GSTV

મોરારીબાપુ, રવીન્દ્ર જાડેજા, પરેશ ધાનાણી, બાદ હવે આ મહિલાએ પણ સિંહ સાથે સેલ્ફી લીધી

Last Updated on December 23, 2018 by Mayur

આમ તો સિંહોની કનડગત કરવી જ ગુનો છે. તેમાં પણ સિંહ સાથે સેલ્ફી લેવી તે તો હવે કાયદાકીય ગુનો ગણાય છે. પરંતુ જો વનવિભાગના જ કોઇ ઉચ્ચ અધિકારી આવી જુર્રત કરે તો. આવું જ કંઇક સામે આવ્યુ છે સાસણમાં જ્યાં વનવિભાગના મહિલા ફોરેસ્ટર રસીલાબેને પોતાના ફેસબુક પેઝ પર સિંહ સાથે સેલ્ફી લીધાનો ફોટો અપલોડ કરતા વિવાદ સર્જાયો છે.

મહિલા ફોરેસ્ટર રસીલાબેન સાસણ નોર્મલ રેન્જના અમૃતવેલ રાઉન્ડના મહિલા ફોરેસ્ટર છે. નોંધનીય છે કે રસીલાબેન વાઢેરને તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ પણ અપાયો હતો. રસીલાબેન વાઢેરે અનેક પડકારજનક રેસ્ક્યુ કરી ગીરમાં સારી નામના મેળવી છે. અગાઉ મોરારીબાપુ, રવીન્દ્ર જાડેજા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિતના લોકોએ સિંહ સાથે સેલ્ફી લીધી હતી ત્યારે પણ વિવાદ સર્જાયો હતો.

ત્યારે આ વખતે તો વનવિભાગ ના જ ફોરેસ્ટરે સિંહ સાથે સેલ્ફી લીધાના ફોટોઝ ફેસબુક પર અપલોડ કરતા વિવાદો છેડાયા છે. ત્યારે વનવિભાગ દ્વારા તેમના જ ખાતાના ફોરેસ્ટર સામે શું કાર્યવાહી કરાય છે તેના પર સૌ કોઇ સિંહ પ્રેમીઓની નજર મંડાયેલી છે.

READ ALSO

Related posts

નવુ સેવિંગ અકાઉન્ટ / ATMમાંથી રોજ કાઢી શકો છો 1.5 લાખ રૂપિયા, જમા રૂપિયા પર FD કરતા વધુ વ્યાજ અને મફતમાં 25 લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ: આ બેંકે કરી નવા ખાતાની જાહેરાત

Zainul Ansari

Human Life: માણસ વધુમાં વધુ 150 વર્ષ સુધી જ જીવી શકે, વૈજ્ઞાનિકોએ અભ્યાસમાં બતાવ્યું તેની સત્યતાનું કારણ

Harshad Patel

ED એક્શન મોડમાં: યસ બેંક ફ્રોડ મામલે અવનથા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની મની લોન્ડરિંગ કેસમાં થઈ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!