GSTV
Home » News » પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ જ ક્રિકેટરોની ઉમરમાં ગેરરીતિ આચરે છે : પાક. દિગ્ગજનો ચોંકાવનારો દાવો

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ જ ક્રિકેટરોની ઉમરમાં ગેરરીતિ આચરે છે : પાક. દિગ્ગજનો ચોંકાવનારો દાવો

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન રાશિદ લતિફે ચોંકાવનારો દાવો કરતાં કહ્યું છે કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ જ ખેલાડીઓની ઉમર ખોટી દર્શાવીને ગેરરીતિ આચરે છે અને આગળ જતાં તેઓ આ કારણે ક્રિકેટ વિશ્વ સમક્ષ મજાકનું પાત્ર બને છે. પાકિસ્તાને તાજેતરમાં ૧૬ વર્ષની ઉંમર ધરાવતા નસીમ શાહને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચમાં ઉતારીને આશ્ચર્ય સર્જ્યું હતુ.

હવે તેની પસંદગી અંડર-૧૯ વર્લ્ડ કપ માટે કરવામાં આવી છે. પાકિસ્તાનના ક્રિકેટરો તેમની ઉમર હકીકતમાં હોય તેના કરતાં ઓછી બતાવતા હોવાની શંકા વારંવાર વ્યક્ત થઈ ચૂકી છે અને હવે લતિફે આક્ષેપ મૂક્યો છે કે, આ કૌભાંડમાં બોર્ડની પણ સીધી સંડોવણી છે.

ભૂતપૂર્વ વિકેટકિપર બેટ્સમેન લતિફે ટ્વિટર પર લખ્યું કે, પાકિસ્તાનની સિનીયર ક્રિકેટ ટીમના પ્લેયર્સ અંડર-૧૯માં રમવા જઈ રહ્યા છે. અંડર-૧૯ના ખેલાડીઓ અંડર-૧૬માં રમે છે અને અંડર-૧૬ના ખેલાડીઓ અંડર-૧૩માં રમે છે. જ્યારે અંડર-૧૩ના ખેલાડીઓ તો માતાની ગોદમાં રમતા હોય તેટલી ઉમરના દર્શાવાય છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મહેરબાની કરીને આ બધુ બંધ કરવું જોઈએ. ખેલાડીઓની ઉમરની ખરાઈ કરો અને બોગસ ડિગ્રી ધરાવતા ડોક્ટરોની સાથે કામ કરવાનું બંધ કરીને વૈશ્વિક સ્તરે પોતાની મજાક થતી અટકાવો. 

નોંધપાત્ર છે કે, પાકિસ્તાનના લેજન્ડરી ક્રિકેટર શાહીદ આફ્રિદીએ ચોંકાવનારો ઘટસ્ફોટ કરતાં કહ્યું હતુ કે, તેની ઉમર જે દર્શાવાય છે, તેના કરતાં હકીકતમાં તેની ઉમર પાંચ વર્ષ વધુ છે.

Read Also

Related posts

શોએબ અખ્તરનો ધડાકો, કિવીઝને આઉટ કરવાની સાથે સાથે ડરાવી પણ રહ્યા છે ભારતીય બોલર્સ

pratik shah

EDની તપાસમાં થયો મોટો ખુલાસો-PFIનાં ખાતામાં કરોડો રૂપિયા જમા,CAAની સામે હિંસા ભડકાવવા માટે કરાયો હતો ઉપયોગ

Mansi Patel

આ PF પર સરકારે વ્યાજ દરની કરી જાહેરાત, હવે આટલી થશે તમારી બચત

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!