GSTV
India ટોપ સ્ટોરી

આ સંગઠને કહ્યું “રામ મંદિર મુદ્દે વટહુકમ એકમાત્ર ઉપાય”

રામ મંદિર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે રામ મંદિર મુદ્દે હાલ કોઇ વટહુકમ લાવવવામાં નહીં આવે અને સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ જ યોગ્ય નિર્ણય લેવામાં આવશે. જોકે વિશ્વ હિંદુ પરિષદે નરેન્દ્ર મોદીના આ નિવેદન સાથે અસહમતી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે અમે રામ મંદિર માટે અનંતકાળ સુધી રાહ નહીં જોઇએ, વટહુકમ લાવવો જ પડશે કેમ કે તે એકમાત્ર રસ્તો છે. આ પહેલા સંત સમાજ, શીવસેનાએ પણ મોદીના નિવેદનનો વિરોધ કર્યો હતો અને કોઇ પણ સંજોગોમાં રામ મંદિર મુદ્દે વટહુકમ લાવવામાં આવે તેવી માગણી કરી હતી.

વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે કહ્યું હતું કે અમે મોદીનું ઇન્ટરવ્યૂ જોયુ છે, રામ મંદિરનો મુદ્દો ૬૯ વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો છે. અને તેની અપીલ ૨૦૧૧થી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ બહુ જ લાંબો સમયગાળો કહેવાય. અમારુ સ્પષ્ટ માનવુ છે કે હિંદુ સમાજ અનંતકાળ સુધી રામ મંદિરની રાહ નહીં જુએ, સંસદમાં વટહુકમ લાવવામાં આવે અને તે દ્વારા જ રામ મંદિર નિર્માણ શક્ય છે અન્ય કોઇ રસ્તો જ નથી.

પ્રેસ કોન્ફરન્સને સંબોધતી વેળાએ આલોક કુમારે કહ્યું હતું કે રામ મંદિર મુદ્દે હિંદુઓ અનંતકાળ સુધી કોર્ટના ચુકાદાની રાહ નહીં જુએ. કોર્ટની કાર્યવાહી પહેલા જ સંસદમાં મોદી સરકાર વટહુકમ લાવે. વિશ્વ હિંદુ પરિષદે સાથે જણાવ્યું હતું કે હવે અમે આગામી પગલુ ધર્મ સંસદમાં લઇશું, જે આગામી ૩૧મી જાન્યુઆરીએ અલ્લાહાબાદમાં મહાકુંભ દરમિયાન ભરાશે. રામ મંદિર મુદ્દેની આ લડત લોકશાહીની લડત છે.

અને ધર્મ સંસદમાં અમે આગામી પગલાની તૈયારી જાહેર કરીશું. અગાઉ શીવસેના,  આરએસએસ સહીતના હિંદુ સંગઠનોએ પણ આ જ પ્રકારની માગણી મોદી સરકાર સમક્ષ મુકી હતી. વિશ્વ હિંદુ પરિષદે જણાવ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે મોદી સરકાર પોતાનો કાર્યકાળ પુરો કરે તે પહેલા જ રામ મંદિરનું નિર્માણ કરે, આ મુદ્દે નરેન્દ્ર મોદીને પણ સમજાવવામાં આવશે. અમારાથી જે પણ થઇ શકે તે અમે કરીશું.

Related posts

RBI-સરકાર માટે રાહત : ગ્રાહક સ્તરનો મોંઘવારી દર ઘટીને 4 મહિનાના તળિયે

GSTV Web Desk

New Shiv Sena Bhawan : એકનાથ શિંદે બનાવશે નવું શિવસેના ભવન, ઉદ્ધવ ઠાકરેથી વધુ વધશે ધાગ!

GSTV Web Desk

લફરાની આશંકા/ વિધવા માતા ઉપર જ પુત્રને હતી અન્ય અફેરની આશંકા, ઓચિંતા ઘરે આવીને આપ્યો ઘટનાને અંજામ

GSTV Web Desk
GSTV