GSTV
Astrology Life Trending

તા. 21 નવેમ્બર 2023નું રાશિફળ, આ રાશિના જાતકોને થશે આર્થિક લાભ

( કુલદીપ કારિયા – એસ્ટ્રોલોજિસ્ટ )

આજનું નક્ષત્રઃ શતભિષા

શતભિષા નક્ષત્ર 100 તારાઓનું ઝૂમખું છે. તેને હંડ્રેડ ફિઝિશિયન ટુ ધ ગોડ (દેવતાઓના સો ડૉક્ટર) તરીકે ઓળખવામાં આવે છે. શતભિષા નક્ષત્ર વાહનની ખરીદી, યાત્રાની શરૂઆત, પ્રવાસની શરૂઆત, ગૃહ પ્રવેશ વગેરે પ્રવૃત્તિ માટે શુભ મનાય છે. શતભિષાના જાતકો રાતે કામ કરે તો વધારે સફળ થાય છે. તેઓ સમસ્યાના સમાધાન શોધવામાં પાવરધા હોય છે.

મેષ રાશિઃ

તમારા વ્યક્તિત્વથી લોકો પ્રભાવિત થશે.
લોન લેવી આજે હિતાવહ નથી.
મિત્રો સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
નાણાના વ્યયનું પ્રમાણ વધશે.

વૃષભ રાશિઃ

કાર્ય સ્થળ પર મન લાગેલું રહેશે.
પ્રેમ સંબંધમાં વૈચારિક મતભેદ થઈ શકે છે.
ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકોને લાભ થશે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.

મિથુન રાશિઃ

લાંબા અંતરની યાત્રા પર જવાનું થઈ શકે છે.
મીઠી વસ્તુના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
નવી નોકરીની તક પ્રાપ્ત થઈ શકે છે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.

કર્ક રાશિઃ

અતિ માનસિક વિચારના લીધે મન અશાંત રહેશે.
વાહન ચલાવતા સાચવવું.
વિદ્યાર્થીને અભ્યાસમાં મન લાગેલું રહેશે.
અનૈતિક કાર્યથી દૂર રહેવું.

સિંહ રાશિઃ

યોગ્ય માર્ગદર્શન લઈ નાણાંનું રોકાણ કરી શકો છો.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.
આધ્યાત્મિક લોકોનો સંગ પ્રાપ્ત થશે.
વાહન ચલાવતા સાચવવું.

કન્યા રાશિઃ

ભૌતિક સુખ-સગવડ પાછળ ધન ખર્ચનું પ્રમાણ વધશે.
નાના ભાઈ-બહેન સાથે પ્રવાસ યાત્રા પર જવાનું થઈ શકે છે.
શત્રુ સામે તમે વિજય પ્રાપ્ત કરશો.
કફજન્ય રોગ થઈ શકે છે.

તુલા રાશિઃ

તમે તમારી વાણીથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો.
જમીનને લગતા કાર્ય પૂર્ણ થશે.
જીવનસાથી સાથે સમય વીતશે.
તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી.

વૃશ્ચિક રાશિઃ

કાર્ય સ્થળ પર તમારું વર્ચસ્વ વધશે.
સ્ત્રી વર્ગનું સન્માન કરવું.
ડાયાબિટીસના દર્દી સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખે.
પ્રેમ સંબંધમાં વૈચારિક મતભેદ થઈ શકે છે.

ધન રાશિઃ

આવક કરતા જાવકનું પ્રમાણ વધશે.
પ્રેમ સંબંધમાં મનમેળ રહેશે.
કોઈપણ કાર્ય માટે વધારે મહેનત કરવી પડશે.
આકસ્મિક ધનહાનિ ન થાય તે બાબતે સાવચેત રહેવું.

મકર રાશિઃ

યોગ્ય માર્ગદર્શન લઈ નાણાંનો રોકાણ કરી શકો છો.
ઈંટ રેતી સિમેન્ટના વ્યાપારીને આર્થિક લાભનું પ્રમાણ વધશે.
જમીનની ખરીદી થઈ શકે છે.
આવકના નવા માર્ગ મળશે.

કુંભ રાશિ:

કાર્ય સ્થળ પર ઉચ્ચ પદની પ્રાપ્તિ થઈ શકે છે.
નાણાકીય નુકસાન ન થાય એ બાબતે સાવચેત રહેવું.
ભાગીદારીમાં વ્યાપાર કરતા લોકો ભાગીદાર સાથે સંબંધો સાચવો.
માતાના સ્વાસ્થ્યની કાળજી લેવી.

મીન રાશિઃ

ભાવતું ભોજન જમવા તમે ઈચ્છુક રહેશો.
ધન ખર્ચનું પ્રમાણ વધશે.
ધાર્મિક સ્થળે પ્રવાસનું આયોજન થઈ શકે છે.
જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

GSTV NEWSના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/DCLVsJD2PZ5ErOcMqtduna

GSTVની એપ ડાઉનલોડ કડવા આ લિંક પર ક્લિક કરો:
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1

READ ALSO

Related posts

Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત

Nelson Parmar

India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ

Hardik Hingu

તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા

Rajat Sultan
GSTV