GSTV

પ્લેટફોર્મ ટિકિટનો રેટ ડબલ કરીને રેવન્યૂ વધારવાની તૈયારી રેલવે વિભાગ, 121 સ્ટેશનો પર નવેમ્બરમાં લાગુ થઈ શકે છે નિયમ

ટ્રેનો

રેલવે વિભાગ હવે પ્લેટફોર્મ ટિકિટનો રેટ વધારીને રેવન્યૂ વધારવાની તૈયારી કરી રહ્યું છે. રેલવે દેશના પસંદગીના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકીટના ભાવ ડબલ કરવા પર વિચાર કરી રહ્યું છે. હાલ ટિકીટના ભાવ 10 રૂપિયા છે જેને વધારીને 20 રૂપિયા કરી દેવામાં આવશે. આ સિવાય યૂઝર્સ ડેવલોપમેન્ટ ફી એટલે કે UDF સ્કીમને પણ લાગૂ કરવાની તૈયારી છે. એક રિપોર્ટસ પ્રમાણે 121 સ્ટેશનો પર નવેમ્બર મહિનામાં યૂડીએફ લાગૂ કરી શકાય છે.

વિકાસનું કામ ખાનગી કંપનીઓ કરી રહી છે

તેવામાં આ સ્ટેશનો માટે ટિકીટના ભાવ વધી જશે. રેલવે ખાનગી કંપનીઓની મદદથી ખુબ ઝડપથી રી-ડેવલોપમેન્ટનું કામ કરી રહી છે. ઘણા એવા સ્ટેશન છે જે ખાનગી કંપનીઓની મદદથી નવી રીતે તૈયાર કરવામાં આવી રહ્યાં છે. ત્યાંની સાફ-સફાઈ, રિનોવેશન, સુદંરતા, જાળવણી, વિકાસનું કામ ખાનગી કંપનીઓ કરી રહી છે. બિડિંગ ડોક્યૂમેન્ટમાં યૂઝર્સ ફી મહત્વપૂર્ણ પાસુ છે. વર્તમાનમાં પ્લેટફોર્મ ટિકીટ 10 રૂપિયા છે, જેને 20 રૂપિયા કરી દેવામાં આવશે. ઘણા સ્ટેશન ખાનગી કંપનીઓની સાથે કરારની અલગ-અલગ સ્થિતિઓ છે.

READ ALSO

Related posts

ઈતિહાસમાં પ્રથમવાર તાનારીરી મહોત્સવ પર લાગશે બ્રેક, સીએમ અને ડે. સીએમ રહેવાના હતા હાજર

Nilesh Jethva

કોરોના થયો બેકાબૂ/ હિમાચલમાં 4 જિલ્લામાં લગાવી દીધૂ નાઈટ કર્ફૂય, હવે 2021માં જ ખુલશે શાળાઓ

Pravin Makwana

અમદાવાદના આ 39 વિસ્તારમાં કોરોનાનો રાફડો ફાટ્યો, કોર્પોરેશને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન કર્યા જાહેર, જાણો સમગ્ર લીસ્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!