GSTV
Home » News » પોલિટીક્સની પીચ જ નહીં ક્રિકેટની પીચના પણ જેટલી હતા શહેનશાહ, જુઓ દુર્લભ તસવીરો

પોલિટીક્સની પીચ જ નહીં ક્રિકેટની પીચના પણ જેટલી હતા શહેનશાહ, જુઓ દુર્લભ તસવીરો

રાજકીય જીવનમાં કુશળ વક્તાથી લઇને સુપ્રીમ કોર્ટમાં કાનૂની દાવ પેચ સુધી પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીના જીવનના અનેક રોચક કિસ્સાઓ છે. તેમના વિશે કહેવામાં આવે છે કે, તેઓ બીજેપી કાર્યાલયમાં બે કોટ સાથે  જતાં હતા. એક વકીલનો અને બીજો પ્રવક્તાનો. તે અવારનવાર લોદી ગાર્ડનમાં મોર્નિંગ વૉક માટે જતાં હતાં અને સ્વાસ્થ્યને લઇને ઘણાં સજાગ હતાં. આ વર્ષે મોદી સરકાર 2.0ના શપથ ગ્રહણ સમારોહના એક દિવસ પહેલાં અરુણ જેટલીએ પીએમ મોદીને પત્ર લખીને નિવેદન કર્યુ હતું કે તે ગત 18 મહિનાથી ગંભીર બિમારી સામે ઝઝૂમી રહ્યાં છે. તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવા માગે છે. અરુણ જેટલીએ દિલ્હીને એમ્સ ખાતે બપોરે 12 વાગીને 7 મિનિટે અંતિમ શ્વાસ લીધાં. દેશના પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું 67 વર્ષની વયે નિધન થયું. જુઓ જેટલીની કેટલીક દુર્લભ તસવીરો.

દિલ્હી યુનિવર્સિટીના છાત્ર સંઘના અધ્યક્ષ બન્યા

અરુણ જેટલીના રાજકીય જીવનની શરૂઆત એબીવીપીથી થઇ અને તેઓ દિલ્હી યુનિવર્સિટીના છાત્ર સંઘ અધ્યક્ષ પણ ચૂંટાયા હતા. 1977માં જેટલી છાત્ર સંઘ અધ્યક્ષ ચૂંટાયા અને તે જ વર્ષે તેમને એબીવીપીના રાષ્ટ્રીય સચિવ પણ બનાવવામાં આવ્યાં.

કટોકટી દરમિયાન જેલ પણ ગયા

દેશમાં જ્યારે કટોકટી લાદવામાં આવી તો જેટલી પણ જયપ્રકાશ નારાયણના આંદોલનમાં સામેલ થઇ ગયાં હતા. યુવા જેટલી આ દરમિયાન જેલ પણ ગયા અને ત્યાં તેમની મુલાકાત તે સમયના વરિષ્ઠ નેતાઓ સાથે થઇ. જેલમાંથી બહાર આવ્યાં બાદ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઇ ગયાં હતાં.

જેટલીએ શા માટે પસંદ કર્યો જનસંઘનો રસ્તો

37 વર્ષની ઉંમરે અરુણ જેટલીને વીપી સિંહની સરકારમાં એડિશનલ સોલીસિટર જનરલ બનાવવામાં આવ્યાં હતા. જનસંઘમાં સામેલ થવાના સવાલ પર જેટલીએ એકવાર અંગ્રેજી અખબારને જણાવ્યું કે જેણે ભાગલાનું દુખ સહન કર્યુ હતું તે જનસંઘને સમર્થન આપતાં હતાં.

બે-બે કોટ લઇને ઑફિસ જતાં જેટલી

સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત યુવા વકીલ હોવાની સાથે બીજેપીમાં પણ તેમનું કદ વધતું ગયુ. જેટલી વિશે કહેવાય છે કે એક સમયે દિલ્હીના અશોક માર્ગ સ્થિત બીજેપી ઑફિસમાં તેઓ બે કોટ લઇને જતાં હતા. એક પ્રવક્તા અને એક વકીલનો.

ક્રિકેટના શોખીન હતાં જેટલી

અરુણ જેટલી ક્રિકેટના શોખીન હતા. આ તસવીરો તેના વિદ્યાર્થી જીવનની છે. જેમાં તેઓ બોલીંગ કરતા જોવા મળી રહ્યાં છે.

જેટલીની પત્નીએ બજેટ પર એક નંબર ઓછો આપ્યો હતો

1982માં અરુણ જેટલીના લગ્ન સંગીતા જેટલી સાથે થયાં હતા. તે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરધારી લાલ ડોગરાના દિકરી છે. ગત વર્ષે જ્યારે 1 ફેબ્રુઆરીએ નાણા મંત્રી રહેતાં બજેટ રજૂ કર્યુ હતું તો સંગીતાએ તેમને 10માંથી 9 નંબર આપ્યાં હતા. તેમણે કહ્યું હતું કે બજેટ બનાવવામાં માનવીય ચૂક પણ થઇ જાય છે તેથી તે એક નંબર ઓછો આપશે.

મોર્નિંગ વૉક કરતાં જેટલી

અરુણ જેટલી સ્વાસ્થ્યને લઇને ખૂબ જ સજાગ રહેતા હતા. તે મોટાભાગે લોધી ગાર્ડનમાં મોર્નિંગ વૉક માટે જતાં હતાં. તેમના લોધી ગાર્ડનમાં મૉર્નિંગ વૉકના કિસ્સાઓ મશહૂર છે.

પરિવારને સમય આપતાં હતાં જેટલી

અરુણ જેટલી રાજનેતા હોવા ઉપરાંત કુશળ વકીલ અને કૌટુંબિક વ્યક્તિ હતા. તે મોટાભાગે પોતાના પરિવાર સાથે રજાઓ ગાળવા જતાં. તેઓ અનેકવાર જાહેર સ્થળોએ પત્ની અને બાળકો સાથે જોવા મળ્યાં છે.

અટલ સરકારમા બન્યા કાયદા મંત્રી

અરુણ જેટલી 1999માં વાજપેયી સરકારમાં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યાં. જો કે એક વર્ષની અંદર જ કેબિનેટમાં તેમને સ્થાન આપવામાં આવ્યું હતુ. તેમને કાયદા મંત્રાલયની સાથે જ વિનિવેશ મંત્રાલયની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.

Read Also

Related posts

ગુજરાત સરકારના નીતનવા કાયદા : લાયસન્સ હોવા છતાં રિક્ષાચાલકો દંડાય છે

Mayur

હ્યૂસ્ટનના રસ્તાઓ પર ‘મોદી-મોદી’! લાગ્યા પોસ્ટરો, નિકળી 200 કારની રેલી

Arohi

દિલ્હી બોર્ડર પર આજે ખેડૂતોનો હલ્લાબોલ! આ ૧૫ માંગ સાથે કરશે સરકારનો વિરોધ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!