GSTV
Home » News » આજથી નવમી ડિસેમ્બર સુધી આરએસએસ રામમંદિર નિર્માણ મામલે દિલ્હીમાં કાઢશે રથયાત્રા

આજથી નવમી ડિસેમ્બર સુધી આરએસએસ રામમંદિર નિર્માણ મામલે દિલ્હીમાં કાઢશે રથયાત્રા

અયોધ્યામાં રામમંદિર નિર્માણ મામલે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આક્રમક વલણ અખત્યાર કરવામાં આવ્યું છે. આરએસએસ દ્વારા આજથી નવમી ડિસેમ્બર સુધી રાજધાની નવી દિલ્હીમાં રામમંદિર નિર્માણ મામલે રથયાત્રા કાઢવામાં આવી રહી છે. આ રથયાત્રા આખા દેશમાં કાઢવામાં આવશે. તેની શરૂઆત દિલ્હીથી થઈ રહી છે.

આરએસએસની રથયાત્રાનો ઉદેશ્ય રામમંદિર નિર્માણ માટે દેશભરમાંથી સમર્થન એકઠું કરવાનો છે. 25 નવેમ્બરે અયોધ્યામાં વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આયોજિત ધર્મસભામાં સંતો દ્વારા રામમંદિર નિર્માણ માટે આહવાન કરાયું છે. સંઘ દ્વારા આયોજીત થઈ રહેલી રથયાત્રાને સંકલ્પ રથયાત્રા નામ આપવામાં આવ્યું છે.

આ રથયાત્રાની જવાબદારી આરએસએસના સહયોગી સંગઠન સ્વદેશી જાગરણ મંચને આપવામાં આવી છે. આજથી શરૂ થનારી રથયાત્રાને સંઘના પ્રાંત સંઘચાલક કુલભૂષણ આહુજા દિલ્હીના ઝંડેવાલા મંદિરથી તેને લીલીઝંડી દેખાડશે.

Related posts

અસમનાં ડિબ્રૂગઢમાં રેલ દુર્ઘટના, પાટા પરથી ઉતર્યા માલગાડીનાં સાત ડબ્બા

Mansi Patel

દિલ્હી અગ્નિકાંડમાં મોતને ભેટેલા મૃતકોના પરિવારને 19 લાખ રૂપિયાની સહાય અપાશે

Nilesh Jethva

ચોર લખીનો ગ્યો, બહુજ કંજૂસ છે તું, બારી તોડવાની મેહનત પણ નથી મળી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!