GSTV
Home » News » સોયાબીનમાં મધ્ય-પ્રદેશ ખાતે પાકને અસરના નિર્દેશો પાછળ વાયદા બજારમાં ઝડપી ઉછાળો

સોયાબીનમાં મધ્ય-પ્રદેશ ખાતે પાકને અસરના નિર્દેશો પાછળ વાયદા બજારમાં ઝડપી ઉછાળો

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે  આયતી પાતેલના ભાવ ઉંચા બોલાતા થયા હતા. જ્યારે દેશી ખાદ્યતેલોના ભાવ ઘટયા મથાળે  અથડાતા રહ્યા હતા. દરમિયાન, મધ્ય પ્રદેશમાં  ભારે વરસાદના પગલે ત્યાં ખાસ કરીને સોયાબીનના વાવેતર હેઠળના વિસ્તારમાં  પાકને નોંધપાત્ર અસર પડયાના નિર્દેશો વહેતા થયા હતા અને તેના પગલે આજે વાયદા બજારમાં  સોયાબીનમાં ભાવ ઉછળતાં ઉંચામાં તેજીની સર્કિટને  બજાર આંબી  ગયાના સમાચાર મળ્યા છે.

સોયાબીનનો ઓકટોબર વાયદો આજે ઉછળી ઉંચામાં  કિવ.ના રૂ.૩૭૦૦ને આંબી ગયા પછી  સાંજે રૂ.૩૬૯૧ રહ્યાના નિર્દેશો  હતા. સોયાતેલનો વાયદો સાંજે  રૂ.૭૪૮.૪૫ તથા ક્રૂડ પામ ઓઈલ સીપીઓનો વાયદો  સાંજે રૂ.૫૫૫.૬૦ રહ્યો હતો. 

મુંબઈ હાજર બજારમાં  આજે ૧૦ કિલોના ભાવ સોયાતેલના ડિગમના રૂ.૭૦૦ તથા રિફા.ના ભાવ રૂ.૭૪૫ રહ્યા હતા.  મુંબઈ બજારમાં આજે પામતેલના ભાવ હવાલા રિસેલના વધી રૂ.૬૪૦ તથા જેએનપીટીના રૂ.૬૩૪ રહ્યા હતા. હવાલા-રિસેલમાં  છૂટાછવાયા વેપાર થયા હતા. જ્યારે રિફાઈનરીના ડાયરેકટ  ડિલીવરીના  વેપાર રૂ.૬૪૨માં  ઓલ સપ્ટેમ્બર ડિલીવરી માટે આજે આશરે  ૬૦૦થી ૭૦૦ ટનના થયાના નિર્દેશો હતા.

મુંબઈ હાજર બજારમાં   આજે સિંગતેલના ભાવ રૂ.૧૦૬૦ રહ્યા હતા.  જ્યારે રાજકોટ બાજુ ભાવ જાતવાર રૂ.૯૫૦થી ૧૦૨૫ તથા ૧૫ કિલોના રૂ.૧૬૦૦થી ૧૬૩૦ રહ્યા હતા જ્યારે  ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ.૭૨૫ રહ્યા હતા.  મુંબઈ બજારમાં  આજે કપાસિયા તેલના ભાવ રૂ.૭૮૨ રહ્યા હતા.  જ્યારે સનફલાવરના ભાવ રૂ.૮૦૦ તથા રિફા.ના રૂ.૮૪૦ રહ્યા હતા.  મસ્ટર્ડના ભાવ રૂ.૮૦૦ રહ્યા હતા.

મુંબઈ બજારમાં આજે દિવેલના હાજર ભાવ ધીમો સુધારો બતાવતા હતા જ્યાકે  હાજર એરંડાના  ભાવ રૂ.૫૬૨૦ વાલા ૫૬૨૫ રહ્યા હતા.  મુંબઈ ખોળ બજારમાં આજે  સિગખોળના ભાવ ટનના રૂ.૨૭૫૦૦ વાળા રૂ.૨૮૦૦૦ રહ્યા હતા જ્યારે  સોયાખોળના ભાવ રૂ.૩૨૩૪૫થી ૩૨૩૫૦  વાળા રૂ.૩૨૮૭૦ રહ્યા હતા.   એરંડા ખોળના ભાવ રૂ.૭૦૫૦ વાલા જોકે  રૂ.૬૭૫૦ બોલાતા થયા હતા.   જ્યારે અન્ય ખોળો શાંત હતા. દરમિયાન,  ઈન્ડોનેશિયો ભારતથી ખાંડની આયાત કરવા તૈયારી બતાવી છે  અને તેની સામે ભારતમાં ઈન્ડોનેશિયા ખાતેથી  આયાત  થતા પામતેલ પરની ડયુટી  ઘટાડવા ઈચ્છા વ્યક્ત કરી હતી.  આ પ્રશ્ને  દિલ્હીમાં  વાતચીત થઈ રહી છે.

આ દિશામાં  હવે પછી બનનારા નવા બનાવો પર બજારના ખેલાડીઓની નજર રહી છે. દરમિયાન ઘરઆંગણે આજે સાંજે  વાયદા બજારમાં ભાવ  ક્રૂડ પામ ઓઈલ સીપીઓના ૬૦ પૈસા પ્લસમાં  રહ્યા હતા જ્યારે સોયાતેલના વાયદાના ભાવ રૂ.૫.૪૫ તથા ૪.૧૫  ઉંચા બોલાઈ રહ્યા હતા.   એરંડા વાયદા બજારમાં ભાવ સાંકડી બેતરફી વધઘટે અથડાતા રહ્યા હતા.  

અમેરિકા  શિકાગો બજારમાં  આજે સાંજે  પ્રોજેકશનમાં  ભાવ સોયાખોળ તથા સોયાબીન વાયદાના  માઈનસમાં  રહ્યા હતા જ્યારે  ન્યુયોર્ક કોટન વાયદાના  ભાવ આજે સાંજે પ્લસમાં રહ્યા હતા.

Read Also

Related posts

રાતે મારી પત્ની સાથે ચેટીંગ કરે છે એસપી સાહેબ!, પીડિત પતિએ કરી DGP સમક્ષ ફરિયાદ

pratik shah

બોરીવલીમાં બસમાં બે મગર લઈ જનાર ડ્રાઈવર સહિત ત્રણની ધરપકડ

Arohi

શું રાત્રે ઉંઘ નથી આવતી!, તો હવે આ સ્માર્ટ પાયજામો તમને સારી નિંદ્રા મેળવવામાં કરશે મદદ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!