GSTV

મારા મદરેશાની વોટર ટેન્કમાં ઝેર ભેળવવામાં આવ્યું : પૂર્વ ઉપ-રાષ્ટ્રપતિ અંસારીના પત્ની

પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હામિદ અંસારીની પત્ની સલમા અંસારીએ ચોંકાવનારું નિવદેન આપ્યું છે. સલમા અંસારીએ આરોપ લગાવ્યો છે કે બે અજાણા શખ્સોએ તેમના મદરેસાની વોટર ટેન્કમાં રેટ પોઇઝન (ઉંદર મારવાનું ઝેર) ભેળવ્યું હતું.

સલમા અંસારીએ કહ્યું કે મદરેસાનો એક બાળક જ્યારે રાત્રે પાણી ભરવા બોટલ લઇને ગયો તો ત્યાં બે વ્યક્તિઓ ટેન્કમાં પાણીમાં કઇંક મિલાવતા જોવા મળ્યા હતા. ટેન્ક પાસે ઉંદર મારવાનું ઝેર મળી આવ્યું હતું.

સલમા અંસારીએ એક ન્યુઝ એજન્સી એએનઆઇને જણાવ્યું કે જ્યારે બાળકે તે બન્ને શખ્સોને રોકવાનો પ્રયત્ન કર્યો તો તેને ધક્કો મારીને ભાગી છુટ્યા હતા. આ બાદ બાળકે વોર્ડનને એલર્ટ કર્યું તથા પોલીસ બોલાવવામાં આવી હતી. જ્યાં પોલીસ તપાસમાં ટેન્ક પાસે ઉંદર મારવાની દવા મળી આવી હતી. સલમા અંસારીએ આગળ કહ્યું કે બન્ને અજાણ્યા શખ્સોએ બાળકને મુંહ ન ખોલવા તથા તેમ કરવા પર ગંભીર પરીણામ ભોગવવા ધમકી પણ આપી હતી.

સલમા અંસારીના જણાવ્યા મુજબ આ ઘટના બાદ બન્ને અજાણ્યા શખ્સો વિરુદ્ધ કલમ 328 અને 506 હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી છે. મહત્વનું છે કે 15 સપ્ટેમ્બરની આ ઘટના અલીગઢના ચાચા નહેરુ મદરેસાની છે. જ્યાં લગભગ 4000 બાળકો ભણે છે. આ સંસ્થાને અલ નૂર ચેરિટેબલ સોસાયટી ચલાવે છે. જેની ચેરપર્સન સલમા અંસારી છે.

Related posts

દેશમાં Corona વાયરસના કારણે 50 લોકો મોતને ભેટ્યા, જાણો ક્યાં રાજ્યમાં છે કેટલા કેસ

Ankita Trada

આગામી પાંચ દિવસ ગુજરાત માટે અતિ મહત્વનાં, સરકારે આપી આ ચેતવણી

pratik shah

લોકડાઉનના કારણે ઘરેલુ હિંસામાં વધારો, આ રાજ્યોમાં મહિલાઓ સૌથી વધુ બની રહી ભોગ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!