GSTV

રાશન કાર્ડ, આધાર કાર્ડ અને હવે આવી રહ્યું છે આરોગ્ય કાર્ડ…. આ હશે ખાસીયતો

કેન્દ્ર સરકાર ‘વન નેશન વન હેલ્થ કાર્ડ‘ લાવવાની તૈયારી કરી રહી છે. 15 ઓગસ્ટ 2020એ એટલે કે સ્વતંત્રતા દિવસના વિશેષ પ્રસંગે આની જાહેરાત કરી શકે છે. આ કાર્ડ દ્વારા દેશના દરેક નાગરિકના આરોગ્ય રેકોર્ડ ડિજિટલ ફોર્મેટમાં રાખવામાં આવશે. આમ અનાજ, આધાર અને આરોગ્ય કાર્ડનો રેકર્ડ કેન્દ્ર સરકાર ગમે ત્યારે જોઈ શકશે. વન નેશન વન હેલ્થ કાર્ડમાં લોકોના તબીબી ઇતિહાસનો રેકોર્ડ હશે. જેમાં એક વ્યક્તિ દ્વારા કરવામાં આવતી તમામ સારવાર અને પરીક્ષણોનો સમાવેશ કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ આખો રેકોર્ડ ફક્ત ડિજિટલ ફોર્મેટમાં રાખવામાં આવશે.

ભારતના લોકોની આર્થિક લેવડ દેવડ બાદ હવે તેના આરોગ્ય અંગે પણ જાસૂસી સંસ્થાઓ માટે વિગતો ઉપલબ્ધ થઈ શકે છે જો તે લીક થાય તો લોકોની પરેશાની વધે અને બંધારણનો ભંગ પણ થઈ શકે છે. હોસ્પિટલો, ક્લિનિક્સ અને ડોકટરો બધા સેન્ટ્રલ સર્વર સાથે જોડાયેલા હશે. જો કે, તે સંપૂર્ણપણે હોસ્પિટલો અને નાગરિકો પર રહેશે કે તેઓ ‘વન નેશન વન હેલ્થ કાર્ડ’ યોજનામાં જોડાવા માગે છે કે નહીં.

આ કાર્ડ માટે અરજી કરનારા દરેક નાગરિકને એક અનોખી ID આપવામાં આવશે, જેના દ્વારા તે સિસ્ટમમાં પ્રવેશ કરી શકશે. યોજનાનો તબક્કાવાર અમલ થશે. યોજનાના પ્રથમ તબક્કા માટે 500 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. ડોક્ટર દર્દીના તબીબી રેકોર્ડને અનન્ય આઈડી દ્વારા જોઈ શકશે. ફરજિયાત રહેશે નહીં. લાભાર્થીઓ એકવાર ઉમેર્યા પછી આ યોજનાથી પોતાને અલગ કરી શકશે. લોકોની વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવા માટે અનેક પગલાં લેવામાં આવશે.

Read Also

Related posts

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!