GSTV
India News Trending

મુશ્કેલ સમયમાં ઉદ્ધવને બચાવવા પત્ની રશ્મિ મેદાનમાં ઉતર્યા,  હોમ મિનિસ્ટરે સંભાળ્યો આ મોરચો

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકારને બચાવવા હવે ઉદ્ધવનાં પત્ની રશ્મિ ઠાકરે મેદાનમાં આવ્યાં છે.  શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને મનાવવાની ક્વાયતના ભાગરૂપે રશ્મિ ધારાસભ્યોની પત્નીઓને ફોન કરી રહ્યાં છે. રશ્મિ પરિવાર પર દબાણ લાવીને ધારાસભ્યોને મનાવવા મથી રહ્યાં છે.

ગુવાહાટીમાં ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયેલા મોટા ભાગના ધારાસભ્યો પાસે મોબાઈલ ફોન નથી અને હોટલના લેન્ડલાઈન ફોન પરથી પરિવારજનો સિવાય કોઈના ફોન અપાતા નથી. આ કારણે ઉધ્ધવ સહિતના શિવસેનાના નેતા ધારાસભ્યો સાથે સીધી વાત કરી શકતા નથી તેથી ધારાસભ્યો સુધી ઉદ્ધવની વાત તેમની પત્નીઓ મારફત પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.

શિવસેનાનાં સૂત્રોની વાત માનીએ તો રશ્મિએ પત્નીઓને ફોન કર્યા પછી દસેક ધારાસભ્યોનો સંપર્ક થઈ શક્યો છે. ગુવાહાટીની હોટલની કિલ્લેબંધીમાંથી ધારાસભ્યો છૂટી શકે તેમ નથી પણ મુંબઈ આવવા મળે તો આ ધારાસભ્યો ઉદ્ધવની છાવણીમાં પાછા ફરવા તૈયાર છે.

સૂત્રોના મતે, ઘણા બળવાખોર ધારાસભ્યોની પત્નીઓ ગુસ્સામાં પણ છે. ઉદ્ધવે ધારાસભ્યોને ના સાચવ્યા, તેમને અપમાનિત કર્યા એવી વાતો કરીને પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ક્રિકેટ/ વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં શામેલ કરાયો આ ઘાતક ખેલાડી, કેરિયરમાં પ્રથમ વખત મળ્યું સ્થાનઃ બીસીસીઆઈએ કરી જાહેરાત

GSTV Web Desk

કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ

GSTV Web Desk

સ્માર્ટફોન ધમાકા/ Moto G32ની ખરીદી પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, 12,000 રૂપિયા સુધીનો આ રીતે મેળવો ફાયદો

Hardik Hingu
GSTV