GSTV

આ અઠવાડિયે કેવું રહેશે તમારૂ ભવિષ્ય? મકર સંક્રાંતિ પર આ રાશિના જાતકોએ સંભાળવું

મેષ (અ. લ. ઇ.)

મકર સંક્રાંતિ- પતંગોત્સવ દરમ્યાન રસ્તામાં આવતા-જતા- વાહન ચલાવતા જાગૃતિ- સાવધાની- એકાગ્રતા રાખવી. તે સિવાય, પડવા વાગવાથી, ઈજાથી સંભાળવું પડે. વાતચીતમાં ઉશ્કેરાટ- ગુસ્સો, વિવાદ કરવો નહીં. પુત્ર- પૌત્રાદિકના કામમાં ધ્યાન રાખવું પડે. વધારાનો ખર્ચ થાય, શારીરિક- માનસિક શ્રમ- થાક છતાં નોકરી- ધંધાના, સગા- સંબંધી- મિત્રવર્ગના કામ કરવા પડે. 

ગણેશ પૂજા- મંત્રજાપ, સૂર્યપૂજા- મંત્રજાપ મંગળ મંત્રજાપ કરવા, દાન- દક્ષિણા આપવી. સરકારી- ખાતાકીય કામગીરીમાં, જવાબદારીમાં લાપરવાહી- બેકાળજી રાખવી નહીં.  તા. ૧૨ જાન્યુ. રવિ  બહારના કામમાં ધ્યાન રાખવું પડે, ખર્ચ થાય, ૧૩ સોમ ગણેશ પૂજા- મંગળ મંત્રજાપ કરવો, ૧૪ મંગળ   પુત્ર- પૌત્રાદિકના કામમાં ધ્યાન રાખવું પડે, ૧૫ બુધ સૂર્યોદયથી સૂર્યાસ્ત દરમ્યાન દાન- દક્ષિણા આપવા, ૧૬ ગુરૂ નોકરી- ધંધાનું કામ વ્યસ્તતાવાળું રહે, ૧૭ શુક્ર- ભાગિતીથીએ ચિંતા- રૂકાવટ, ૧૮ શનિ- કાર્ય સફળતા.

વૃષભ (બ. વ. ઉ.)

તન- મન- ધનથી- વાહનથી સંભાળવું પડે. રસ્તામાં આવતા- જતા, વાહન ચલાવતા તકલીફ- મુશ્કેલી થાય નહીં તેની તકેદારી સાવધાની રાખવી, ખરીદી દરમ્યાન પૈસા- પાકીટ- મોબાઇલ- વાહનનું ધ્યાન રાખવું, ચિંતા-નુકસાન-દોડધામ અનુભવાય. મકર સંક્રાંતિના પ્રારંભ પછી નોકરી- ધંધાના તેમજ સગા- સંબંધી મિત્રવર્ગના કામમાં વ્યવહારિક- સામાજિક- પારિવારિક કામની વ્યસ્તતા શરૂ થાય, વધારાનો ખર્ચ થાય, મિલન- મુલાકાત, યાત્રા- પ્રવાસનું આયોજન ગોઠવાય.

તા. ૧૨ જાન્યુ. રવિ  વધારાના કામની ચિંતા રહે, ૧૩ સોમ નોકરી- ધંધાના કામમાં તેમજ રસ્તામાં આવતા જતા, વાહન ચલાવતા તકલીફ અનુભવો, ૧૪ મંગળ  તન-મન- ધનથી સંભાળવું પડે, ૧૫ બુધ મકર સંક્રાંતિનું દાન-દક્ષિણા આપવા, ૧૬ ગુરૂ- વિલંબમાં પડેલ કામ ઉકેલવું પડે, નવા કામ કરવામાં સાનુકૂળતા, ૧૭ શુક્ર- બજારોની વધઘટમાં સંભાળવું, ૧૮ શનિ- સિદ્ધિયોગમાં કાર્ય સફળતા-પ્રગતિથી આનંદ.

મિથુન (ક. છ. ઘ.)

ત્રીસ દિવસ આપે નોકરી-ધંધાના કામમાં, આરોગ્યની બાબતમાં, સરકારી, કાનુની કામમાં, જેલ બંધન- પોલીસ કાર્યવાહીમાં મુશ્કેલી અનુભવવી પડે. શાંતિ- સ્વસ્થતા જણાય નહીં. અન્યના કારણે આક્ષેપ- અપયશ- અપમાન- ઉપેક્ષાનો સામનો કરવો પડે. ખભામાં, કાન- દાંતમાં દર્દપીડાથી રોજીંદા કામમાં તકલીફ અનુભવાય. ખરીદ- વેચાણમાં, વ્યવહાર- સંબંધમાં, વ્યવહારિક- સામાજિક કામમાં તેમજ બહાર કે બહારગામ જવાના પ્રશ્નમાં ઉચાટ- ઉદ્વેગ- મુંઝવણ- દ્વિધા રહ્યા કરે.

તા. ૧૨ જાન્યુ. રવિ કામમાં સાનુકૂળતા, ૧૩ સોમ ગણેશ પૂજન મંત્રજાપથી આનંદ રહે, ૧૪ મંગળ- મકર સંક્રાતિએ પતંગોત્સવે મિલન- મુલાકાતમાં, ચર્ચા- વિચારણામાં સંભાળવું, ૧૫ બુધ- સૂર્યપૂજા- મંત્રજાપ કરવો, ૧૬ ગુરૂ – વ્યવહારિક સામાજિક વિવાદમાં ચિંતા, ૧૭ શુક્ર- ભાગિતીથીએ વેપાર- ધંધામાં, નોકરી- ધંધામાં ચિંતા, ૧૮ શનિ- કામકાજમાં સાનુકૂળતા.

કર્ક (ડ. હ.)

નોકરી- ધંધાના કામમાં, ઘર- પરિવારના કામમાં પુત્ર- પૌત્રાદિકના કામમાં આપ ધ્યાન આપી શકો. વિલંબમાં પડેલ કામ ઉકેલાતા જાય. ચિંતા- ખર્ચ- દોડધામ રહે. અન્યના સહકારથી કામ ઉકેલાતું જાય પરંતુ પરવશતા- બંધનમાં મજબૂરી, અકળામણ છતાં મૌન રાખી સમય- સંજોગોને અનુરૂપ પોતાના કામનો ઉકેલ લાવવો પડે. સાંસારિક જીવનમાં બાંધછોડ કરવી પડે શરીર- મનની અસ્વસ્થતા અનુભવવી પડે.

તા. ૧૨ જાન્યુઆરી રવિ- માનસિક વ્યગ્રતા છતાં કામ ઉકેલાતું જાય, ૧૩ સોમ ગણેશ પૂજા- મંત્રજાપથી કાર્ય સફળતા પ્રગતિ, ૧૪ મંગળ  શ્રમ- થાક- ચિંતા- ખર્ચ રહે, ૧૫ બુધ- સૂર્યપૂજા- મંત્રજાપ કરવો- દાન, દક્ષિણા આપવા, શાંતિ જાળવવી, ૧૬ ગુરૂ- કામકાજમાં પ્રગતિ ભાગિતીથીએ કામમાં વિલંબ, ૧૮ શનિ કાર્યસફળતા- પ્રગતિથી આનંદ રહે.

સિંહ (મ. ટ.)

નોકરી- ધંધાના કામથી, વ્યવહારિક, સામાજિક, પારિવારિક કૌટુંબિક કામથી વ્યસ્તતા દોડધામ- ખર્ચ- ચિંતા રહે પરંતુ વિલંબમાં પડેલ કામ એક પછી એક ઉકેલાતા જાય. ધંધામાં આવક થાય, સિઝનલ ધંધામાં વધારો થાય, પુત્ર- પૌત્રાદિકના આરોગ્ય અંગે, તેના રોજીંદા કામ અંગે ચિંતા રહે, ધનારકની સમાપ્તિ- મકર સંક્રાંતિએ સૂર્યપૂજા- મંત્રજાપ કરવો.

યથાશક્તિ, દાન દક્ષિણા આપવા રસ્તામાં આવતા જતા, વાહન ચલાવતા જાગૃતિ સાવધાની રાખવી પડે. તા. ૧૨ જાન્યુ. રવિ બહારના કામની વ્યસ્તતા રહે, ૧૩ સોમ ચિંતા- ખર્ચ વ્યસ્તતા રહે, ૧૪ મંગળવાર પુત્ર-પૌત્રાદિકના કામમાં ધ્યાન રાખવું. ૧૫ બુધ- સૂર્યપૂજા- મંત્રજાપ કરવો, દાન- દક્ષિણા આપવા, ૧૬ ગુરૂ કામકાજમાં વ્યસ્તતા, ૧૭ શુક્ર- ધીરજ- સ્વસ્થતા જાળવવી, ૧૮ શનિ- કાર્યસફળતા.

કન્યા (પ. ઠ. ણ.)

અન્યને કારણે ચિંતા- ખર્ચ- અસ્વસ્થતા રહે, ઇચ્છા- અનિચ્છાએ બહાર કે બહારગામ જવાનું આયોજન, યાત્રા- પ્રવાસ- મુલાકાત અંગેની કાર્યવાહી મુંઝવણ- દ્વિધામાં રહો, ખર્ચ થાય, નોકરી- ધંધાના કામમાં રૂકાવટ પછી હળવાશ રાહત થતી જાય. સંબંધ- વ્યવહાર- સંસ્મરણો તાજા થાય,શરીર- મનનો થાક, શ્રમ, સિઝનલ બીમારીની અશરથી સ્ફૂર્તિ ઓછી અને સુસ્તી વધારે રહે, કંટાળો અનુભવતા હોવ તેમ લાગે. 

તા. ૧૨ જાન્યુ. રવિ વધારાના કામની વ્યસ્તતા રહે, ૧૩ સોમ  ચિંતા- ખર્ચ- અસ્વસ્થતા, ૧૪ મંગળ- ધનારક સમાપ્તિ, મકર સંક્રાંતિના પ્રારંભે- પતંગોત્સવે બેચેની- વ્યગ્રતા- ચિંતા- વિચારોમાં અટવાયેલા રહો, ૧૫ બુધ- યથાશક્તિ દાન- દક્ષિણા આપવા, ૧૬ ગુરૂ- માનસિક વ્યગ્રતા બેચેની રહે, ૧૭ શુક્ર હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં, ૧૮ શનિ- સગા- સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય, બહાર કે બહારગામ જવાનું થાય.

તુલા (ર. ત.)

આગામી ત્રીસ દિવસ નોકરી- ધંધાના કામમાં, સગા- સંબંધી, મિત્રવર્ગના કામમાં, ચિંતા ખર્ચ દોડધામના રહે. પરંતુ પુત્ર- પૌત્રાદિકના કામમાં, પરદેશના કામમાં સાનુકૂળતા થતી જાય. આપે શરદી, કફ, ખભામાં, ગરદનમાં દર્દ-પીડાથી બેચેની અનુભવવી પડે. ધન સંક્રાંતિની સમાપ્તિએ રસ્તામાં આવતા- જતા, વાહન ચલાવતા પડવા- વાગવાથી- ઈજાથી તકલીફ થાય નહિ તેની તકેદારી રાખવી, ઉતાવળે વાહન ચલાવવું નહીં, ભાઈભાંડુ, નોકર-ચાકર વર્ગ, સ્ટાફના પ્રશ્ને નિર્ણય કરવાનો હોય તો તેમાં મુશ્કેલી પડે.

જજ તા. ૧૨ જાન્યુ. રવિ- વધારાના કામથી વ્યસ્તતા રહે, ૧૩ સોમ- ધર્મકાર્ય થાય, નોકરી- ધંધાનું કામ થાય, ૧૪ મંગળ- રસ્તામાં આવતા- જતા વાહન ચલાવતા સંભાળવું પડે, ૧૫ બુધ- સૂર્યપૂજા- મંત્રજાપ કરવો, યથાશક્તિ દાન- દક્ષિણા આપવા, ૧૬ ગુરૂ- નોકરી- ધંધાના તેમજ સંતાનના કામમાં વ્યસ્તતા, ૧૭ શુક્ર કામમાં રૂકાવટ, મુશ્કેલી, ૧૮ શનિ- કાર્યસફળતા- ઉકેલથી આનંદ.

વૃશ્ચિક (ન. ય.)

નોકરી- ધંધાના કામમાં, સગા- સંબંધી મિત્રવર્ગના કામમાં, સંબંધ- વ્યવહારમાં, યાત્રા- પ્રવાસ મિલન- મુલાકાતનું આયોજન ગોઠવાય, જૂના નવા સંબંધ- સંસ્મરણ તાજા થાય. વધારાના કામથી આપની જવાબદારી- વ્યસ્તતામાં વધારો થાય. શ્રમ- થાક વધે છતાં  અંગત કામ, અન્ય કામકાજ કરી શકો, પરંતુ   આંખમાં, ખભામાં, કમરમાં દર્દપીડા ઇજા થાય નહી તેની તકેદારી, સાવધાની રાખવી. 

વાહન ચલાવતા રસ્તામાં આવતા- જતા સંભાળવું પડે. તા. ૧૨ જાન્યુ. રવિ- વધારાના કામની વ્યસ્તતા. ૧૩ સોમ- સંકષ્ટ ચતુર્થીએ ધર્મકાર્ય થાય, ૧૪ મંગળ- ધન સંક્રાંતિની સમાપ્તિએ શ્રમ- થાક- ચિંતા- અસ્વસ્થતા. ૧૫ બુધ- સૂર્યપૂજા કરવી. દાન- દક્ષિણા આપવી. ૧૬ ગુરૂ- કામકાજમાં સાનુકૂળતા, ૧૭ શુક્ર-  ચિંતા. ૧૮ શનિ- સિદ્ધિયોગમાં મિલન- મુલાકાત- યાત્રા પ્રવાસ થાય.

ધન (ભ. ધ. ફ. ઢ.)

ધનારકના ચકરાવામાંથી તા. ૧૫ જાન્યુઆરી પછી ધીમે ધીમે હળવાશ અનુભવતા જાવ. તેમ છતાં ૮ ફેબુ્રઆરી સુધી નુકસાન- વિવાદ થાય, સરકારી- રાજકીય- કાનુની- અદાલતની કાર્યવાહી થાય તેવા કોઈ કામ કે નિર્ણય કરવા નહીં. સાંસારિક જીવનમાં, વ્યસ્તતા, રોગ- પીડા- બીમારીમાં સમય પ્રતિકૂળતા, મુશ્કેલીનો રહે. 

વર્ટિંગો, ચક્કર, મસ્તકમાં- ગરદનમાં દર્દપીડા- બીમારીથી ઉપેક્ષા કરવી નહીં, આંખ- ગળા- ગરદનમાં ઈજાથી સંભાળવું  તા. ૧૨ જાન્યુ. રવિ- અશાંતિ- ઉદ્વેગ, ૧૩ સોમ- નોકરી- ધંધાના પત્ની- સંતાનના કામમાં ચિંતા ખર્ચ, ૧૪ મંગળ તન- મન- ધનથી- વિવાદથી સંભાળવો પડે, ૧૫ સૂર્યપૂજા- મંત્રજાપ કરવો, દાન- દક્ષિણા આપવા, ૧૬ ગુરૂ- નોકરી- ધંધાનું કામ થાય, ૧૭ શુક્ર- કામની વ્યસ્તતા, ૧૮ શનિ- કાર્ય સફળતા.

મકર (ખ. જ.)

તન- મન- ધનથી સ્વસ્થતા જાળવીને તમારા રોજીંદા કામ તેમજ વધારાના કામ કરવા પડે. બંધનયોગ- ઋણયોગના કારણે જોખમી કોઈ નિર્ણયો કરવા જ નહીં. આરોગ્ય સાચવવું, વાહન ધીમે ચલાવવું, નાણાંકીય કામમાં, લેવડદેવડમાં, જામીનગીરીમાં, બેંકના કામમાં, અવશ્ય સાવધાની રાખવી નોકરી- ધંધાના, સગા- સંબંધી મિત્રવર્ગના કામમાં, સંબંધ- વ્યવહારમાં, બીમારીમાં આકસ્મિક ચિંતા આવી જાય. 

તા. ૧૨ જાન્યુ. રવિ- વિલંબમાં પડેલ કામ ઉકેલાય, ૧૩ સોમ- રસ્તામાં આવતા- જતા વાહન ચલાવતા, અવશ્ય સાવધાની- એકાગ્રતા રાખવી, ૧૪ મંગળ- પતંગોત્સવે તન- મન- ધનથી- વાહનથી, સગા- સંબંધી મિત્રવર્ગથી ચિંતા- ઉપાધિ અશાંતિ, ૧૫ બુધ- ઉચાટ ઉદ્વેગ રહે, સાંજ પછી રાહત, ૧૬ ગુરૂ- નોકરી- ધંધાના કામ કરવા પડે પરંતુ કંટાળો આવે કે કાંઈ ગમે નહીં, ૧૭ શુક્ર અશાંતિ, ૧૮ શનિ- સગા-સંબંધી મિત્રવર્ગથી ખર્ચ- વ્યસ્તતા રહે.

કુંભ (ગ. શ. સ. ષ.)

નોકરી- ધંધાના જે કામ રૂકાવટવાળા રહ્યા હોય તે કામ તેમજ વ્યવહારિક, સામાજિક, પારિવારિક- કૌટુંબિક કામ એક પછી એક ઉકેલાતા જાય. સંતાનના કામમાં સાનુકૂળતા રહે, સરકારી- રાજકીય- ખાતાકીય સંબંધ- વ્યવહાર સાચવવામાં ખર્ચ થાય, બહાર કે બહારગામ જવાનું થાય, પરદેશનું કામ થઈ શકે પરંતુ મકર સંક્રાંતિ દરમ્યાન ત્રીસ દિવસ આંખમાં દર્દપીડાથી સંભાળવું પડે. પત્નીના આરોગ્યનું ધ્યાન રાખવું પડે.

સાંસારિક વિવાદમાં, છૂટાછેડાની કાર્યવાહી- મુદતમાં તકલીફ પડે. તા. ૧૨ જાન્યુ. રવિ- કામની વ્યસ્તતા રહે, ૧૩ સોમ- સંકષ્ટ ચતુર્થીએ ધર્મકાર્ય થાય, ૧૪ મંગળ- પતંગોત્સવ મકરસંક્રાંતિએ સગા- સંબંધી મિત્રવર્ગને મળવાનું થાય, ૧૫ બુધ- સૂર્ય પૂજા કરવી, દાન-દક્ષિણા આપવી, ૧૬ ગુરૂ- નોકરી- ધંધામાં, આરોગ્યમાં સંભાળવું, ૧૭ શુક્ર- ભાગિતીથીએ અશાંતિ, ૧૮ શનિ- સિદ્ધિયોગમાં કાર્ય સફળતાથી આનંદ રહે.

મીન (દ. ચ. ઝ. થ.)

ધનારકની સમાપ્તિએ તેમજ મકર સંક્રાંતિના પ્રારંભમાં  નિકટના સગા- સંબંધી મિત્રવર્ગના કારણે અશાંતિ- ચિંતા- ઉત્પાત રહે. નિકટ હોય તેમને બીમારી આવી જાય. નોકરી- ધંધાના કામમાં ઉચાટ, દ્વિધા રહે. સીઝનલ ભાગીદારીવાળા ધંધામાં, રોકાણમાં નુકસાન- વિવાદ થાય. 

ખાણીપીણીના વેપાર- ધંધામાં, રસકસના વેપારમાં, શેરોની લે-વેચમાં, તેલ- ઘઉંના વેપારમાં અન્યના દોરવાયા દોરવાઈ જવું નહીં. તા. ૧૨ જાન્યુ. રવિ- વધારાનું કામ થાય, ૧૩ સોમ- નોકરી-ધંધાનું કામ વ્યસ્તતાવાળું રહે, ૧૪ મંગળ- પતંગોત્સવ- ધનારકની સમાપ્તિએ અન્યના કારણે ચિંતા- ઉચાટ, ૧૫ બુધ- સૂર્યપૂજા- મંત્રજાપ કરવો. દાન-દક્ષિણા આપવી, ૧૬ ગુરૂ- વ્યવહારિક સામાજિક તેમજ નોકરી- ધંધાનું કામ થાય, ૧૭ શુક્ર- ભાગિતિથીએ આકસ્મિક ચિંતા ઉપાધિ, ૧૮ તન- મન- ધનથી- વાહનથી સંભાળવું પડે.

Read Also

Related posts

દુનિયાને ભરડામાં લેનારા Coronaએ આ 9 દેશોમાં દસ્તક સુદ્ધાં નથી આપી

Bansari

Corona ઈફેક્ટ: દેશની ટુરિઝમ ઈન્ડસ્ટ્રીને 5 લાખ કરોડનું નુકસાન, 5 કરોડ લોકો ગુમાવશે નોકરી

Mansi Patel

Lock Down : માતાપિતાએ એવું તો શું કરવુ જેથી બાળકોનું મનોરંજન થાય અને સમય પણ પસાર થાય? આ ટિપ્સ આવશે કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!