GSTV

હવે રેન્ટ પર દિવસભર ફરવા બાઇક સાથે મળશે ડ્રાઇવર પણ, જાણો કઇ કંપનીએ શરૂ કરી આ સર્વિસ

Last Updated on February 22, 2021 by Pravin Makwana

બાઇક ટેક્સી સેવા આપનારી કંપની Rapido એ દેશના છ પ્રમુખ શહેરોમાં રેન્ટલ સર્વિસની શરૂઆત કરી છે. Rapido rental services ને બેંગલુરૂ, દિલ્હી, NCR, હૈદરાબાદ, ચેન્નઇ, કોલકાતા અને જયપુરમાં લોન્ચ કરવામાં આવી છે. બાઇક એક કલાક, બે કલાક, ત્રણ કલાક, ચાર કલાક અને છ કલાકના અલગ-અલગ પેકેજ અંતર્ગત બુક કરી શકાય છે. આ સર્વિસને બુક કરવા પર તમારે એક ‘Captain’ એટલે કે રેપિડો ડ્રાઇવર પાર્ટનર પણ મળશે કે જે સતત તમારી સાથે રહેશે અને તમે જ્યાં-જ્યાં તેને લઇ જશો, તે તમારી માટે ડ્રાઇવિંગ કરશે.

કંપની તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ‘આ સેવાને ખાસ કરીને એવાં ગ્રાહકો માટે લોન્ચ કરવામાં આવેલ છે કે, જે દિવસભરમાં કામ માટે અલગ-અલગ લોકેશન પર જાય છે. હાલમાં તેઓએ અલગ-અલગ બુકિંગ કરવાની હોય છે. આ સેવા શરૂ થવાથી તેઓએ અલગ-અલગ બુકિંગની જરૂરિયાત નહીં રહે. તેઓએ દિવસભર માટે એક વાર બુકિંગ કરવાનું હોય છે અને કેપ્ટન હંમેશા તેમની સેવામાં તૈયાર રહેશે.

મલ્ટી સ્ટૉપ સિંગલ બુકિંગની ડિમાન્ડ વધી છે

રૈપિડોના કો-ફાઉંડર અરવિંદ સંકાએ જણાવ્યું કે, ‘છેલ્લાં કેટલાંક મહીનામાં આ પ્રકારની ડિમાન્ડ ખાસ વધી છે. અમે નોટિસ કર્યું છે કે, મલ્ટી સ્ટૉપ, અફોર્ડેબલ અને સરળતાથી ઉપલબ્ધ રાઉન્ડની માંગ સમય સાથે વધી રહી છે. ખાસ કરીને કોરોના કાળમાં આમાં તેજી આવી છે. આવનારા દિવસોમાં અમારા પ્લાન આ સેવાનો વિસ્તાર 100 શહેરોમાં કરવાની છે. હાલમાં દેશના 100 શહેરોમાં રૈપિડોની સેવા ટેક્સી બાઇકના રૂપમાં ઉપલબ્ધ છે.

READ ALSO :

Related posts

વિપક્ષ આકરા પાણીએ: કોંગ્રેસ 9 દિવસ સુધી વિવિધ મુદ્દે યોજશે વિરોધ કાર્યક્રમ, સરકારની સદંતર નિષ્ફળતાને કરશે ઉજાગર

pratik shah

Bollywood : માત્ર સૌંદર્યમાં જ નહીં પણ ફિટનેસમાં પણ દરેકને માત આપે છે ઉર્વશી રૌતેલા, જિમ રૂટિન તમને કરી નાખશે અચંભિત

Vishvesh Dave

આસામ-મિઝોરમ સરહદ વિવાદ: બંને રાજ્યોની પોલીસ વચ્ચે થયેલ ફાયરિંગમાં બાદ વધ્યો સંઘર્ષ, જીવનજરૂરી વસ્તુઓની સપ્લાય બંધ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!