GSTV

સૈનિકોની શહીદી પર RSS પ્રમુખ મોહન ભાગવતે સરકારને ઘેરી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે સૈનિકોની શહીદી પર સરકારને ઘેરી છે. તેઓએ સવાલ કરતા કહ્યુ કે હાલ કોઈ યુદ્ધ થઈ રહ્યુ નથી. તેમ છતાં બોર્ડર પર સૈનિકો કઈ રીતે શહીદ થઈ રહ્યા છે. તેઓએ તેનું કારણ દર્શાવતા કહ્યુ કે આપણે આપણું કામ યોગ્ય રીતે કરતા નથી. જેના કારણે આજે યુદ્ધ ન હોવા છતાં સૈનિકો સરહદ પર શહીદ થઈ રહ્યા છે.

મોહન ભાગવતે ગુરુવારે નાગપુરમાં એક સ્વૈચ્છિક સંસ્થાના રજત જયંતિ મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જ્યાં તેમણે સૈનિકો શહીદીને યાદ કરતા કહ્યુ કે, એક સમયે દેશમાં જવાનો શહીદ થતા હતા. અને તેનું સ્વતંત્રતા માટે કુરબાની હતી. અથવા તો આઝાદી બાદ યુદ્ધ થયા ત્યારે સૈનિકોએ સરહદ પર પોતાનો જીવ આપીને દેશની સુરક્ષા માટે બધુ કુરબાન કર્યુ. પરંતુ હાલની સ્થિતિમાં તો યુધ્ધ પણ નથી. તેમ છતાં સૈનિકો કેમ શહીદ થાય છે. તેવો સવાલ પૂછ્યો છે.

મોહન ભાગવતનું એ નિવેદન ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યુ છે. ખાસ કરીને જમ્મુ કાશ્મીરમા મોદી સરકાર આતંકીઓના સફાયાની વાત કરે છે. અને પોતાની જ પીઠ થપથપાવે છે. ઉલ્લેખનિય છે કે, આરટીઆઈ દ્વારા મળેલી માહિતી પ્રમામે મોદીસરકારના શરૂઆતના ત્રણ વર્ષમાં જમ્મુ કાશ્મીરમાં 812 આતંકી હુમલાની ઘટના બની. જેમાં 62 નાગરિકો માર્યા ગયા. 183 જવાનો શહીદ થયા.

Related posts

ઓમાનથી આવેલી મહિલા થકી સિવાનના એક જ પરિવારના 9 લોકોમાં કોરોના પોઝીટીવ, બિહારમાં 51 કેસ નોંધાયા

Nilesh Jethva

સીએમ યોગીના શહેરમાં કોરોના યોદ્ધા બન્યું IAS દપત્તિ, જીવની પરવા કર્યા વગર કરી રહ્યા છે આ કામ

Nilesh Jethva

કોરોનાસૂરે ભારતમાં મચાવી તબાહી : 31 માર્ચ સુધી કાબુમાં રહેલા દૈત્યએ 9 દિવસમાં જ 4 ગણા કેસ કરી દીધા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!