી મળે છે.

જો કે કોઈ કારણસર હાથી અનિચ્છનીય વર્તન કરે તો તેને કાબુમાં કરવા ખાસ ટ્રેન્કયુલાઇઝીંગ ગનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઇંક્જેક્શનની મદદથી હાથી 15 મિનિટમાં બેહોશ થઇ જાય છે. બેહાશ થાય ત્યા સુધી અન્ય મહાવતો અને હાથીઓ વડે તેને કોર્ડન કરી રાખવામાં આવે છે. ઇકજેક્શનની અસર 4-5 કલાક રહે છે. રથયાત્રામાં કાંકરિયા પ્રાણીસંગ્રાહાલય ઉપરાંત ઇન્દ્રોડા અને શક્કરબાગ પ્રાણીસંગ્રાહાલયની ટીમ હોય છે.

આમ તો હાથી શાંત પ્રાણી છે. તે કોઇને નુકશાન કરતો નથી. પરંતુ ક્યારેક તે કાબુ ગુમાવી દે છે. રથયાત્રામાં લોકો ગજરાજને પૈસા આપે છે જે યોગ્ય નથી. બે વર્ષ પહેલા રૂપિયાનો સિક્કો ઉભો પડ્યો હોવાથી તે જગરાજના પગમાં પેસી જતા તેને ઇજા થઇ હતી તો સરસપુરમા એક ગજરાજે થોડો કાબુ ગુમાવ્યો હતો.

રથયાત્રા દરમિયાન ભક્તો હાથીને પૈસા, કે ભોજન આપે છે. વારંવાર આમ કરવાથી હાથી ઉશ્કેરાઇ શકે છે આથી તેમ કરવું ટાળવું જોઇએ. ગજરાજ એ ભગવાન ગણેશનું સ્વરુપ ગણાય છે અને આથી રથયાત્રામાં તેને વિશિષ્ઠ સ્થાન મળે છે. રથયાત્રામાં જોડાતા હાથી પણ લભભગ 40 વર્ષથી ભગવાનની સેવા કરી રહ્યા છે.

Related posts

કોરોના જ નહી તમાકુનાં સેવનથી દર 6 સેકન્ડે એક વ્યક્તિનું મૃત્યુ, ભારતમાં દર વર્ષે આટલા લાખ લોકો ગુમાવે છે જીવ

Ankita Trada

લદ્દાખમાં ચીનની બેધારી નીતિની પોલ ખુલી, સરહદ નજીક ચીનના ફાઇટર વિમાનો જોવા મળ્યાં

Ankita Trada

અમિત શાહે વાવાઝોડાની પરિસ્થિતિની સમિક્ષા કરવા યોજી ઉચ્ચસ્તરીય બેઠક, સીએમ રૂપાણી સાથે વીડિયો કોન્ફ્રેન્સિંગથી કરી ચર્ચા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!