પાકિસ્તાનમાં સૈન્ય અને જાસુસી સંસ્થા આઇએસઆઇ બન્ને મનમાનીથી દેશમાં કામ કરી રહ્યા છે, જેને પગલે પાક.ની સુપ્રીમ કોર્ટે સૈન્ય અને એજન્સી બન્નેને ફટકાર લગાવી છે. પાકિસ્તાનમાં ભાગ્યે જ જોવા મળતા કિસ્સા સમાન આ મામલો છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે સૈન્ય અને જાસુસી સંસ્થા બન્નેને કહ્યું છે કે કાયદામાં રહીને કામગીરી કરે. એટલુ જ નહીં સૈન્યને દેશની કોઇ પણ રાજકીય પ્રવૃત્તિમાં પણ ભાગ લેવાની ના પાડી દીધી છે અને પ્રતિબંધ મુકી દીધો છે. પાકિસ્તાનમાં સરકાર કરતા સૈન્ય સર્વોચ્ચ બની બેઠી છે અને ગમે ત્યારે સત્તા પલટો કરી નાખે છે. જોકે સુપ્રીમ કોર્ટે પાક. સૈન્ય અને એજન્સી બન્નેની પાંખો જ કાપી નાખતો આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં સરકારને આદેશ આપ્યા હતા કે સૈન્ય,નેવી, એરફોર્સમાંથી જો કોઇ વ્યક્તિ પોતાની શપથનો ભંગ કરે તો તેની વિરુદ્ધ તાત્કાલીક ધોરણે પગલા લેવામાં આવે. પાકિસ્તાનની ગત સંસદની ચૂંટણીમાં ઇમરાન ખાનના પક્ષને પાક. સૈન્યનું સમર્થન હતું તેવા અનેક રિપોર્ટ સામે આવ્યા હતા, આ ઉપરાંત ખુલ્લેઆમ ઇમરાન ખાન સાથે સૈન્ય વડા અનેક વખત જોવા મળ્યા હતા. આ પ્રકારના રિપોર્ટને ધ્યાનમાં રાખીને જ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો હતો. સાથે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે જો કોઇ વ્યક્તિ અન્ય કોઇ વ્યક્તિને નુકસાન પહોંચે તેવા ફતવા જારી કરે અને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી આવા ફતવા જારી કરે તેવી વ્યક્તિ વિરુદ્ધ પણ પાકિસ્તાન પીનલ કોડ અને આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત આકરા પગલા લેવામાં આવે.
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ
સાથે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે દરેક વ્યક્તિને રાજકીય પક્ષ સ્થાપવાનો અને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવાનો અધિકાર છે. જોકે આ પ્રકારના વિરોધ પ્રદર્શનથી કોઇ વ્યક્તિને મળેલા મુળભુત અધિકારો છે તેનું ઉલ્લંઘન ન થાય તે પણ મહત્વનું છે. પાકિસ્તાનમાં બ્લાસ્ફેમી સહીતના આરોપો સાથે કેટલાક કટ્ટરવાદી સંગઠનોએ ઇસ્લામાબાદ સહીતના શહેરોમાં હિંસક દેખાવો કર્યા હતા જેને પગલે આમ નાગરીકોને ભારે પરેશાની થઇ હતી, આ ઘટનાની સુપ્રીમ કોર્ટે સુઓમોટો તરીકે નોંધ લીધી હતી અને સાથે આ પ્રકારના કટ્ટરવાદીઓને ફટકાર લગાવી કહ્યું હતું કે વિરોધ તમારો અધિકાર છે પણ અન્ય વ્યક્તિને જે અધિકારો મળ્યા છે તેને તમારા આ વિરોધ પ્રદર્શનની અસર ન થવી જોઇએ.