GSTV
Home » News » એરંડા વાયદામાં ઝડપી ઉછાળો: ચીનમાં સોયાતેલનો સ્ટોક ઘટી છ મહિનાના તળિયે ઉતર્યો

એરંડા વાયદામાં ઝડપી ઉછાળો: ચીનમાં સોયાતેલનો સ્ટોક ઘટી છ મહિનાના તળિયે ઉતર્યો

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે નવી માગ ધીમી રહી હતી. પામતેલમાં પાછલા ૩-૪ દિવસમાં નોંધપાત્ર વેપારો થઈ ગયા પછી આજે નવી ખરીદી ધીમી પડી હતી.  ભાવ જોકે મક્કમ રહ્યા હતા. વિશ્વ બજારમાં  આજે મલેશિયા ખાતે પામતેલનો વાયદો વધી છેલ્લે ૯,૫,૭ તથા ૫ પોઈન્ટ પ્લસમાં બંધ રહ્યો હતો જ્યારે ત્યાં  પામ પ્રોડકટના ભાવ શાંત હતા. 

મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ પામતેલના હવાલા રિસેલના રૂ.૬૨૪ તથા જેએનપીટીનારૂ.૬૨૦  રહ્યા હતા. નવો વેપારો પાંખા હતા. ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવરૂ.૫૫૫થી ૫૫૬ રહ્યા હતા.  દરમિયાન વાયદા બજારમાં આજે સીપીઓ વાયદાના ભાવ સાંજેરૂ.૭૫૮.૨૦ હતા.

અમેરિકામાં  શિકાગો બજારમાં સોયાતેલનો વાયદો ઓવરનાઈટ  ૨૦થી ૨૩ પોઈન્ટ નરમ રહ્યા પછી આજે પ્રોજેકશનમાં  ભાવ સાંજે ૪થી ૫ પોઈન્ટ  પ્લસમાં રહ્યા હતા. દરમિયાન ત્યાં સોયાખોળનો વાયદો ઓવરનાઈટ ૯થી ૧૧ પોઈન્ટ  નરમ હતો. જ્યારે સોયાબીનનો વાયદો ૪૨થી ૪૬ પોઈન્ટ માઈનસમાં  રહ્યો હતો. ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ ૧૦૦, ૧૦૦ તથા ૮૦ પોઈન્ટ ગબડયાના વાવડ હતા. મુંબઈ હાજર બજારમાં  આજે સિંગતેલના ભાવ ૧૦ કિલોનારૂ.૧૦૮૫ રહ્યા હતા.  રાજકોટ બાજુ હોલીડે મુડ જેવી સ્થિતિ દેખાઈ હતી. 

 મુંબઈ બજારમાં કપાસિયા તેલના ભાવરૂ.૮૦૨ રહ્યા હતા.  જયારે સોયાતેલના ભાવ ડિગમનારૂ.૭૧૫ તથા રિફા.નારૂ.૭૫૫ રહ્યા હતા.  સનફલાવરના ભાવરૂ.૮૧૦ તથા રિફા.નારૂ.૮૪૫ રહ્યા હતા.  મસ્ટર્ડના ભાવરૂ.૮૦૫ તથા કોપરેલના ભાવ વધતા અટકી ૧૦ કિલોનારૂ.૧૩૭૦ના મથાળે અથડાતા રહ્યા હતા.   

દરમિયાન, દિવેલના ભાવ ૧૦ કિલોનારૂ.પાંચ નરમ હતા જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવરૂ.૫૫૭૫ વાળારૂ.૫૫૫૦ રહ્યા હતા.   મુંબઈ ખોળ બજારમાં આજે સિંગખોળના ભાવરૂ.૨૬૦૦૦ વાળારૂ.૨૬૫૦૦ રહ્યા હતા જ્યારે સોયાખોળના ભાવ ટનનારૂ.૩૧૭૨૦થી ૩૧૭૨૫ વાળા વધીરૂ.૩૨ હજાર વટાવીરૂ.૩૨૦૩૫ બોલાઈ રહ્યા હતા. એરંડા ખોળના ભાવ ટનનારૂ.૭૦૫૦ વાળા ૬૯૫૦ રહ્યા હતા. 

જ્યારે અન્ય ખોળો શાંત હતા. દરમિયાન, વિશ્વ બજારના સમાચાર મુજબ ચીનમાં  સોયાતેલનો સ્ટોક ઘટીને  ૬ મહિનાના તળિયે ઉતર્યાના વાવડ હતા.  ત્યાં પાછલા સતત ૬ સપ્તાહથી આવો સ્ટોક  ઘટતો રહ્યાનું  જાણકારોએ જણાવ્યું હતું.  દરમિયાન, દેશમાં વિવિધ તેલિબિંયાનું  કુલ વાવેતર ૨૩ ઓગસ્ટ સુધીમાં  ૧૬૭.૮૯ લાખ હેકટર્સ થયાના સમાચાર મળ્યા છે. પાછલા વર્ષે આ ગાળામાં  આ આંકડો ૧૬૭.૫૫ લાખ હેકટર્સમાં નોંધાયો હતો.

દરમિયાન, આ ગાળામાં સિંગદાણાનું વાવેતર ૩૭.૫૫ લાખ સામે ૩૬.૦૩ લાખ હેકટર્સમાં  થયું છે  જ્યારે સોયાબીનનું  વાવેતર ૧૧૧.૫૦ લાખ સામે ૧૧૨.૫૧ લાખ હેકટર્સમાં થયું છે. તલનું વાવેતર ૧૩.૩૧ લાખ સામે ૧૨.૩૫ લાખ હેકટર્સમાં  તથા એરંડાનું વાવેતર ૩.૫૮ લાખ હેકટર્સ સામે ૫.૨૧ લાખ હેકટર્સમાં થયું છે.

આર્જેન્ટીનામાં હવામાન ડ્રાય રહેતાં ત્યાં વિવિધ પાક પર અસર દેખાઈ છે. બ્રાઝીલના બજારમાં  સોયાબીનમાં  તાજેતરમાં ચીનની ખરીદી વધી છે.  દરમિયાન, ઘરઆંગણે આજે એરંડા વાયદા બજારમાં  તેજીના માહોલ વચ્ચે સપ્ટેમ્બરવાયદાના ભાવ ઉછળીરૂ.૧૦૮ ઉંચા સાંજે બોલાઈ રહ્યા હતા તથા સપ્ટેમ્બર વાયદાના ભાવ સાંજેરૂ.૫૭૦૦ વટાવીરૂ.૫૭૪૪  બોલાઈ રહ્યા હતા.

READ ALSO

Related posts

બેંગલુરૂમાં ટી-20 મુકાબલામાં વરસાદ પહોંચાડી શકે છે ખલેલ

Kaushik Bavishi

આંખમાંથી આંસુ સારવા તૈયાર રહેજો કારણ કે ડુંગળીના ભાવમાં થઈ રહ્યો છે વધારો

Arohi

દિલ્હી: અક્ષરધામ મંદિરની પાસે ધોળાદિવસે પોલીસ ઉપર બદમાશો ફાયરિંગ કરી ફરાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!