GSTV
Ajab Gajab Trending

ભારતમાં 118 વર્ષે ઓર્કિડ ફૂલની દુર્લભ પ્રજાતિ Eulophia obtusaનું જોવા મળ્યું ફૂલ

ભારતમાં 118 વર્ષ પછી ઓર્કિડ ફૂલની એક દુર્લભ પ્રજાતિ મળી છે. ઉત્તર પ્રદેશના દૂધવા ટાઇગર રિઝર્વમાં વન અધિકારીઓ અને વન્યપ્રાણી નિષ્ણાતોને નિરીક્ષણ દરમિયાન વૈજ્ઞાનિક નામ યુલોફિયા ઓબટુસા (Eulophia obtusa)નામનું એક ફૂલ મળ્યું, જેને ગ્રાઉન્ડ ઓર્કિડ તરીકે ઓળખવામાં આવે છે.

IUCNની લાલ યાદીમાં સૂચિબદ્ધ નાશપ્રાય પ્લાન્ટની આ પ્રજાતિ છેલ્લે 1902 માં પીલીભીતમાં જોવા મળી હતી. આ ઇંગ્લેન્ડના ક્યૂ હર્બેરિયમના દસ્તાવેજોમાં નોંધાયેલું છે. 19 મી સદીમાં ગંગા નદીના મેદાનોમાંથી વનસ્પતિશાસ્ત્રીઓ આ પ્રજાતિને અહીં લાવ્યા હતા. પરંતુ છેલ્લા 100 વર્ષથી તે ફરી ક્યારેય જોવા મળ્યું નથી.

ઓર્કિડની આ દુર્લભ પ્રજાતિઓની શોધ કરનારી ટીમના ભાગના ફીલ્ડ નિર્દેશક સંજય પાઠકે કહ્યું, ‘અમે 30 જૂને આ ફૂલ જોયું હતું. અમે તસવીરો લીધી અને તેમને બાંગ્લાદેશના વનસ્પતિશાસ્ત્રી મોહમ્મદ શરીફ હુસેન સૌરવને મોકલ્યા, જે હાલમાં જર્મનીમાં સંશોધન કરી રહ્યા છે. તેમણે પુષ્ટિ આપી કે તે યુલોફિયા ઓબટુસા (Eulophia obtusa)જ છે.

પાઠકે કહ્યું, ‘આ પ્રજાતિ દુધવા ફોરેસ્ટ રેંજમાં બે જુદી જુદી જગ્યાએ મળી આવી છે. તે વધુ સ્થળોએ હોવાની આશા છે. વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર (WWF) ભારતના કોઓર્ડિનેટર ડોક્ટર મુદિત ગુપ્તાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં વિગતવાર સર્વે થઈ શકે છે.

READ ALSO

Related posts

ચિંતા વધી/ છ સપ્તાહમાં મન્કીપોક્સના કેસો ૩થી વધીને 3200 થઈ ગયા! ૧૫૦૦ કેસમાં ૭૦ના મોત

Karan

રાજકોટ/ 500ની 1 લાખની કિંમતની ડુપ્લિકેટ નોટો સાથે બે વિદ્યાર્થીઓ ઝડપાયા, કોલેજમાં મોજ શોખ કરવા બનાવી જાલીનોટ

Karan

જીભ લપસી/ ‘જો કોઇને ખોટું લાગે તો થાય એ કરી લેજો’, ભાજપના પ્રદેશ મહામંત્રીના ધમકીભર્યા શબ્દોથી કાર્યકરોમાં રોષ

Karan
GSTV