GSTV

ચુસ્ત બોલિંગ પર જ ધ્યાન આપ્યું છે વિકેટ પર નહીં, અફઘાનિસ્તાનના આ સ્પિનરે કર્યો દાવો

અફઘાનિસ્તાનનો સ્પિનર રાશીદ ખાન આ વખતની આઇપીએલમાં રમનારા ખતરનાક બોલર પૈકીનો એક છે. આઇપીએલમાં તેણે ત્રણ સિઝનમાં મળીને 55 વિકેટ ઝડપી છે. જોકે અફઘાન બોલરનું માનવું છે કે તેનું ધ્યાન વિકેટ લેવામાં નહીં પરંતુ ચુસ્ત બોલિંગ કરવામાં હોય છે.

આટલી વિકેટ ખેરવી શકશે

રાશિદ ખાને હંમેશાં ચુસ્ત બોલિંગ કરેલી છે અને તેની આ પ્રકારની કરકસરયુક્ત બોલિંગને કારણે જ અકળાઈને બેટસમેન તેની વિકેટ ફેંકી દેતો હોય છે. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમી રહેલા રાશીદ ખાને જણાવ્યું હતું કે તેણે કરિયરમાં અગાઉ ક્યારેય વિચાર્યું ન હતું કે તે આટલી વિકેટ ખેરવી શકશે.

21.69 સરેરાશ નોંધાવી છે

આઇપીએલમાં તેની ઇકોનોમી રેટ 6.55 છે અને વિકેટદીઠ તેણે 21.69 સરેરાશ નોંધાવી છે.રાશીદ ખાને જણાવ્યું હતું કે એક છેડેથી તે બોલરને જકડી રાખે છે અને તેને કારણે જ સામે છેડેથી બોલિંગ કરતા બોલરને વિકેટ મળતી રહે છે. આખરે આ બાબતનો ટીમને લાભ થતો હોય છે.

તેનાથી લાભ થતો હોય

તેણે કહ્યું હતું કે મેચમાં હું જ ડોટ બોલ ફેંકવામાં અને બેટ્સમેન પર દબાણ લાદવામાં ધ્યાન આપતો રહું છું આમ થાય છે ત્યારે બેટ્સમેને રનરેટ વધારવા માટે જોખમ લેવું પડે છે અને તેમાં જ તે ભૂલ કરી બેસે છે. આખરે તો ટીમને જ તેનાથી લાભ થતો હોય છે. રાશીદ ખાને ઉમેર્યું હતું કે તેની પાસે બોલિંગના પાંચઅલગ અલગ વેરિએશન છે અને પિચને ધ્યાનમાં રાખીને તે તેનો અમલ કરે છે.

READ ALSO

Related posts

IPL 2020: રાજસ્થાન સામે ધોનીની CSKએ વાળ્યો ધબડકો, હવે પ્લેઑફની રાહ પણ મુશ્કેલ

Bansari

IPL 2020: બટલરની ધમાકેદાર ફિફટી, રાજસ્થાને ચેન્નાઈને 7 વિકેટે હરાવ્યું

Pravin Makwana

સાઉથના સુપરસ્ટાર સેતુપતિએ છોડી મુરલીધરનની બાયોપિક, નહીં કરે ફિલ્મ ‘800’

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!