GSTV

રાશિફળ : જણો કેવો રહેશે તમારો આજનો દિવસ

મેષ

તમે દરેક કામ પૂરા તકરી શકશો, સાથે જ તેનો શ્રેય પણ તમને મળશે. તમે કોઇ વિશેષ પરિસ્થિતિને સંભાળવામાં સંપૂર્ણ રીતે સફળ રહેશો. જૂના લેણ-દેણના હિસાબો આજે નિવેડો આવી શકે છે.

શું કરશો

કૃષ્ણ અથવા વિષ્ણુ ભગવાનને તુલસીપત્ર ચડાવો.

લવ

લવ લાઇફ માટે આજનો દિવસ  સારો છે. તમારા સાથીનો મૂડ પણ સારો રહેશે. પ્રેમ સંબંધને મજબૂત બનાવવા માટે આજનો દિવસ સારો છે.

કારકિર્દી

તમારા રોકાયેલા કામ પૂરા થશે. ધંધા-વેપારમાં રોકાયેલા નાણા  પાછા આવી શકે છે. આ અઠવાડિયું અભ્યાસ માટે શ્રેષ્ઠ રહેશે.

વૃષભ

તમારો આજનો દિવસ આરામથી પસાર થશે. કોઇ વિશેષ કામ અથવા પડકારો નહી હોય. કામથી બહાર જવાનું થાય. કેટલીક સ્થિતિમાં તમારે નેતૃત્વ કરશો. કેટલાંક વિશેષ નિર્ણય પણ લેવા પડે.

શું કરશો

ચહેરા પર કાચું દૂધ લદાવો

લવ

કોઇ બાબતે પતિ-પત્ની વચ્ચે અણબનાવ થાય. શાંતિ જાળવશો તો સંબંધો સુધરશે.

કારકિર્દી

નોકરિયાત લોકોને અચાનક ધન લાભ થઇ શકે છો. પ્રમોશન મળે તેવી શક્યતા છે.

 

મિથુન

જો તમે કોઇ કામ કરવા માટે પહેલ કરશો તો સમય આવ્યે સારા પરિણામ મળશે. વિચારેલા કામ કરશો તો તે તમારા માટે સારું રહેશે. મોટાભાગની મહત્વપૂજ્ઞણ કાર્યો આજે વિલંબમાં મુકાય પરંતુ તેનાથી તમને લાભ થશે.

શું કરશો

કોઇ ગરીબને ઘઉંના લોટનો શીરો ખવડાવો.

લવ

તમારો સાથી થોડો ભાવુક અને વ્યસ્ત હોઇ શકે છે. તમારે તેને સમય આપવો પડશે.

કારકિર્દી

બિઝનેસ અથવા ધંધાના સિલસિલે કરેલી યાત્રાથી લાભ થવાનો યોગ છે. ફંસાયેલા નાણા પાછા મળે તેવી શક્યતા છે.

 

કર્ક

ચંદ્રમા તમારા માટે શુભ છે. તમે વધારે સ્ફૂર્તિથી તમારા કામ પૂરા કરી શકશો. કોઇ નવી જવાબદારી તમને મળી શકે છે. ધનલાભના યોગ છે. અન્ય લોકોની વાતોમાં આવવાથી દૂર રહો. સકારાત્મક રહેવાનો પ્રયાસ કરો.

શું કરશો

બાળકો પર હાથ ન ઉઠાવો અને તેમના પર ગુસ્સો નુ કરો.

લવ

પતિ-પત્નિ વચ્ચે ઝગડો થઇ શકે છે. જીવન સાથીની ઉપેક્ષા ન કરો.

કારકિર્દી

પ્રોફેશનલ લાઇફમાં લાભ થઇ શકે છે. ધનલાભના યોગ છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળી શકે છે.

કોઇ નવું કામ કરવાનું મન થાય. પૈસાની બાબતમાં વિચાર કરવો પડશે. કોઇ વિશેષ કામમાં પાર્ટનરની મદદ લો. પાર્ટનરની સલાહથી તમારું કામ પાર પડી શકે છે.મકાન અને જમીન સંબંધી કામ થશે.

શું કરશો

પેટ પર 10 ટીપાં ઘી લગાવો.

લવ

પાર્ટનર સાથે સારો સમય વિતાવી શકશો.

કારકિર્દી

રોકાણ કરતાં વિચાર કરો. કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે.  હરિફાઇમાં સફળતા માટે વધારે મહેનત કરવી પડે.

 

કન્યા

પોતાનું કામ પુરુ કરવામાં તમારે સાવધાની રાખવી પડશે. જો કોઇ કામ રોકાયેલું પડ્યું હશે તે પુરુ થઇ શકે છે. જો કોઇ કામ તમે વિચાર્યા પ્રમાણે ન થાય તો ધીરજ રાખો.

શું કરશો

શ્વાનને પૂરી ખવડાવો.

લવ

પાર્ટનર માટે થોડા સમય કાઢો. દાંપત્યજીવનમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થઇ શકે છે.

કારકિર્દી

બિઝનેસમાં ઉતાર-ચડાવ આવી શકે છે. અભ્યાસ અર્થે ક્યાક જવાનું થાય. કાર્યક્ષેત્રમાં ઉન્નતિ થઇ શકે છે.

 

તુલા

કોઇપણ કામ કરતાં પહેલાં ધીરજ રાખો. જો કામ તમને અધરું અથવા મુશ્કેલ લાગે છે તે સરળતાથી થઇ જશે. હાલ તમે આકર્ષણનું કેન્દ્ર છો તેથી અનેક લોકો તમારી પાસે સલાહ લેવા માટે આવશે. તમારે કેટલીક બાબતોમાં નવેસરથી વિચાર કરવો પડે.

શું કરશો

કોઇ ગરીબવે કેળા અને પપૈયુ ખવડાવો

લવ

વિવાહિત લોકો પાર્ટનર માટે સમય કાઢવાનો પ્રયાસ કરો. ભાવનાઓમાં વહીને કોઇ મહત્વપૂર્ણ નિર્મય ન લો.

કારકિર્દી

બિઝનેસમાં નુકસાન થઇ શકે છે. લેવડ- દેવડમાં સાવધાની રાખો. સરકારી કર્મચારી અને અધિકારીને લાભ થઇ શકે છે. વીદ્યાર્થીઓને અભ્યાસમાં મિત્રોની મદદ મળશે.

વૃશ્વિક

આજે બનાવેલી યોજનાઓ અને લીધેલા નિર્ણયોનો લાભ ભવિષ્યમાં થઇ શકે છે. અજાણ્યા લોકો સાથેની વાતચીતમાં તમને બિ
ઝનેસની નવી તકો મળી શકે છે. કામકાજમાં સફળતા મળવાના યોગ છે. નવું વાહન ખરીદી શકો છો.

શું કરશો

પશ્વિમ દિશા તરફ સરસિયાના તેલનો દિવો કરો.

લવ

આજે કરેલી પબહેલ તમારી લવ લાઇફન્ વધુ મજબૂત બનાવી શકે છે. લવ પ્રપોઝલ મોકલવા માટે સારો દિવસ છે.

કારકિર્દી

બોલવા પર અંકુશ રાખો. કાર્યક્ષેત્રમાં વિવાદ થઇ શકે છે. અભ્યાસમાં મૂંઝવણ ઉભી થાય.

 

ધન

કામકાજ કરવામાં આનંદ રહે અને જરૂરી કામ સરળતદાથી પૂરા થઇ જશે. મહેનત કરવાથી તમને સફળતા મળી શકે છે. આજે તમારા દરેક પર્રયાસો સફળ થશે. સાથેજ અનેક લોકોની મદદ પણ મળશે. પરિવાર અને મિત્રોની મુશ્કેલીઓ પણ દૂર કરી શકશો.

શું કરશો

ઓફિસ અને ગરનો નકામો સામાન વેચી દો.

લવ

પ્રેમી સાથે ફરવા જઇ શકો છો. તમારા સંબંધોમાં મીઠાશ જળવાઇ રહેશે.

કારકિર્દી

નાણાની બાબતે કોઇના પર સરળતાથી વિશ્વાસ ન કરો. તમારી સાથે દગો થઇ શકે છે. અભ્યાસનીન બાબતે તમને મદદ મળી શકે છે. કામ પુરુ કરવાના તમામ પ્રયાસો કરો.

 

મકર

પોતાની જાતને સંભાળો. તમને સારા સમાચાર મળી શકે છે. નોકરી, બિઝનેસ અથવા આદતમાં કાઇ સારું પરિવર્તન થઇ શકે છે. અન્યોને મદદ કરવાની કોઇ તક જતી ન કરો.  સફળતા અને ધનલાભની તકો તમને પણ મળશે.

શું કરશો

કૃષ્ણ ભગવાનની મૂર્તિ પર કેસર અને હળદર લગાવો.

લવ

લવ પ્રપોઝલ માટે સારો દિવસ છે. પાર્ટનર પાસેથી આશા રાખતાં પહેલાં પોતાના વ્યવહારને સમજવાનો પ્રયાસ કરો.

કારકિર્દી

સાવધાની રાખવી જરૂરી છે. બિઝનેસ અને કાર્યક્ષેત્રમાં સાવધાની રાખવી પડે. બિઝનેસનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે.

કુંભ

કોઇ વિશેષ યોગ્યતાના કારણે તમારુ સન્માન થાય. નવા વિચારો અને પદ્ધતિથી કામ કરી શકો છો. તેનાથી તમને લાભ થશે. વિચારેલા કામ કરવામાં સફળતા મળશે. તમારા માટે આજનો દિવસ સારો છે. આજે તમે માનસિક રૂપે સક્રિય રહેશો. પોતાના પર વિશ્વાસ રાખો.

શું કરશો

ભોજનમાં ગોળનો ઉપયોગ કરો.

લવ

લવ લાઇફમાં તમે વધારે ભાવુક થઇ શકો છો. ખોટી ચર્ચાઓ થઇ શકે છે. તેનાથી દૂર રહો. પાર્ટનરની ભાવનાઓને સમજો.

કારકિર્દી

ધનલાભ મેળવવો હોય તો તેના માટે મહેનત કરવી પડશે. આળસના કારણે તમને અસફળતાઓ મળી રહી છે. આજે કરેલી મહેનતને લાભ ભવિષ્યમાં પણ મળી શકે છે.

મીન

મોટૈભાગના તમારા કામોમાં સફળતા મળે તેવા યોગ છે. સફળતા મેળવવા માટે ઓછી મહેનત કરવી પડે. આજનો દિવસ સફળતાને ધ્યાનમાં રાખતાં તેમારા માટે શ્રેષ્ઠ દિવસ છે. પોતાની જાત પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત છે. નોકરી-ધંધામાં પડકારોનો સામનો કરવો પડે.  કોઇ બાબતે કોઇ વ્યક્તિ સાથે મૂંઝવણ હોય તો તે દૂર કરો.

શું કરશો

મીઠાથી દાંત સાફ કરો.

લવ

પાર્ટનર સાથે ભવિષ્યની યોજનાઓ બનાવો. પાર્ટનર પ્રત્યે વફાદાર રહો. બોલતી વખતે ધ્યાન રાખો.

કારકિર્દી

કાર્યક્ષેત્ર અને બિઝનેસ સાથે સંબંદિત યાત્રાના યોગ છે. તમારી આવકમાં વધારો થઇ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે.

Related posts

Constipation દૂર કરવા માટે મંગાવી હતી EEL, હાલત બગડી તો કરાવવી પડી સર્જરી

Pritesh Mehta

IND vs SL / શ્રીલંકાએ ભારતને 4 વિકેટે હરાવ્યું, છેલ્લી ઓવર સુધી પહોંચી હતી મેચ: સીરીઝ 1-1થી સરભર

Zainul Ansari

પ્રાઇવસી / Instagramએ આ યુઝર્સ માટે કર્યા મોટા ફેરફાર, તમે પણ તેમા સામેલ તો નથી ને! એકવાર કરી લો ચેક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!