OMG: મેનહોલમાં ફસાયેલા ઉંદરને બચાવવા આ રીતે ચાલ્યું ઑપરેશન

Rat

જર્મનીમાં મેનહોલમાં ફસાયેલા એક ઉંદરને કાઢવા માટે 25 મિનિટ સુધી એક ઑપરેશન ચાલ્યું. આ સફળ અભિયાન બાદ જ્યારે ફાયર વિભાગે ઉંદરને બચાવી લીધુ તો તેના વખાણ થયાં.

આ મામલો જર્મનીના માનહાઈમ શહેરનો છે. આ ઉંદર ગટરમાં ફસાઈ ગયુ હતુ. પશુ બચાવકર્તા મિષાએલ સેહરે સમાચાર એજન્સી ડીપીએને જણાવ્યું, “ઉંદર પર ખૂબ વિન્ટર ફેટ હતી, જેના કારણે ઉંદર કાણામાં ફસાયુ હતું. ખૂબ પ્રયત્નો કર્યા બાદ પણ ઉંદર બહાર નિકળી શક્યુ નહતું.”

જેવીરીતે લોકોએ આ ઉંદરને મૈનહોલમાં ફસાતા જોયો, તેની તસ્વીરો જર્મનીના સોશિયલ મીડિયા પર વાયરલ થવાનુ શરૂ થઇ. આ તસ્વીરો જોયા બાદ એક પશુ બચાવકર્તા સંગઠન ‘બેરૂફ્સટીયરરેટુંગ રાઇન નેકારે’ તેને કાઢવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યાં. પછી તેમણે માનહાઈમ શહેરથી લગભગ 30 કિલોમીટર દૂર એક સ્થાનિક સ્વયંસેવક ફાયર વિભાગને મદદ માટે ફોન કર્યો.

ત્યાં પહોંચેલી આઠ ફાયરની ટીમે ભારે મૈનહોલ કવરને ઉપાડ્યો અને પછી ઉંદરને હોલમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. ઉંદરને કોઈ પણ પ્રકારની જાનહાનિ થઇ નથી. ફાયર વિભાગે એક નિવેદનમાં કહ્યું, “ઉંદરને ફરીથી જંગલમાં છોડી દીધો. ફાયર વિભાગનું ઓપરેશન 25 મિનિટ સુધી ચાલ્યું.”

એનિમલ રેસ્ક્યૂ ગ્રુપ “બેરૂફ્સટીયરરેટુંગ રાઇન નેકારે” ફેસબુક પર આ ઑપરેશનની તસ્વીરો પોસ્ટ કરી છે. જેના પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હજારો પ્રતિક્રિયાઓ અને સેંકડો ટિપ્પણીઓ આવી છે. કેટલાંક લોકોએ સુરક્ષા દળ અને ફાયર વિભાગના કામના વખાણ કર્યા છે. એક યૂઝર્સે લખ્યું, મને લાગે છે કે આ ખૂબ સારું છે. દરેક પ્રાણીને મદદ મળવી જોઈએ. એક યૂઝર્સે કહ્યું કે ઉંદરને બચાવવાનુ પગલું અન્ય જર્મન શહેરોમાં ભગાડવાના પ્રયાસોથી વિપરીત છે.

જોકે, જર્મનીમાં અમૂક વિસ્તાર હાલમાં ઉંદરની વસ્તી ઘટાડવા માટેનું અભિયાન ચલાવે છે. પશ્ચિમી જર્મન શહેર ડૉટમુંડે ગટરમાં ઝેરી કચરો નાખીને ઉંદરની વસ્તીને ઘટાડવાનું અભિયાન શરૂ કર્યુ છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter