GSTV

ઓહ નો / મુંબઈની એક હોસ્પિટલમાં ઉંદરો એક દર્દીની આંખ કાતરી ગયા, આંખની સર્જરી બાદ હવે નવી ઉપાધી આવી

Last Updated on June 24, 2021 by Zainul Ansari

મુંબઈની એક હોસ્પિટલમાં ઉંદરો એક દર્દીની આંખ કાતરી ગયા હોવાની ઘટના સામે આવ્યા બાદ ખળભળાટ વ્યાપી ગયો છે. યેલપ્પા નામના 24 વર્ષના દર્દીએ આરોપ મુક્યો હતો કે, મારી આંખ નજીકના હિસ્સાને ઉંદરો કાતરી ગયા હતા અને તેનાથી આંખને નુકસાન પહોંચ્યું છે. મંગળવારે ઘાટકોપર વિસ્તારમાં આવેલી બીએમસીની રાજાવાડી હોસ્પિટલમાં આ ઘટના બની હતી. હોસ્પિટલના તંત્રનું કહેવું છે કે, દર્દીની આંખને કોઈ નુકસાન થયું નથી. માત્ર આંખની ઉપરના હિસ્સામાં ઈજા થઈ છે.

યેલપ્પાની બહેનના કહેવા પ્રમાણે હાલમાં જ મારા ભાઈની આંખની સર્જરી કરવામાં આવી હતી. હું તેમને મળવા માટે ગઈ ત્યારે ડાબી આંખ પર ઈજાનું નિશાન દેખાયું હતું. આ બાબતની મેં ડોકટરોને જાણકારી આપી હતી. એ પછી મારા ભાઈને બીજા બેડ પર શિફ્ટ કરવામાં આવ્યો હતો.

બહેનનું કહેવું છે કે, યેલપ્પાની હાલત ગંભીર છે. જ્યારે હોસ્પિટલના ડીનનું કહેવું છે કે, આંખમાં કોઈ ઈજા નથી અને સારવાર ચાલી રહી છે. જોકે આ ઘટનાને ટાળી શકાઈ હોત. ગ્રાઉન્ડ ફ્લોર પર લોકો કચરો ફેંકે છે ત્યારે ઉંદરો ત્યાં પહોંચી જાય છે. ભવિષ્યમાં આવી ઘટનાઓ અંગે સતર્કતા રાખવામાં આવશે. દરમિયાન આ વાતની જાણ થતા મુંબઈના મેયર પણ દર્દીને મળવા માટે પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઉંદરો દ્વારા દર્દીની આંખ કાતરવામાં આવે તે ઘટના ગંભીર છે.

Read Also

Related posts

દમનકારી કાયદો/ ફરી જોવા મળ્યો તાલિબાનોનો ‘ક્રૂર ચહેરો’, અફઘાન પરિવારોને દીકરીઓના લગ્ન તાલિબાન ફાઈટર્સ સાથે કરાવવા ફરમાન

Bansari

કોરોના ત્રીજી લહેર/ AMAની ચેતવણી, મોટી સંખ્યામાં ભીડ થશે તો ત્રીજી લહેરનું જોખમ વધશે

Damini Patel

કોરોનાનું જોર ઘટ્યું/ ખાનગી હોસ્પિટલમાં કોરોનાનો માત્ર એક દર્દી સારવાર હેઠળ, આ મોટી સરકારી હોસ્પિટલનો કોવિડ વોર્ડ સંપૂર્ણ ખાલી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!