GSTV
Gujarat Government Advertisement

મને ભારત રત્ન મળે તે માટેનું અભિયાન બંધ કરો, રતન ટાટાએ કરવી પડી અપીલ

Last Updated on February 6, 2021 by Mansi Patel

ભારતીય ઉદ્યોગપતિ અને ટાટા સન્સના પૂર્વ અધ્યક્ષ રતન ટાટાને ભારત રત્ન આપવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન શરુ કરવામાં આવ્યું છે.

જોકે આ વાતની જાણકારી મળ્યા બાદ રતન ટાટાએ લોકોને અપીલ કરી છે કે, મને સમર્થન કરનારા લોકોનું હું આભાર માનુ છું પણ આ પ્રકારના અભિયાન બંધ કરવામાં આવે.

ટાટાએ વધુમાં કહ્યું હતું કે, સોશિયલ મીડિયા પર એક વર્ગ એવો છે જે મને ભારત રત્ન મળે તે માટે અભિયાન ચલાવી રહ્યો છે પણ મારી વિન્રમ અપીલ છે કે, આ પ્રકારનું અભિયાન બંધ કરવામાં આવે. હું ભારતીય હોવાને મારુ બહુ સારું નસીબ માનું છું અને ભારતની સમૃધ્ધિ અને વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવા માંગુ છું.

રતન ટાટાને ભારત રત્ન આપવાની માંગ ત્યારે શરુ થઈ હતી જ્યારે મોટિવેશનલ સ્પીકર ડો. વિવેક બિંદ્રાએ કહ્યું હતું કે, ભારતના પ્રસિધ્ધ ઉદ્યોગપતિ રતન ટાટાને ભારત રત્ન આપવામાં આવે અને લોકોએ આ માટેના અભિયાનમાં જોડાવવું જોઈએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પશ્ચિમ બંગાળમાં રાજકીય જંગ યથાવત, નંદીગ્રામ સીટની ચૂંટણી પ્રક્રિયાને મમતા બેનર્જીએ હાઇકોર્ટમાં પડકારી

Damini Patel

રાજકોટમાં મહિલા પોલીસે ઝડપ્યું કુટણખાનું, સગીરા સહિત મહિલાને નરાધમોની ચંગુલમાંથી બચાવ્યા

pratik shah

અસંતોષ : યેદિરુપ્પામાં મુખ્યમંત્રી બની રહેવા માટે જોશ અને હિંમતની ઉણપ, ધારાસભ્યનું નિવેદન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!