GSTV
Entertainment Television Trending

‘તે મને જંગલ તરફ ખેંચી રહ્યો હતો, હું ખરાબ રીતે ચીસો પાડી રહ્યો હતો’ : આ એક્ટ્રેસે જણાવી હૃદયદ્રાવક ઘટના

રતન રાજપૂત લોકપ્રિય ટીવી અભિનેત્રી છે. તેણે ‘અગલે જનમ મોહે બિટિયા હી કીજો’ સીરિયલમાં ‘લાલી’ની ભૂમિકા ભજવી હતી. રતન રાજપૂત છેલ્લા કેટલાક સમયથી ટીવીથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. રતનના વ્લોગસને તેના ચાહકો ખૂબ જ પસંદ કરે છે. તાજેતરમાં રતને એક નવો ફોન ખરીદ્યો છે. રતને તેના વિશે જણાવતી વખતે પોતાની સાથે વીતેલી એક એવી ઘટના શેર કરી હતી, જેને સાંભળીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તમે પણ આ ઘટના વિશે જાણીને ચોંકી જશો.

આ વ્લોગમાં રતને જ્યારે નવો ફોન ખરીદ્યો ત્યારે તેને પોતાની સાથે બનેલી એક ઘટના યાદ આવી હતી. આ ઘટના વિશે વિચારીને તે આજે પણ કંપી જાય છે. અભિનેત્રીએ જણાવ્યું હતું કે આ તે સમયની વાત છે જ્યારે તે દિલ્હીમાં રહેતી હતી. તે દિવસોમાં તે મંડી હાઉસમાં નાટકની પ્રેક્ટિસ કરતી હતી. રતને જણાવ્યું હતું કે એક દિવસ તે મંડી હાઉસથી પોતાની માતા સાથે ફોન ઉપર વાત કરતા કરતા પરત ફરી રહી હતી, તે સમયે એક છોકરો બળજબરીથી તેનો ફોન ખેંચવા લાગ્યો હતો. રતન જોર-જોરથી મદદ માટે બૂમાબૂમ કરવા લાગી પરંતુ કોઈ મદદ માટે આગળ આવ્યું નહીં. લોકો ત્યાં ઉભા ઉભા માત્ર તમાશો જોઈ રહ્યા હતા. રતને કહ્યુ હતું કે, મદદ ન મળવાથી તેણે જાતે તે છોકરાનો દૂર સુધી પીછો કર્યો હતો.

રતને આગળ જણાવ્યું હતું કે, છોકરાનો પીછો કરતા કરતા તે ખૂબ જ દૂર સુધી નીકળી ગઈ હતી. તે સમયે એક છોકરો ત્યા આવ્યો હતો. રતને તેની પાસે મદદ માટે વિનંતી કરી હતી પરંતુ તે છોકરો રતનનો હાથ પકડીને જંગલની તરફ ખેંચતો હતો અને કહી રહ્યો હતો કે, ‘આ તુઝે તેરા ફોન દિલાતા હૂ.’ અભિનેત્રીએ જણાવ્યું હતું કે તેના માટે આ રાત ખૂબ જ ભયાનક હતી. આખરે ત્યાં બે છોકરાઓ આવ્યા અને તેમણે રતનની મદદ કરી હતી એટલું જ નહી આ બે છોકરાઓએ તેને સુરક્ષિત ઘરે પણ પહોંચાડી હતી.

READ ALSO

Related posts

આજનું પંચાંગ તા.7-10-2022, શુક્રવારઃ ત્રયોદશી ક્ષયતિથિ, જાણો ચોઘડિયા અને શુભ મુહુર્ત

Hemal Vegda

07 ઓક્ટોબર, 2022નું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો પર થશે લક્ષ્મીજીની કૃપા, ભાઈભાંડુઓનો મળશે સાથ-સહકાર

Hemal Vegda

સાવધાન / મોંઘીદાટ એપલ વોચ બોમ્બની માફક ફાટી, કંપનીએ મામલો દબાવવા કર્યો ભરપૂર પ્રયાસ

Hardik Hingu
GSTV