GSTV
Home » News » આ iPodમાં એવું તો શું છે ખાસ? કે લાખો રૂપિયા આપીને પણ ખરીદવા માંગે છે લોકો

આ iPodમાં એવું તો શું છે ખાસ? કે લાખો રૂપિયા આપીને પણ ખરીદવા માંગે છે લોકો

એડવાન્સ અને સેટેસ્ટ ટેકનોલોજીની કીમત વધારે હોય તે સ્વાભાવિક છે. પરંતુ તાજેતરમાં એપલના 18 વર્ષ જૂના પ્રોડક્ટની કીમત લાખો રૂપિયા થઈ ગઈ છે. વર્ષ 2001માં સ્ટીવ જોબ્સએ એક આઈપોડ લોન્ચ કર્યો હતો. જેમાં 1000 ગીતનું કલેકશન હતું. આ એમપી3 પ્લેયરની હવે લાખોમાં બોલી બોલાઈ રહી છે. 

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ આઈપોડને 14 લાખ સુધીની કીમતમાં ખરીદવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. આ આઈપોડ માટે ઈબે સાઈટ પર ઓનલાઈન સેલિંગ માટે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં તેની કીમત 19 હજાર ડોલર એટલે કે 14 લાખ જેટલી રાખવામાં આવી છે. જ્યારે આ આઈપોડ લોન્ચ થયું ત્યારે તેની કીમત 399 ડોલર એટલે કે 28000 રૂપિયા હતી.

સ્ટીવ જોબ્સએ તેને લોન્ચ કરતી વખતે કહ્યું હતું કે હવે 1000 ગીત લોકોના ખીસ્સામાં હશે. આ આઈપોડમાં 5જીબી ઈંટર્નલ મેમરી, 2 ઈંચ એલઈડી સ્ક્રીન હતી. તેની બેટરી એકવાર ફુલ કરી લેવાથી તે 10 કલાક સુધી ચાલે છે. આ આઈપોડ સ્લીમ પણ છે જેથી તેને સાથે રાખવું સરળ છે.

Read Also

Related posts

એક્ઝિટ પોલની અસર થશે સીધા તમારા ખીસ્સા ઉપર, જાણો ક્યાં અને કેવી રીતે?

Mansi Patel

ભારતની આ સ્ટાર મહિલા એથલિટે સમલૈંગિક સંબંધ હોવાનું માન્યુ

Arohi

ઓસ્ટ્રેલિયાનાં બ્રેડ હૉગે કોહલીની લીધી ફિરકી, ઈન્ડિયન ફેન્સ ભરાયા ગુસ્સે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!