GSTV

આ પાકિસ્તાની બોલરે લતીફને કહ્યું હતું ‘ધોનીની બેટિંગ જોઇને સચિનને ભૂલી જઇશ’

ધોની

Last Updated on September 5, 2020 by Bansari

પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સુકાની રશીદ લતીફે એ સમયને યાદ કર્યો છે જ્યારે તેની જ ટીમના એક બોલરે તેને કહ્યું હતું કે ભારતના એક યુવાન ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીને રમતો જોઇને તું સચિન તેંડુલકરને ભૂલી જઇશ. રશીદ લતીફે કહ્યું હતું કે મને એ વખતે એમ કહેવામાં આવ્યું હતું કે ભારતીય ટીમમાં એક એવો વિકેટકીર બેટ્સમેન આવી ગયો છે જેનામાં સચિન તેંડુલકરથી આગળ નીકળી જવાની ક્ષમતા છે.

લતીફભાઈ એક નવો બેટ્સમેન આવ્યો છે જે સચિન તેંડુલકરને પણ ભુલાવી દેશે

તાજેતરમાં જ એક મુલાકાતમાં રશીદ લતીફે જણાવ્યું હતું કે કેન્યાથી બોલર તનવીર અહેમદે મને ફોન કર્યો હતો અને આ વિશે વાત કરી હતી. નૈરોબીમાં 2004માં ભારત-એ, પાકિસ્તાન-એ અને કેન્યા વચ્ચે એક વન-ડે સિરીઝ યોજાઈ હતી જેમાં લોકોએ ધોનીની કમાલ નિહાળી હતી.

એ વખતે હું ઇંગ્લેન્ડમાં હતો અને કેન્યાથી તનવીરનો ફોન આવ્યો હતો. તેણે મને કહ્યું હતું કે લતીફભાઈ એક નવો બેટ્સમેન આવ્યો છે જે સચિન તેંડુલકરને પણ ભુલાવી દેશે. એ વખતે મેં તેને કહ્યું હતું કે આમ બની શકે જ નહીં, તે અશક્ય છે. સચિન તો સચિન છે. તેની બરાબરી કોઈ કરી શકે નહીં. ધોનીએ નૈરોબીની એ સિરીઝમાં છ મેચમાં 72.40ની સરેરાશથી 362 રન ફટકાર્યા હતા જેમા બે સદીનો સમાવેશ થતો હતો.

Read Also

Related posts

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari

થઇ ગઇ મોટી ભવિષ્યવાણી! ભારતનો આ ધાકડ બોલર મચાવશે તરખાટ, બનાવશે 1000 ટેસ્ટ વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ

Bansari

ટિપ્સ/ કોરોનાથી રિકવર થયા બાદ આખરે શા માટે ખરે છે વાળ? જાણો આ સમસ્યામાંથી કેવી રીતે મેળવશો છૂટકારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!