GSTV
ANDAR NI VAT

તા.31મીથી શુક્ર કુંભ રાશિમાં: કઈ રાશિના જાતકને શું અસર થશે

તા.31મી શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરશે. સવારે 8 વાગ્યે, 34 મિનિટ, 16 સેકન્ડે શુક્ર મકર રાશિમાંથી ભ્રમણ કરશે. જ્યોતિષમાં શુક્ર મોજશોખ, સૌંદર્ય, ડિપ્લોમસી અને કળાનો કારક છે. કુંભ રાશિ વાયુતત્ત્વ રાશિ છે. પુરુષ રાશિ છે. કુંભ રાશિના જાતકો ઊંડા અને સંગ્રહખોર હોય છે. તેઓ ભૌતિકવાદી હોય છે. માનવતાવાદી હોય છે. શુક્ર અને કુંભના લક્ષણોને મિક્સ કરતા શુક્રનું કુંભ ભ્રમણ કેવું રહેશે તેનો સરળતાથી અંદાજ આવી શકશે. ઇન શોર્ટ સમજી લો. જ્યાં શુક્ર પડ્યો છે ત્યાં આપણી મજા પડેલી છે. આપણો ભોગ, આપણો પ્લેઝર પડેલો છે. શુક્ર 27મી એપ્રિલ સુધી કુંભમાં રહેવાનો છે. વિવિધ રાશિના જાતકોના જીવન પર તેની શું અસર થઈ શકે તે જોઈએ.

મેષઃ તમારી કુંડળીમાં શુક્ર 11મા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આ દરમિયાન તમે દોસ્તો સાથે ખૂબ એન્જોય કરશો. પરિવાર અને પત્ની કે પાર્ટનર તરફથી તમને લાભ મળશે. સંતાનોની કોઈ બાબત સુખ આપી જાય અથવા આકસ્મિક લાભ થાય.

વૃષભઃ તમારી કુંડળીમાં શુક્ર 10મા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમયમાં તમને તમારી કારકિર્દીના સ્થળ પર રહેવું વધારે ગમશે. ત્યાં કોઈ પણ પ્રકારના વાદ-વિવાદ ટાળજો. માતા અથવા સંપત્તિને લગતી કોઈ બાબત તમને ખુશ કરી શકે છે. અચાનક પ્રસિદ્ધિ મળી શકે છે.

મિથુનઃ તમારી કુંડળીમાં શુક્ર નવમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમયમાં તમે પિતા અથવા ગુરુની કંપની માણશો. નસીબના દ્વારા ઓચિંતા ખૂલી શકે છે. તમારા સંતાનો માટે આ સમય સારો છે. તમારે અથવા તમારા સંતાનોને વિદેશ યાત્રા પણ થઈ શકે છે. તમને તમારા કરતા નાની ઉંમરના લોકો તરફથી કંઈક ખુશી મળી શકે.

કર્કઃ તમારી રાશિમાં શુક્ર આઠમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમે અત્યારે એકાંત માણશો. સાસરા પક્ષ તરફથી કોઈ ખુશ-ખબર મળી શકે. તમે આધ્યાત્મિક સાધના તરફ વળી શકો. પરિવાર તરફથી કોઈ ખુશી મળે તમને. માતાની તબિયત સાચવજો. લાભ અટકી જાય તો ચિંતા ન કરતા. માતાની તબિયત કે આવકમાં ઉતાર-ચડાવ આવે તો ચિંતા ન કરતા.

સિંહઃ તમારી કુંડળીમાં શુક્ર સાતમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમે તમારા જીવનસાથી કે પાર્ટનરની કંપની ખૂબ એન્જોય કરશો. આ સમય તમારા માટે કારકિર્દીમાં પ્રગતિનો છે. નાના ભાઈ-બહેનનો સંગાથ પણ માણી શકો છો. આ સમયમાં પ્રસન્ન રહેશો અને લોકપ્રિયતા પ્રાપ્ત કરશો.

કન્યાઃ તમારી કુંડળીમાં શુક્ર છઠ્ઠા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. વાદ-વિવાદનું સમાધાન થશે અને તમારા પક્ષમાં થશે. શયનસુખમાં વૃદ્ધિ થઈ શકે. તમે વધુ પૈસા ખર્ચ કરી શકો. તમે તમારી જવાબદારીઓને માણશો. ભાગ્ય તમારો સાથ આપશે. લાંબા અંતરની યાત્રા કરવાની થાય એમ પણ બને.

તુલાઃ તમારી કુંડળીમાં શુક્ર પાંચમા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમને આકસ્મિક લાભ પ્રાપ્ત થઈ શકે છે. આવકમાં વૃદ્ધિ થઈ શકે છે. સંતાનનું સુખ પ્રાપ્ત થઈ શકે છે. તમે તમારા સંતાનોની કંપની એન્જોય કરો એવું બને. જો તમે કલાકાર હો તો આ સમય તમારા માટે ક્રિએટિવિટીનો છે. આધ્યાત્મમાં રુચિ જાગી શકે છે.

વૃશ્ચિકઃ તમારી કુંડળીમાં શુક્ર ચોથા સ્થાનમાં બેઠો છે. તમારુ મન આનંદથી ભરાઈ જશે. આ સમયમાં તમને ખૂબ ભૌતિક સુખ મળશે. ખાસ કરીને ઘરે. કારકિર્દીના સ્થળે પણ તમને આનંદ પ્રાપ્ત થશે. વિદેશથી કોઈ તમારી ઘરે આવી શકે છે. તમારા જીવનસાથી માટે કારકિર્દીનો આ સૌથી સારો સમય છે.

ધનઃ તમારી કુંડળીમાં શુક્ર ત્રીજા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. તમે આ સમયમાં તમારા નાના ભાઈ-બહેન પાસેથી અથવા નાના અંતરની યાત્રા કરીને આનંદ પ્રાપ્ત કરી શકો છો. તમને તમારા પિતા કે ગુરુ તરફથી પણ પ્રસન્નતા પ્રાપ્ત થઈ શકે છે. નાના ભાઈ બહેન લોન લે અથવા તમે તેમના માટે લોન લો એવું બને. માર્કેટિંગમાંથી આવકના સારા યોગ છે.

મકરઃ હાલ શુક્ર તમારી કુંડળીના બીજા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમયમાં તમને ખાટું ખૂબ ભાવશે. તમારી વાણીમાં મૃદુતા આવશે. તમે લોકપ્રિયતા પ્રાપ્ત કરશો. કરિયરમાં પ્રમોશનના યોગ છે. નવા સંતાનનું આગમન થઈ શકે છે. આકસ્મિક લાભ તમારી બચતમાં વૃદ્ધિ કરી શકે છે. કુટુંબને આકસ્મિક લાભ થઈ શકે છે. સાસરિયામાંથી શુભ સમાચાર મળે.

કુંભઃ આ સમયે શુક્ર તમારી કુંડળીના પ્રથમ સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમયમાં તમે ખૂબ મોજશોખ કરશો. માતાપિતા તરફથી લાભ થાય. ભાગ્ય તમારો સાથ આપે. મન આનંદમાં રહે. તમારા જીવનસાથી તરફથી પણ ખુશી મળશે.

મીનઃ તમારી કુંડળીમાં શુક્ર 12મા સ્થાનમાંથી પસાર થઈ રહ્યો છે. આ સમયમાં તમે ખૂબ ખર્ચા કરશો. ખૂબ શોપિંગ કરશો. તમને ખૂબ સારું શયનસુખ મળશે. વાદ-વિવાદનું સમાધાન થશે. આરોગ્ય સારું રહેશે. અચાનક પ્રગતિની તક મળે. આધ્યાત્મિક ઝુકાવની તક મળે. નાના ભાઈ-બહેનને તમારાથી દૂર જવાનું થાય.

READ ALSO:

Toggle panel: Rank Math Overview

Rank Math Overview

Related posts

અચાનક હાઈવે પર થવા લાગ્યો નોટોનો વરસાદ, ચાલુ કારમાંથી વ્યક્તિએ દોઢ કરોડથી વધુ નોટો ઉડાવી દીધી

HARSHAD PATEL

લ્યો બોલો / આંધ્રપ્રદેશના સીએમ રેડ્ડીનું પોસ્ટર કૂતરાએ ફાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ

Hardik Hingu

બોલિવૂડમાં જ નહીં સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ નેપોટિઝમ?, ટોચના સ્ટાર આ પરિવારોનો જ દબદબો

Hardik Hingu
GSTV