GSTV

રશ્મિ દેસાઈ પર લાગ્યો Big Boss કન્ટેસ્ટન્ટને ‘ખોટી રીતે ટચ’ કરવાનો આરોપ, જાણો શું છે સત્ય

Last Updated on December 1, 2021 by Pritesh Mehta

Big Boss 15 શોને થોડો વધુ રસપ્રદ બનાવવા માટે શોના મેકર્સ સતત મહેનત કરી રહ્યા છે. તાજેતરમાં જ Big Bossના ઘરમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે પહોંચ્યા છે. જેમાંથી એક રશ્મિ દેસાઈ પણ છે. રશ્મિનું કનેક્શન તાજેતરના દિવસોમાં ઉમર રિયાઝ સાથે વધુ ગાઢ હોય તેવું જોવા મળી રહ્યું છે. આ દરમિયાન અભિનેત્રીનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે ઉમર રિયાઝને ખોટી રીતે સ્પર્શ કર્યો છે.

Big Boss

શું રશ્મિએ ઉમરને ખોટી રીતે કર્યું ટચ?

બિગ બોસના ઘરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ ધમાલ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં રશ્મિ દેસાઈ મસ્તી કરતી જોવા મળી રહી છે. આ વીડિયો જે એંગલથી લેવામાં આવ્યો છે તેને જોતા તો એમ જ લાગે છે કે રશ્મિએ ઉમર રિયાઝના બટ (કુલ્હા)ને સ્પર્શ કર્યો છે અને હવે આ જ વાતને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઇ ગઈ છે. ઘણા લોકો રશ્મિ દેસાઈના વિરોધમાં ઉતરી આવ્યા છે.

શું છે સત્ય?

ઘણા લોકોએ આ વીડિયોને વાંધો ઉઠાવ્યો છે જેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે રશ્મિએ ઉમરના બટને તેની સહમતી વગર સ્પર્શ કર્યો છે. તેઓ આ વાતને લઈને પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. જોકે, જો તમે આ વીડિયો ધ્યાનથી જોશો તો સમજાશે કે રશ્મિ ઉમરને તેના ઘૂંટણ પર ઝટકો આપીને તેને ચીડવી રહી છે. વાત રહી ઉમર રિયાઝને ટચ કરવાની તો ધ્યાનથી જોઈએ તો સમજાશે કે રશ્મિએ તેના બંને હાથ કોર્ટના ખીસામાંથી કાઢ્યા જ નથી.

Big Boss શોની ટીઆરપી વધારે છે રશ્મિ

જણાવી દઈએ કે રશ્મિ દેશાઇ Big Boss 13નો પણ ભાગ રહી ચુકી છે. આ શોએ સારી ટીઆરપી મેળવી હતી. આ જ કારણે જ્યારથી બિગ બોસની ટીઆરપી ઘટે છે તેને શોમાં બોલાવી લેવામાં આવે છે. રશ્મિ દેસાઈ અને રાખી સાવંતને બિગ બોસના ટીઆરપી ગેનર એટલે કે ટીઆરપી વધારનાર પાસા તરીકે માનવામાં આવે છે અને આ જ કારણ છે કે તેને મહેમાન તરીકે અવારનવાર શોમાં બોલાવવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

પૃથ્વીથી 379 પ્રકાશ વર્ષ દૂર ગુરૂ કરતાં ત્રણ ગણો મોટો ગ્રહ મળ્યો, વિજ્ઞાાનીએ વિશિષ્ટ એકઝોપ્લેનેટ શોધ્યો

Damini Patel

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સૈન્ય વચ્ચે ભારે ઘર્ષણ, બે આતંકી ઠાર, સરહદેથી પાક.નો ઝંડો જપ્ત

Damini Patel

કડાકો/ ક્રીપ્ટોમાં અધધ કરોડ સાફ, ટોચની 100 કરન્સીમાંથી 94માં સાત દિવસથી સતત ઘટાડો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!